Ahmedabadના શહેરીજનો થોડા દિવસો આકાશી નજારાની નહી માણી શકે મજા, વાંચો સ્ટોરી
અમદાવાદ શહેરમા રિવરફ્રન્ટથી સાયન્સસિટી સુધી જોય રાઈડની મજા શહેરીજનો નહી માણી શકે કેમકે,હેલિકોપ્ટરને મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે માટે અચોક્કસ મુદત માટે જોય રાઈડ બંધ રહેશે,અંદાજિત 15 દિવસથી વધુ સમય સુધી આ જોય રાઈડ બંધ રહી શકે છે,જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાયું છે તે લોકોને રિફંડ પરત આપવામાં આવશે.8 મિનિટની એક રાઈડ માટે વ્યક્તિ દીઠ ચાર્જ રૂ.2500 છે. અમદાવાદમાં થાય છે જોય રાઈડની સવારી અમદાવાદ શહેરમાં અમદાવાદનો નજારો માણવા માટે જોય રાઈડની હેલિકોપ્ટર મારફતે સુવિધા ઉભી કરવામાં આવી છે અને આ જોય રાઈડની મુસાફરી અમદાવાદીઓ તેમજ ગુજરાતના લોકો કરી રહ્યા છે.તેના માટે એડવાન્સ બુકિંગ ઓનલાઈન કરાવાનું રહેતું હોય છે,પરંતુ આ જોય રાઈડ માટે ઉપયોગમાં લેવાતું હેલિકોપ્ટર મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે અને તે કયારે પાછુ આવશે તેને લઈ કોઈ તારીખ કે સમય અપાયો નથી માટે અમદાવાદીઓ થોડાક સમય માટે જોય રાઈડની મજા માણી શકશે નહી. રિવરફ્રન્ટથી રાઈડની થાય છે શરૂઆત આ રાઈડની શરૂઆત અમદાવાદના રિવરફ્રન્ટ ચંદ્રનગર ખાતેથી થાય છે,જેમાં 8 મિનીટ સુધી રિવરફ્રન્ટથી સાયન્સસિટીનો રાઉન્ડ મરાવવામાં આવે છે,જેમાં શહેરીજનો હેલિકોપ્ટરમાં બેસીને આ સવારીની મજા માણી શકે છે.અગાઉ વરસાદી માહોલ અને ખરાબ વાતાવરણ હોવાથી જોય રાઈ બંધ રખાઈ છે.હેલિકોપ્ટરમાં સર્વિસ તેમજ અન્ય સ્પેરપાર્ટ બદલાવને લઈ હાલ તેને મેન્ટેનન્સ માટે મોકલી આપવામાં આવ્યું છે.આ રાઈડ અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે ચલાવવામાં આવે છે. એડવાન્સ બુકિંગ કરાવનારને રિફંડ અપાશે એરોટ્રાન્સ કંપની દ્વારા દર શનિ અને રવિવારે ચાલતી જોઈરાઈડનું ફક્ત ઓનલાઇન જ બુકિંગ થાય છે જેનો શહેરીજનો દ્વારા સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જોકે હાલમાં આ રાઈડ બંધ હોવાથી જે પેસેન્જરોએ ઓનલાઇન એડવાન્સમાં બુકિંગ કર્યું છે તેમને પૂરું રીફંડ આપી દેવાશે. અથવા તો બીજી તારીખ માં રાઈડ એક્સચેન્જ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમા રિવરફ્રન્ટથી સાયન્સસિટી સુધી જોય રાઈડની મજા શહેરીજનો નહી માણી શકે કેમકે,હેલિકોપ્ટરને મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે માટે અચોક્કસ મુદત માટે જોય રાઈડ બંધ રહેશે,અંદાજિત 15 દિવસથી વધુ સમય સુધી આ જોય રાઈડ બંધ રહી શકે છે,જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાયું છે તે લોકોને રિફંડ પરત આપવામાં આવશે.8 મિનિટની એક રાઈડ માટે વ્યક્તિ દીઠ ચાર્જ રૂ.2500 છે.
અમદાવાદમાં થાય છે જોય રાઈડની સવારી
અમદાવાદ શહેરમાં અમદાવાદનો નજારો માણવા માટે જોય રાઈડની હેલિકોપ્ટર મારફતે સુવિધા ઉભી કરવામાં આવી છે અને આ જોય રાઈડની મુસાફરી અમદાવાદીઓ તેમજ ગુજરાતના લોકો કરી રહ્યા છે.તેના માટે એડવાન્સ બુકિંગ ઓનલાઈન કરાવાનું રહેતું હોય છે,પરંતુ આ જોય રાઈડ માટે ઉપયોગમાં લેવાતું હેલિકોપ્ટર મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે અને તે કયારે પાછુ આવશે તેને લઈ કોઈ તારીખ કે સમય અપાયો નથી માટે અમદાવાદીઓ થોડાક સમય માટે જોય રાઈડની મજા માણી શકશે નહી.
રિવરફ્રન્ટથી રાઈડની થાય છે શરૂઆત
આ રાઈડની શરૂઆત અમદાવાદના રિવરફ્રન્ટ ચંદ્રનગર ખાતેથી થાય છે,જેમાં 8 મિનીટ સુધી રિવરફ્રન્ટથી સાયન્સસિટીનો રાઉન્ડ મરાવવામાં આવે છે,જેમાં શહેરીજનો હેલિકોપ્ટરમાં બેસીને આ સવારીની મજા માણી શકે છે.અગાઉ વરસાદી માહોલ અને ખરાબ વાતાવરણ હોવાથી જોય રાઈ બંધ રખાઈ છે.હેલિકોપ્ટરમાં સર્વિસ તેમજ અન્ય સ્પેરપાર્ટ બદલાવને લઈ હાલ તેને મેન્ટેનન્સ માટે મોકલી આપવામાં આવ્યું છે.આ રાઈડ અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે ચલાવવામાં આવે છે.
એડવાન્સ બુકિંગ કરાવનારને રિફંડ અપાશે
એરોટ્રાન્સ કંપની દ્વારા દર શનિ અને રવિવારે ચાલતી જોઈરાઈડનું ફક્ત ઓનલાઇન જ બુકિંગ થાય છે જેનો શહેરીજનો દ્વારા સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જોકે હાલમાં આ રાઈડ બંધ હોવાથી જે પેસેન્જરોએ ઓનલાઇન એડવાન્સમાં બુકિંગ કર્યું છે તેમને પૂરું રીફંડ આપી દેવાશે. અથવા તો બીજી તારીખ માં રાઈડ એક્સચેન્જ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.