Ahmedabad: હેલ્મેટ નહીં પહેરો તો થઈ શકે છે લાયસન્સ રદ, હાઈકોર્ટનું સૂચન
ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સહિતની સમસ્યા મુદ્દે સુનાવણી રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો ચીફ સેક્રેટરીને તમામ વિભાગો સાથે સંકલન કરવા કહેવાયુ ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ગેરકાયદે પાર્કિંગ, હેલ્મેટ સહિતના મુદ્દે હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો. જે મુદ્દે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે કાર્યવાહી હાલમાં ચાલુ છે. તેમજ વધુમાં સરકાર પક્ષેથી જણાવવામાં આવ્યું હતું કે, નિયત પોઈન્ટ પર ટ્રાફિક જવાન રાખવા સૂચના આપવામાં આવી છે. 9 ઓગસ્ટના રોજ અમદાવાદ પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સાથે ચીફ સેક્રેટરી દ્વારા બેઠક યોજવામાં આવી હતી. 21 ઓગસ્ટના રોજ ચીફ સેક્રેટરી દ્વારા હોમ સેક્રેટરી, પોલીસ કમિશનર અમદાવાદ સહિતના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અમદાવાદ દ્વારા 1 થી 19 ઓગસ્ટ સુધીમાં 41401 કેસ નોંધાયા છે. 1 થી 19 ઓગસ્ટ સુધીમાં ગેરકાયદેસર પાર્કિંગ બદલ 2100 કેસ નોંધાયા છે. ટ્રાફિક વિભાગના ફિલ્ડ અધિકારીઓ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહનચાલકોને પણ જાગૃત કરાઈ રહ્યાં છે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે સરકાર આકરા પાણીએ સરકાર પક્ષેથી જણાવવામાં આવ્યું હતું કે, રોંગ સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ જેવા સિટીમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે લોકોનો સહકાર પણ જરૂરી છે. હેલ્મેટ ન પહેરનારા સામે હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે, હેલ્મેટ વિના લોકોના લાયસન્સ રદ્દ કરો. કોઈ વ્યક્તિ 3 વખત હેલ્મેટ વિના પકડાય તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરી શકાય છે. તેમજ અમુક દિવસો માટે લાયસન્સ રદ્દ કરવા મુદ્દે સરકારને હાઇકોર્ટે સૂચન કર્યું હતું. દંડ કરવા મુદ્દે હાઈકોર્ટનું સૂચન દંડ કરવા મુદ્દે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ તોડનાર વાહન ચાલકને હાર્ડ કોપી ચલણ આપવામાં આવે છે, જેની જગ્યાએ ઈ-ચલણ આપવું જોઈએ. ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યાઓ હોય ત્યાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને ઈ ચલણ શરૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. અમને હજૂ પણ હેલ્મેટ મુદ્દે કોઈ જાગૃતતા જોવા મળી રહી નથી. દિલ્હી અને દેહરાદૂનમાં કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વિના જોવા નથી મળતુ. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઈકોર્ટે વિગતો માગી છે. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ હોય તો ભરતીના રોડ મેપ સાથે વિગત આપવા જણાવાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સહિતની સમસ્યા મુદ્દે સુનાવણી
- રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો
- ચીફ સેક્રેટરીને તમામ વિભાગો સાથે સંકલન કરવા કહેવાયુ
ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ગેરકાયદે પાર્કિંગ, હેલ્મેટ સહિતના મુદ્દે હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો. જે મુદ્દે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે કાર્યવાહી હાલમાં ચાલુ છે.
તેમજ વધુમાં સરકાર પક્ષેથી જણાવવામાં આવ્યું હતું કે, નિયત પોઈન્ટ પર ટ્રાફિક જવાન રાખવા સૂચના આપવામાં આવી છે. 9 ઓગસ્ટના રોજ અમદાવાદ પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સાથે ચીફ સેક્રેટરી દ્વારા બેઠક યોજવામાં આવી હતી. 21 ઓગસ્ટના રોજ ચીફ સેક્રેટરી દ્વારા હોમ સેક્રેટરી, પોલીસ કમિશનર અમદાવાદ સહિતના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અમદાવાદ દ્વારા 1 થી 19 ઓગસ્ટ સુધીમાં 41401 કેસ નોંધાયા છે. 1 થી 19 ઓગસ્ટ સુધીમાં ગેરકાયદેસર પાર્કિંગ બદલ 2100 કેસ નોંધાયા છે. ટ્રાફિક વિભાગના ફિલ્ડ અધિકારીઓ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહનચાલકોને પણ જાગૃત કરાઈ રહ્યાં છે.
રોંગ સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે સરકાર આકરા પાણીએ
સરકાર પક્ષેથી જણાવવામાં આવ્યું હતું કે, રોંગ સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ જેવા સિટીમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે લોકોનો સહકાર પણ જરૂરી છે. હેલ્મેટ ન પહેરનારા સામે હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે, હેલ્મેટ વિના લોકોના લાયસન્સ રદ્દ કરો. કોઈ વ્યક્તિ 3 વખત હેલ્મેટ વિના પકડાય તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરી શકાય છે. તેમજ અમુક દિવસો માટે લાયસન્સ રદ્દ કરવા મુદ્દે સરકારને હાઇકોર્ટે સૂચન કર્યું હતું.
દંડ કરવા મુદ્દે હાઈકોર્ટનું સૂચન
દંડ કરવા મુદ્દે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ તોડનાર વાહન ચાલકને હાર્ડ કોપી ચલણ આપવામાં આવે છે, જેની જગ્યાએ ઈ-ચલણ આપવું જોઈએ. ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યાઓ હોય ત્યાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને ઈ ચલણ શરૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. અમને હજૂ પણ હેલ્મેટ મુદ્દે કોઈ જાગૃતતા જોવા મળી રહી નથી. દિલ્હી અને દેહરાદૂનમાં કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વિના જોવા નથી મળતુ. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઈકોર્ટે વિગતો માગી છે. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ હોય તો ભરતીના રોડ મેપ સાથે વિગત આપવા જણાવાયું છે.