Ahmedabadના સાણંદમાં ખેતરની વચ્ચે ફસાયેલા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

રુપાવટી ગામે ખેતરમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરાયું ઢોરઢાંખર, ઘરવખરી અન્ય સ્થળે ખસેડવા વ્યવસ્થા કરાઇ વિકટ પરિસ્થિતિમાં વ્હારે આવ્યું વહીવટી તંત્ર અમદાવાદના સાણંદ ખાતે ખેતરમાં 150થી વધુ સ્થાનિકો ફસાતા તંત્ર દ્રારા તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.અમદાવાદના સાણંદના રૂપાવટી ગામે ખેતરમાં ફસાયા હતા 150થી વધુ લોકો,તમામને હાલ સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે,વાદી સમુદાયના નાગરિકો, તેમના માલ-ઢોર અને ઘરવખરી અન્ય સ્થળે ખસેડવા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ છે સાથે સાથે વરસતા વરસાદમાં દેવદૂત બનીને આવેલા વહીવટીતંત્રનો સ્થાનિકોએ આભાર માન્યો છે. સાણંદમાં આ વખતે વાવેતર વધ્યું ચાલુ ચોમાસામાં સાણંદ તાલુકામાં ગત વર્ષના ઓગસ્ટના વાવેતર કરતાં આ વર્ષે 2630 હેક્ટરમાં વાવેતર વધ્યું છે. ત્યારે ચાલુ સિઝનમાં સાણંદ તાલુકામાં 29.85% વરસાદ થયો છે. જો કે આગામી 15-20 દિવસમાં સારો વરસાદ થાય તો શાકભાજી, જુવાર, ઘાસચારો , દિવેલા , મગ, તુવેર વગેરે પાકોના વાવેતરમાં વધારો થવાની શકતાઓ છે. આ અંગે સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ સાણંદ તાલુકામાં ચાલુ વર્ષે 8 ઓગસ્ટ સુધીમાં ખરીફ પાકોનું વાવેતર 47970 હેક્ટર જમીનમાં થયું છે. જયારે ગત વર્ષ 2023ના 3 ઓગસ્ટ સુધીમાં 45340 હેક્ટરમાં વાવેતર થયું હતું. લોકોનું સ્થળાંતર કરાયું રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.તદ અનુસાર સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૪૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ ૬૩.૩૬ મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે. 6977 ગામોમાં સ્થિતિ પૂર્વવત થઈ સમગ્ર રાજ્યમાં ૭૦૦૯ ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી ૬૯૭૭ ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે.એટલું જ નહીં ૬૦૯૦ વીજ પોલને થયેલા નુકસાનમાંથી ૫૯૬૧ રીપેર કરી દેવાયા છે.મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.  

Ahmedabadના સાણંદમાં ખેતરની વચ્ચે ફસાયેલા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રુપાવટી ગામે ખેતરમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરાયું
  • ઢોરઢાંખર, ઘરવખરી અન્ય સ્થળે ખસેડવા વ્યવસ્થા કરાઇ
  • વિકટ પરિસ્થિતિમાં વ્હારે આવ્યું વહીવટી તંત્ર

અમદાવાદના સાણંદ ખાતે ખેતરમાં 150થી વધુ સ્થાનિકો ફસાતા તંત્ર દ્રારા તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.અમદાવાદના સાણંદના રૂપાવટી ગામે ખેતરમાં ફસાયા હતા 150થી વધુ લોકો,તમામને હાલ સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે,વાદી સમુદાયના નાગરિકો, તેમના માલ-ઢોર અને ઘરવખરી અન્ય સ્થળે ખસેડવા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ છે સાથે સાથે વરસતા વરસાદમાં દેવદૂત બનીને આવેલા વહીવટીતંત્રનો સ્થાનિકોએ આભાર માન્યો છે.

સાણંદમાં આ વખતે વાવેતર વધ્યું

ચાલુ ચોમાસામાં સાણંદ તાલુકામાં ગત વર્ષના ઓગસ્ટના વાવેતર કરતાં આ વર્ષે 2630 હેક્ટરમાં વાવેતર વધ્યું છે. ત્યારે ચાલુ સિઝનમાં સાણંદ તાલુકામાં 29.85% વરસાદ થયો છે. જો કે આગામી 15-20 દિવસમાં સારો વરસાદ થાય તો શાકભાજી, જુવાર, ઘાસચારો , દિવેલા , મગ, તુવેર વગેરે પાકોના વાવેતરમાં વધારો થવાની શકતાઓ છે. આ અંગે સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ સાણંદ તાલુકામાં ચાલુ વર્ષે 8 ઓગસ્ટ સુધીમાં ખરીફ પાકોનું વાવેતર 47970 હેક્ટર જમીનમાં થયું છે. જયારે ગત વર્ષ 2023ના 3 ઓગસ્ટ સુધીમાં 45340 હેક્ટરમાં વાવેતર થયું હતું.


લોકોનું સ્થળાંતર કરાયું

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.તદ અનુસાર સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૪૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ ૬૩.૩૬ મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે.

6977 ગામોમાં સ્થિતિ પૂર્વવત થઈ

સમગ્ર રાજ્યમાં ૭૦૦૯ ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી ૬૯૭૭ ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે.એટલું જ નહીં ૬૦૯૦ વીજ પોલને થયેલા નુકસાનમાંથી ૫૯૬૧ રીપેર કરી દેવાયા છે.મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.