Ahmedabadના નારોલમાં પોલીસની હાજરીમાં જ મહિલા પર હિંસક હુમલો, હુમલાખોરોએ મહિલાના 3 દાંત તોડ્યા અને વાહનોમાં કરી તોડફોડ

May 1, 2026 - 01:30
Ahmedabadના નારોલમાં પોલીસની હાજરીમાં જ મહિલા પર હિંસક હુમલો, હુમલાખોરોએ મહિલાના 3 દાંત તોડ્યા અને વાહનોમાં કરી તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી બાગે શિફા સોસાયટી પાસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. એક અકસ્માત મામલે વચ્ચે પડવાની ના પાડતા ઉશ્કેરાયેલા આયશાબાનુ, રેહાન, સાજીદખાન અને ઓસામા નામના શખ્સોએ હુસેનાબાનુ પઠાણ અને તેમના પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. આરોપ છે કે 4 થી 5 શખ્સો લાકડીઓ અને દંડા લઈને તૂટી પડ્યા હતા. આ હુમલામાં હુસેનાબાનુને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના ત્રણ દાંત તૂટી ગયા હતા.

અકસ્માતની અદાવતમાં મહિલા પર જીવલેણ હુમલો

ચોંકાવનારી વિગત એ છે કે આ સમગ્ર મારામારી પોલીસની PCR વાનની હાજરીમાં જ થઈ હતી. પોલીસની હાજરી હોવા છતાં હુમલાખોરોએ બેફામ બનીને હુસેનાબાનુની બહેન મુસ્કાનબાનુ અને પાડોશી મુબીનાબાનુ પર પણ હુમલો કર્યો હતો. આટલેથી ન અટકતા, હુમલાખોરોએ ઘરની બહાર પાર્ક કરેલા વાહનો અને મકાનની બારીઓના કાચમાં તોડફોડ મચાવી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર

હિંસક હુમલો કર્યા બાદ આરોપીઓ ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. નારોલ પોલીસે આ મામલે હુસેનાબાનુ પઠાણની ફરિયાદના આધારે આયશાબાનુ સહિતના તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની હાજરીમાં થયેલા આ હુમલાના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0