Ahmedabad: અમદાવાદની વધુ એક સ્કૂલે નિયમો નેવે મુકીને યોજ્યો પ્રવાસ

વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ રાજ્યભરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવાના નિયમ વધુ કડક કરવામાં આવ્યા હતા, ત્યારે અમદાવાદની એક સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની પરવાનગી વિના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, હરણીકાંડ બાદ બાળકોને પ્રવાસ લઇ જવા પ્રતિબંધ છે છતા અમદાવાદમાં શાળા સંચાલકો બેફામ બન્યા છે. વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ રાજ્યભરમાં સ્કૂલોને પ્રવાસને લઇ કડક સૂચનાઓ આપવા છતા અમુક શાળા સંચાલકો શિક્ષણ વિભાગની સૂચનાને નેવે મૂકીને પ્રવાસ પ્રવાસ લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલની શિવઆશિષ સ્કૂલે રાજ્ય બહાર પ્રવાસ યોજ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગના નિયમો જાણે સ્કૂલ સંચાલકો મનમાની કરીને કાયદા સામે બાધભીડી હોય તેવું લાગી રહ્યું છે.  બોપલની શિવઆશિષ સ્કૂલે મહારાષ્ટ્રમાં 3 દિવસનો પ્રવાસ યોજ્યાનું સામે આવ્યું છે. ધો 9થી 12 વિદ્યાર્થીઓને પ્રવાસ લઇ જવાયા હતા. મહારાષ્ટ્રના લોનાવાલાના પ્રવાસ માટે સ્કૂલના 145 જેટલા વિદ્યાર્થીઓને લઈ જવાયા હતા. સમગ્ર મામલે DEOને પ્રવાસ અંગે ધ્યાને આવતા કાર્યવાહી કરી છે. સ્કૂલને શો - કોઝ નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે. આ સાથે સ્કૂલે એક દિવસમાં રૂબરૂ જવાબ રજૂ કરવા સૂચન આપવામાં આવ્યું છે.સ્કૂલના મેનેજર રમેશ દેસાઈનો પ્રવાસ અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, વાલીઓનો આગ્રહ હતો એટલે પ્રવાસે લઇ ગયા હતા. અમારી ભૂલ કે પરવાનગી લીધા વગર પ્રવાસ કર્યો છે. અમે અમારી ભૂલને સ્વીકારીએ છીએ. હવે આવું નહીં થાય તેની બાંહેધરી આપીએ છીએ.

Ahmedabad: અમદાવાદની વધુ એક સ્કૂલે નિયમો નેવે મુકીને યોજ્યો પ્રવાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ રાજ્યભરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવાના નિયમ વધુ કડક કરવામાં આવ્યા હતા, ત્યારે અમદાવાદની એક સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની પરવાનગી વિના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, હરણીકાંડ બાદ બાળકોને પ્રવાસ લઇ જવા પ્રતિબંધ છે છતા અમદાવાદમાં શાળા સંચાલકો બેફામ બન્યા છે. વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ રાજ્યભરમાં સ્કૂલોને પ્રવાસને લઇ કડક સૂચનાઓ આપવા છતા અમુક શાળા સંચાલકો શિક્ષણ વિભાગની સૂચનાને નેવે મૂકીને પ્રવાસ પ્રવાસ લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. 

મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલની શિવઆશિષ સ્કૂલે રાજ્ય બહાર પ્રવાસ યોજ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગના નિયમો જાણે સ્કૂલ સંચાલકો મનમાની કરીને કાયદા સામે બાધભીડી હોય તેવું લાગી રહ્યું છે.  બોપલની શિવઆશિષ સ્કૂલે મહારાષ્ટ્રમાં 3 દિવસનો પ્રવાસ યોજ્યાનું સામે આવ્યું છે. ધો 9થી 12 વિદ્યાર્થીઓને પ્રવાસ લઇ જવાયા હતા. મહારાષ્ટ્રના લોનાવાલાના પ્રવાસ માટે સ્કૂલના 145 જેટલા વિદ્યાર્થીઓને લઈ જવાયા હતા. સમગ્ર મામલે DEOને પ્રવાસ અંગે ધ્યાને આવતા કાર્યવાહી કરી છે. સ્કૂલને શો - કોઝ નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે. આ સાથે સ્કૂલે એક દિવસમાં રૂબરૂ જવાબ રજૂ કરવા સૂચન આપવામાં આવ્યું છે.

સ્કૂલના મેનેજર રમેશ દેસાઈનો પ્રવાસ અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, વાલીઓનો આગ્રહ હતો એટલે પ્રવાસે લઇ ગયા હતા. અમારી ભૂલ કે પરવાનગી લીધા વગર પ્રવાસ કર્યો છે. અમે અમારી ભૂલને સ્વીકારીએ છીએ. હવે આવું નહીં થાય તેની બાંહેધરી આપીએ છીએ.