Ahmedabad: ઓછી હાજરીના વિવાદમાં LLBના વિદ્યાર્થીએ HCમાં અરજી કરી, એસિડિટીનું કારણ બન્યું ચર્ચાનો વિષય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત હાઈકોર્ટમાં અવારનવાર વિચિત્ર કિસ્સાઓ આવતા હોય છે, પરંતુ હાલમાં એક LLBના વિદ્યાર્થીએ આપેલી અરજી કાયદાકીય વર્તુળો અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. આ વિદ્યાર્થીએ પોતાની ઓછી હાજરી પાછળનું કારણ ‘પિત્ઝા-બર્ગરથી થયેલી એસિડિટી’ ગણાવ્યું છે.
ઓછી હાજરીના વિવાદમાં LLB વિદ્યાર્થીની અરજી
એક કાયદાના વિદ્યાર્થીની કોલેજમાં હાજરી નિયમ મુજબ ઓછી હોવાને કારણે યુનિવર્સિટી દ્વારા તેને પરીક્ષામાં બેસવા દેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. વિદ્યાર્થીએ દલીલ કરી હતી કે તેને બહારનું ખાવાનું એટલે કે પિત્ઝા અને બર્ગર ખાવાની આદત હતી, જેના કારણે તેને ગંભીર એસિડિટી થઈ ગઈ હતી. આ સ્વાસ્થ્યના કારણોસર તે કોલેજમાં નિયમિત હાજર રહી શક્યો નહોતો.
હાઈકોર્ટનું યુનિવર્સિટીને સૂચન
વિદ્યાર્થીએ પરીક્ષામાં બેસવાની પરવાનગી માંગતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. આ મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે. હાઈકોર્ટે યુનિવર્સિટીને આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીના શૈક્ષણિક વર્ષને ધ્યાને રાખીને આ મામલે કોઈ વચગાળાનો ઉકેલ શોધવામાં આવે, જેથી તેની કારકિર્દી પર અસર ન પડે.કોર્ટે ટિપ્પણી કરતા એ પણ ધ્યાન દોર્યું હતું કે વિદ્યાર્થીઓએ પોતાના સ્વાસ્થ્ય અને શિસ્ત પ્રત્યે સજાગ રહેવું જોઈએ, પરંતુ શૈક્ષણિક બાબતોમાં નમ્રતા દાખવી શકાય કે કેમ તે અંગે યુનિવર્સિટીને વિચારવા જણાવ્યું છે.
આ પણ વાંચો: India: બિહારના કટિહારમાં બસ ચાલકે પિકઅપ અને બાઇકોને અડફેટે લીધી, 10 લોકોના કરુણ મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

