Ahmedabadના મીઠાખડીમાં એક સાથે 5 દુકાનોના તૂટયા તાળા, ઠંડીમાં તસ્કરો થયા સક્રિય
અમદાવાદમાં પોલીસના પેટ્રોલિંગના દાવા છે તેમ છતા ચોરીની ઘટનાઓ બની રહી છે,નવરંગપુર જેવા પોશ વિસ્તારમાં એક સાથે 5 દુકાનોના તાળા તૂટતા પોલીસ પણ દોડતી થઈ છે,મીઠાખડીના એક કોમ્પ્લેક્ષસમાં આ ચોરીની ઘટના બની હોવાની વાત સામે આવી છે.દુકાનદારોનું કહેવું છે કે,10 નવેમ્બરના રોજ પણ એક સાથે 10 દુકાનોના તાળા તૂટયા હતા. એક સાથે 5 દુકાનોના તાળા તૂટ્યા ઠંડીની સિઝન શરૂ થવાની સાથે જ ચોરીની ઘટનાઓ બનવાની શરૂઆત થઈ છે,અમદાવાદના નવરંગપુરમાં આવેલા મીઠાખડીમાં એક સાથે 5 દુકાનોના તાળા તૂટયા છે,આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે,ગઈકાલે રાત્રે જ આ ચોરીની ઘટના બની હોવાની વાત સામે આવી છે,વેપારીઓ સવારે દુકાને આવ્યા ત્યારે સામે આવ્યું કે ચોરીની ઘટના બની છે,પોલીસે સીસીટીવી જપ્ત કરી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે અને કામગીરી હાથધરી છે. અગાઉ પણ તૂટયા હતા દુકાનોના તાળા વેપારીઓનું કહેવું છે કે,10 નવેમ્બરના રોજ પણ એક સાથે 10 દુકાનોના તાળા તૂટયા છે,પોલીસને જાણ છે તેમ છત્તા કાર્યવાહી બરોબર કરવામાં આવતી નથી તેવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે સાથે સાથે પોલીસે પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવું જોઈએ જો પેટ્રોલિંગ વધારવામાં નહી આવે તો આગામી સમયમાં પણ અન્ય દુકાનોના તાળા તૂટે તો નવાઈ નહી,પોલીસ પણ ઠંડીમાં ઠરી ગઈ છે કે શું તેને લઈ વેપારીઓમાં ગણગણાટ શરૂ થયો છે. ઠોસ કામગીરીની વેપારીઓએ કરી વેપારીઓનો ગુસ્સો હાલમાં બહુ છે કેમકે ગઈકાલે જે ચોરી થઈ તેની સિવાય પણ અગાઉ દુકાનોના તાળા તૂટયા છે,પોલીસ જરા પેટ્રોલિંગ વધારે કરો કેમકે જનતાના તમે રક્ષક છો,જો તમે પેટ્રોલિંગ બરોબર નહી કરો તો આવા તસ્કરો તમને ખુલ્લો પડકાર આપતા રહેશે અને તમે તેમને શોધતા જ રહેશો,માટે 365 દિવસ બરોબર પેટ્રોલિંગ થવું જોઈએ,હાલમાં પોલીસે વેપારીઓની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે અને અલગ-અલગ જગ્યાના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પોલીસના પેટ્રોલિંગના દાવા છે તેમ છતા ચોરીની ઘટનાઓ બની રહી છે,નવરંગપુર જેવા પોશ વિસ્તારમાં એક સાથે 5 દુકાનોના તાળા તૂટતા પોલીસ પણ દોડતી થઈ છે,મીઠાખડીના એક કોમ્પ્લેક્ષસમાં આ ચોરીની ઘટના બની હોવાની વાત સામે આવી છે.દુકાનદારોનું કહેવું છે કે,10 નવેમ્બરના રોજ પણ એક સાથે 10 દુકાનોના તાળા તૂટયા હતા.
એક સાથે 5 દુકાનોના તાળા તૂટ્યા
ઠંડીની સિઝન શરૂ થવાની સાથે જ ચોરીની ઘટનાઓ બનવાની શરૂઆત થઈ છે,અમદાવાદના નવરંગપુરમાં આવેલા મીઠાખડીમાં એક સાથે 5 દુકાનોના તાળા તૂટયા છે,આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે,ગઈકાલે રાત્રે જ આ ચોરીની ઘટના બની હોવાની વાત સામે આવી છે,વેપારીઓ સવારે દુકાને આવ્યા ત્યારે સામે આવ્યું કે ચોરીની ઘટના બની છે,પોલીસે સીસીટીવી જપ્ત કરી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે અને કામગીરી હાથધરી છે.
અગાઉ પણ તૂટયા હતા દુકાનોના તાળા
વેપારીઓનું કહેવું છે કે,10 નવેમ્બરના રોજ પણ એક સાથે 10 દુકાનોના તાળા તૂટયા છે,પોલીસને જાણ છે તેમ છત્તા કાર્યવાહી બરોબર કરવામાં આવતી નથી તેવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે સાથે સાથે પોલીસે પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવું જોઈએ જો પેટ્રોલિંગ વધારવામાં નહી આવે તો આગામી સમયમાં પણ અન્ય દુકાનોના તાળા તૂટે તો નવાઈ નહી,પોલીસ પણ ઠંડીમાં ઠરી ગઈ છે કે શું તેને લઈ વેપારીઓમાં ગણગણાટ શરૂ થયો છે.
ઠોસ કામગીરીની વેપારીઓએ કરી
વેપારીઓનો ગુસ્સો હાલમાં બહુ છે કેમકે ગઈકાલે જે ચોરી થઈ તેની સિવાય પણ અગાઉ દુકાનોના તાળા તૂટયા છે,પોલીસ જરા પેટ્રોલિંગ વધારે કરો કેમકે જનતાના તમે રક્ષક છો,જો તમે પેટ્રોલિંગ બરોબર નહી કરો તો આવા તસ્કરો તમને ખુલ્લો પડકાર આપતા રહેશે અને તમે તેમને શોધતા જ રહેશો,માટે 365 દિવસ બરોબર પેટ્રોલિંગ થવું જોઈએ,હાલમાં પોલીસે વેપારીઓની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે અને અલગ-અલગ જગ્યાના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.