Ahmedabad: કણભામાં પ્રેમ સંબંધને લઈને પિતા અને પરિવારના 4સભ્યોએ પુત્રીની હત્યા કરી

 દસ્ક્રોઇ જિલ્લાના બાકરોલ ગામમાં રહેતી યુવતીને તેની જ જ્ઞાતિના યુવક સાથે લગ્નની જીદ કરતા પિતા અને યુવતીના પિતરાઇભાઇએ અન્ય પરિવારના ત્રણ સભ્યો સાથે ભેગા મળીને તેનું ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. જ્યારે હાલોલ પાસે આવેલ અનગઢ ગામ પાસે હત્યા કર્યા બાદ કોઇને જાણ ન થાય તે માટે નિકાલ કરવા સ્મશાનમાં રાતોરાત અંતિમવિધિ કરી દીધી હતી.યુવતીના મોત મામલે પરિવારની મહિલાઓને પણ ચુપ રહેવાની ધમકી આપી હતી. કણભા પોલીસે પિતા સહિત પાંચેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અને મૃતકનો પિતરાઇ ભાઇ ગજેન્દ્રસિંહ બાકરોલ બુજર ગામમાં ડેપ્યુટી સરપંચ છે. તેમજ પ્રેમીના પિતા સરપંચ હોવાનું સામે આવ્યુ છે. બાકરોલ ગામમાં 19 વર્ષીય માનસી અરવિંદસિંહ સોલંકી પરિવાર સાથે રહેતી હતી. જેમાં ગત 11 સપ્ટેમ્બરે તેની ગુમ થવાની ફરિયાદ કણભા પોલીસ સ્ટેશનમાં નોધાઈ હતી. જેમાં તપાસ કરતા પોલીસને બાતમી મળી હતી કે 6 સપ્ટેમ્બરે કોઇ વ્યક્તિની સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ છે. જેથી પોલીસે તપાસ કરતા ગામમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થયુ ન હતુ. જેથી શંકાને આધારે સ્મશાનમાંથી હાડકા અને કેટલાંક અવશેષો મેળવીને ફેરેન્સિક એક્સપર્ટની મદદ લઇને તપાસ કરી ત્યારે કોઇ યુવતીનો મૃતદેહ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેથી માનસીના પરિવારજનોના નિવેદનો લીધા હતા. નિવેદનમાં સામે આવ્યુ કે મૃતક યુવતીને તેના જ ગામના હિતેષસિંહ સોંલકી સાથે પ્રેમસંબધ હતો. જેને લઇને માનસીના પિતાએ ધમકી પણ આપી હતી. ત્યારબાદ શંકાને આધારે પોલીસે મૃતકના પરિવારજનો પિતા અરવિંદસિંહ અને પિતરાઇ ભાઇ ગજેન્દ્રસિંહ સોલંકી, પોપટસિંહ સોલંકી, નટવરસિંહ સોલંકી અને રાજદીપસિંહ સોલંકીની કડક પુછપરછ તેમને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ. પોલીસ તપાસમાં ખુલ્યુ કે મૃતક માનસી પ્રેમી સાથે લગ્ન કરવા અગાઉ બે વખત ઘરેથી ભાગી ગઇ હતી. પરંતુ બાદમાં બંને ઘરે પરત આવી ગયા હતા. જેથી તે સમયે કોઇ ગુમ થયાની ફરિયાદ નોધાવી ન હતી. પરંતુ આ વખતે હત્યા છુપાવવા યુવતી ગુમ થયાની ફરિયાદ નોધાવી હતી. પિતાએ માનસીને કેનાલ ફેંકી પરિવારના બે સભ્યો બચાવી પોતાની પુત્રી માનસીએ લગ્ન કરવાની જીદ કરતા પિતા અરવિંદસિંહે તેના ભત્રીજા ગજેન્દ્રસિંહે હત્યાનો પ્લાન ઘડયો હતો. જેમાં ગત 5 સપ્ટેમ્બરે અરવિંદસિંહ હાલોલ નજીક આવેલા અનગઢ ખાતે માતાજીની માનતા પૂરી કરવા ગજેન્દ્રસિંહ માનસી અને કાજલને લઇને માનતા પુરી કરવા માટે ગયા હતા. બાદમાં માનતા પૂરી કરીને કારને વડોદરા નજીકની નર્મદા કેનાલ પાસે ઉભી રાખીને માનસીને કારની બહાર ખેંચીને કેનાલમાં ફેંકી દીધી હતી. પરંતુ આ સમયે પરિવારના અન્ય 2 સભ્યોએ દોડીને કેનાલમાંથી બહાર કાઢી હતી. બાદમાં માનસીને તેના ભાઇ ગજેન્દ્રસિંહે પકડી રાખીને પિતાએ ગળાટુંપો આપીને હત્યા કરી હતી. અંતિમ વિધિ કરવા અન્ય એક જીપમાં લાકડા, ડિઝલ અને ખાંડ મગાવી માનસીને લાશને કારની પાછળની સીટ પર રાખીને અન્ય પરિવારનો સભ્યોને ચુપ રહેવા પિતાએ ધમકી આપી હતી. બાદમાં બાકરોલ સ્મશાન જવાના રસ્તા પર પાણી ભરાયા હોવાથી અન્ય મિત્ર પાસેથી એક ડાલા જીપમાં લાકડા, ડીઝલ અને ખાંડ મંગાવીને માનસીની લાશને પણ તેમાં મુકી દીધી હતી. બાદમાં પિતા, ભાઈ તથા અન્ય સભ્યો સ્મશાન જઈને માનસીના મૃતદેહને સળગાવીને પરત આવી ગયા હતા.

Ahmedabad: કણભામાં પ્રેમ સંબંધને લઈને પિતા અને પરિવારના 4સભ્યોએ પુત્રીની હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 દસ્ક્રોઇ જિલ્લાના બાકરોલ ગામમાં રહેતી યુવતીને તેની જ જ્ઞાતિના યુવક સાથે લગ્નની જીદ કરતા પિતા અને યુવતીના પિતરાઇભાઇએ અન્ય પરિવારના ત્રણ સભ્યો સાથે ભેગા મળીને તેનું ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. જ્યારે હાલોલ પાસે આવેલ અનગઢ ગામ પાસે હત્યા કર્યા બાદ કોઇને જાણ ન થાય તે માટે નિકાલ કરવા સ્મશાનમાં રાતોરાત અંતિમવિધિ કરી દીધી હતી.

યુવતીના મોત મામલે પરિવારની મહિલાઓને પણ ચુપ રહેવાની ધમકી આપી હતી. કણભા પોલીસે પિતા સહિત પાંચેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અને મૃતકનો પિતરાઇ ભાઇ ગજેન્દ્રસિંહ બાકરોલ બુજર ગામમાં ડેપ્યુટી સરપંચ છે. તેમજ પ્રેમીના પિતા સરપંચ હોવાનું સામે આવ્યુ છે.

બાકરોલ ગામમાં 19 વર્ષીય માનસી અરવિંદસિંહ સોલંકી પરિવાર સાથે રહેતી હતી. જેમાં ગત 11 સપ્ટેમ્બરે તેની ગુમ થવાની ફરિયાદ કણભા પોલીસ સ્ટેશનમાં નોધાઈ હતી. જેમાં તપાસ કરતા પોલીસને બાતમી મળી હતી કે 6 સપ્ટેમ્બરે કોઇ વ્યક્તિની સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ છે. જેથી પોલીસે તપાસ કરતા ગામમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થયુ ન હતુ. જેથી શંકાને આધારે સ્મશાનમાંથી હાડકા અને કેટલાંક અવશેષો મેળવીને ફેરેન્સિક એક્સપર્ટની મદદ લઇને તપાસ કરી ત્યારે કોઇ યુવતીનો મૃતદેહ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેથી માનસીના પરિવારજનોના નિવેદનો લીધા હતા. નિવેદનમાં સામે આવ્યુ કે મૃતક યુવતીને તેના જ ગામના હિતેષસિંહ સોંલકી સાથે પ્રેમસંબધ હતો. જેને લઇને માનસીના પિતાએ ધમકી પણ આપી હતી. ત્યારબાદ શંકાને આધારે પોલીસે મૃતકના પરિવારજનો પિતા અરવિંદસિંહ અને પિતરાઇ ભાઇ ગજેન્દ્રસિંહ સોલંકી, પોપટસિંહ સોલંકી, નટવરસિંહ સોલંકી અને રાજદીપસિંહ સોલંકીની કડક પુછપરછ તેમને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ. પોલીસ તપાસમાં ખુલ્યુ કે મૃતક માનસી પ્રેમી સાથે લગ્ન કરવા અગાઉ બે વખત ઘરેથી ભાગી ગઇ હતી. પરંતુ બાદમાં બંને ઘરે પરત આવી ગયા હતા. જેથી તે સમયે કોઇ ગુમ થયાની ફરિયાદ નોધાવી ન હતી. પરંતુ આ વખતે હત્યા છુપાવવા યુવતી ગુમ થયાની ફરિયાદ નોધાવી હતી.

પિતાએ માનસીને કેનાલ ફેંકી પરિવારના બે સભ્યો બચાવી

પોતાની પુત્રી માનસીએ લગ્ન કરવાની જીદ કરતા પિતા અરવિંદસિંહે તેના ભત્રીજા ગજેન્દ્રસિંહે હત્યાનો પ્લાન ઘડયો હતો. જેમાં ગત 5 સપ્ટેમ્બરે અરવિંદસિંહ હાલોલ નજીક આવેલા અનગઢ ખાતે માતાજીની માનતા પૂરી કરવા ગજેન્દ્રસિંહ માનસી અને કાજલને લઇને માનતા પુરી કરવા માટે ગયા હતા. બાદમાં માનતા પૂરી કરીને કારને વડોદરા નજીકની નર્મદા કેનાલ પાસે ઉભી રાખીને માનસીને કારની બહાર ખેંચીને કેનાલમાં ફેંકી દીધી હતી. પરંતુ આ સમયે પરિવારના અન્ય 2 સભ્યોએ દોડીને કેનાલમાંથી બહાર કાઢી હતી. બાદમાં માનસીને તેના ભાઇ ગજેન્દ્રસિંહે પકડી રાખીને પિતાએ ગળાટુંપો આપીને હત્યા કરી હતી.

અંતિમ વિધિ કરવા અન્ય એક જીપમાં લાકડા, ડિઝલ અને ખાંડ મગાવી

માનસીને લાશને કારની પાછળની સીટ પર રાખીને અન્ય પરિવારનો સભ્યોને ચુપ રહેવા પિતાએ ધમકી આપી હતી. બાદમાં બાકરોલ સ્મશાન જવાના રસ્તા પર પાણી ભરાયા હોવાથી અન્ય મિત્ર પાસેથી એક ડાલા જીપમાં લાકડા, ડીઝલ અને ખાંડ મંગાવીને માનસીની લાશને પણ તેમાં મુકી દીધી હતી. બાદમાં પિતા, ભાઈ તથા અન્ય સભ્યો સ્મશાન જઈને માનસીના મૃતદેહને સળગાવીને પરત આવી ગયા હતા.