Ahmedabadમાં ધોળકાની મારુતિનંદન શાળામાં વાલીઓનો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ધોળકાની શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો. ધોળકાની કોઠા ગામની મારુતિનંદન શાળાના સંચાલકો મનમાન ફી ઉઘરાવતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો. વિદ્યાર્થીઓ માટે પાણી નથી અને સ્કૂલના શિક્ષકો માટે પાણી ના કૂલરની સુવિધા મળતા વાલીઓ રોષે ભરાયા છે. તગડી ફી વસૂલતી શાળા સુવિધા ના આપતા વાલીઓએ મારુતિનંદન શાળાના સંચાલકોને ફરિયાદ કરી.
વાલીઓ ચોંકી ઉઠયા
ધોળકા તાલુકાના કોઠ ગામની શાળા વિવાદમાં આવી. કોઠાની શ્રી મારુતિનંદન ચેરીટેબલ સંચાલિત સંસ્કાર પ્રાયમરી સ્કૂલના સંચાલકો સામે વાલીઓ રોષે ભરાયા. શાળા તગડી ફી વસૂલે છે છતાં સુવિધા અને સલામતીનો અભાવ જોવા મળ્યો. પાણી જેવી સામાન્ય જરૂરિયાત પણ શાળા પૂર્ણ કરી શકતી નથી. શાળાએ આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં જ પાણી પીતા હોય છે. પરંતુ શાળાનું પાણી બેસ્વાદ લાગતા વિદ્યાર્થીઓ પાણી પીવાનું ટાળવા લાગ્યા. આથી વાલીઓએ શાળામાં તપાસ કરી. શાળાની પાણીની ટાંકીની ચકાસણી કરતાં વાલીઓ પણ ચોંકી ગયા. કારણ કે પાણીની ટાંકીમાં જીવાત અને દેડકા તરતા દેખાયા તેમજ પાણી ખાસ્સુ ડ્હોળું હોવાનું જોવા મળ્યું.આ ઉપરાંત વિદ્યાર્થિની લઈ જતી સ્કૂલબસની હાલત પણ બહુ ખરાબ છે.
બિસ્માર હાલતમાં શાળા
મારુતિનંદન શાળા વિદ્યાર્થીઓને પૂરતી પાણી જેવી સામાન્ય સુવિધા પણ પૂરી પાડી શકતી નથી તેમજ 19 વર્ષ જૂની સ્કૂલ બસમાં બાળકો મુસાફરી કરતાં મોટો અકસ્માત થવાનો પણ ભય રહે છે. વિદ્યાર્થીઓ જે બેંચ પર બેસી અભ્યાસ કરતા હોય છે તે બેંચિસોની પણ તૂટેલી હાલત છે. સ્કૂલના લાઈટના બોર્ડ પણ તૂટેલી હાલત માં જોવા મળ્યા. સ્કૂલમાં રૂમ હોવા છતાં વિદ્યાર્થીઓને બહાર બેસવાનો વારો આવ્યો છે.સ્કૂલમાં છતને પણ કાણા પડી ગયા છે. સ્કૂલની રૂમમાં બારીઓ, સીસીટીવી કેમેરા કે ફાયર સેફ્ટીના સાધનો નથી. શાળામાં સુવિધા અધધ... અભાવ છે છતાં પણ સંચાલકો તગડી ફી લઈ રહ્યા છે.
સંચાલકોને કરી ફરીયાદ
વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને પડતી સમસ્યાને લઈને શાળા સંચાલકોને અનેક વખત રજૂઆત કરાઈ. વાલીઓએ શાળા સંચાલકોને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ આપવા સ્કૂલના સંચાલકો ને લેખિત અરજી કરી છતાં કોઈ વ્યવસ્થા ના કરાઈ અને કોઈ નક્કર પગલાં ના લેવાતા આજે વાલીઓએ શાળા પર હલ્લો બોલાવ્યો.
What's Your Reaction?






