Ahmedabadમાં કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડનો આતંક, રૂ. 61.21 લાખના સોનાના બિસ્કિટ કાંડમાં વેપારી પર લોખંડની પાઇપથી હુમલો!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં કુખ્યાત કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડ અને તેના પિતા દિલીપ રાઠોડની ગુંડાશાહીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપીને ફરિયાદી પાસેથી રૂ. 61.21 લાખ મેળવી લીધા બાદ નાણાં કે સોનું પરત ન આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદીએ આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોવાની જાણ થતાં જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને અસારવા ખાતે બોલાવી લોહિયાળ હુમલો કર્યો હતો.
અસારવામાં દ્વારકાધીશ હોટલ પાસે ઘેરીને લોખંડની પાઇપ વડે હુમલો કરાયો
ઘટનાની વિગત મુજબ, 5 ઓક્ટોબરની રાત્રે ફરિયાદીને અસારવા સ્થિત દ્વારકાધીશ હોટલ પાસે બોલાવવામાં આવ્યો હતો. ત્યાં આદિત્ય રાઠોડ, તેના પિતા દિલીપ રાઠોડ અને એક અજાણ્યા શખ્સે ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ ત્રણેય જણાએ ફરિયાદી પર હુમલો કરી લોખંડની પાઇપ વડે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા હાથની આંગળીઓ મચકોડી નાખી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સે ફરિયાદીની થાર કારના કાચમાં પાઇપ મારીને ભારે તોડફોડ કરી હતી અને આદિત્ય રાઠોડે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, હુમલો, તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આદિત્ય રાઠોડ, દિલીપ રાઠોડ અને તેમના અજાણ્યા સાથીદાર સામે કાયદાકીય તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો : Weather Update : ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ બેવડી ઋતુનો અનુભવ, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

