Ahmedabadના બોડકદેવમાં ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલ સંચાલકે સ્યુસાઈડ નોટ લખી કર્યો આપઘાત
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ફલોરસન્ટ પબ્લિક સ્કૂલ સંચાલકે બોડકદેવ વિસ્તારમાં આવેલી તેમની ઓફીસમાં આપઘાત કરી દીધો છે,મૃતક નરેશ પટેલ પાસેથી 18 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે,પાંચ ભાગીદારો સાથે નાણાકીય લેવડદેવડમાં આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.બોડકદેવ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. બોડકદેવ ખાતે આવેલી ઓફિસમા કર્યો આપઘાત બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ પોલીસને મળ્યો હતો જેમાં સામે આવ્યું કે,એક વ્યકિતએ તેમની ઓફીસમાં આપઘાત કર્યો છે,પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે વાત સામે આવી કે નરેશ પટેલે આપઘાત કર્યો છે,ત્યારે પોલીસને મૃતક પાસેથી 18 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.પાંચ કરોડ રૂપિયા ચૂકવી દીધા તેમ છત્તા ભાગીદારો રૂપિયાની માંગણી કરતા હતા તેવી વાત સ્યુસાઈડ નોટમાં લખેલી મળી આવી છે.ત્યારે પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પીએમ અર્થે મોકલી આપ્યો છે. ભાગીદારો મોત માટે જવાબદાર હોવાનો ઉલ્લેખ મૃતક નરેશ પટેલ સ્કૂલના સંચાલક છે અને તેમને સાઈડમાં અન્ય વેપાર પણ ચાલતો હતો,ભાગીદારી માટે તેમણે અન્ય ભાગીદારાનો રૂપિયા પાંચ કરોડ ચૂકવી દીધા હતા તેમ છત્તા ઉઘરાણી ચાલુ હતી તેને લઈ અનેકવાર મિટીંગો પણ કરી હતી પરંતુ મૃતક પાસે તો પણ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી.મૃતકે સ્યુસાઈડ નોટમાં જમીન,ફલેટ અને પ્રોપર્ટીની માહિતી પણ લખી છે.બોડકદેવ પોલીસે સ્યુસાઈડ નોટ અને મોબાઈલના આધારે વધુ માહિતી હાથધરી છે. પોલીસ મૃતકને ન્યાય અપાવશે ? ટાઈમ્સ સ્કવેર બિલ્ડિંગમાં આવેલી ઓફિસે ગયા હતા.તેમની સ્કૂલમાં નોકરી કરતા મહેશ માધુકિયા ઓફિસે પહોંચ્યા ત્યારે દરવાજો બહારથી બંધ હતો. કાચમાંથી જોયું તો નરેશ પટેલ ગળાફાંસો ખાઈ લટકતા હતા.તરત તેમણે તેમની પત્નીને જાણ કરી હતી. એ પછી પોલીસે દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પંખા સાથે સફેદ કપડું બાંધી આપઘાત કર્યો હતો.બોડકદેવ પોલીસ સમગ્ર ઘટનામાં કંઈક છૂપાવી રહી હોય તેવી લોકચર્ચા જાગી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ફલોરસન્ટ પબ્લિક સ્કૂલ સંચાલકે બોડકદેવ વિસ્તારમાં આવેલી તેમની ઓફીસમાં આપઘાત કરી દીધો છે,મૃતક નરેશ પટેલ પાસેથી 18 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે,પાંચ ભાગીદારો સાથે નાણાકીય લેવડદેવડમાં આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.બોડકદેવ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.
બોડકદેવ ખાતે આવેલી ઓફિસમા કર્યો આપઘાત
બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ પોલીસને મળ્યો હતો જેમાં સામે આવ્યું કે,એક વ્યકિતએ તેમની ઓફીસમાં આપઘાત કર્યો છે,પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે વાત સામે આવી કે નરેશ પટેલે આપઘાત કર્યો છે,ત્યારે પોલીસને મૃતક પાસેથી 18 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.પાંચ કરોડ રૂપિયા ચૂકવી દીધા તેમ છત્તા ભાગીદારો રૂપિયાની માંગણી કરતા હતા તેવી વાત સ્યુસાઈડ નોટમાં લખેલી મળી આવી છે.ત્યારે પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પીએમ અર્થે મોકલી આપ્યો છે.
ભાગીદારો મોત માટે જવાબદાર હોવાનો ઉલ્લેખ
મૃતક નરેશ પટેલ સ્કૂલના સંચાલક છે અને તેમને સાઈડમાં અન્ય વેપાર પણ ચાલતો હતો,ભાગીદારી માટે તેમણે અન્ય ભાગીદારાનો રૂપિયા પાંચ કરોડ ચૂકવી દીધા હતા તેમ છત્તા ઉઘરાણી ચાલુ હતી તેને લઈ અનેકવાર મિટીંગો પણ કરી હતી પરંતુ મૃતક પાસે તો પણ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી.મૃતકે સ્યુસાઈડ નોટમાં જમીન,ફલેટ અને પ્રોપર્ટીની માહિતી પણ લખી છે.બોડકદેવ પોલીસે સ્યુસાઈડ નોટ અને મોબાઈલના આધારે વધુ માહિતી હાથધરી છે.
પોલીસ મૃતકને ન્યાય અપાવશે ?
ટાઈમ્સ સ્કવેર બિલ્ડિંગમાં આવેલી ઓફિસે ગયા હતા.તેમની સ્કૂલમાં નોકરી કરતા મહેશ માધુકિયા ઓફિસે પહોંચ્યા ત્યારે દરવાજો બહારથી બંધ હતો. કાચમાંથી જોયું તો નરેશ પટેલ ગળાફાંસો ખાઈ લટકતા હતા.તરત તેમણે તેમની પત્નીને જાણ કરી હતી. એ પછી પોલીસે દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પંખા સાથે સફેદ કપડું બાંધી આપઘાત કર્યો હતો.બોડકદેવ પોલીસ સમગ્ર ઘટનામાં કંઈક છૂપાવી રહી હોય તેવી લોકચર્ચા જાગી છે.