Ahmedabadના નારોલમાં ગેસ ગળતર બાદ કંપનીના માલિક વિનોદ અગ્રવાલની પોલીસે કરી ધરપકડ

ગઈકાલે અમદાવાદના નારોલમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત થયા હતા જયારે ઈજાગ્રસ્ત 7 કર્મચારીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેઓ હજી પણ સારવાર હેઠળ છે ત્યારે નારોલ પોલીસ આ સમગ્ર ઘટનાને લઈ દેવી સિન્થેટિક કંપનીના માલિકની ધરપકડ કરી છે. ગેસ ગળતરથી મોત બાદ કાર્યવાહી નારોલ ગેસ ગળતરને લઈ પોલીસે તપાસ તેજ કરી છે,કંપનીના માલિક વિનોદ અગ્રવાલની ધરપકડ કરી છે.કર્મચારીઓની સુરક્ષામાં બેદરકારીને લઈ પોલીસે કાર્યવાહી કરી છે.આ ઘટનામાં સુપરવાઈઝર મંગલસિંહ હાલમાં બીમાર છે અને તબિયત સારી થયા બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવશે.FSLઅને GPCBએ ફેકટરી પાસે રિપોર્ટ માંગ્યા છે,અને રીપોર્ટ બાદ પણ પોલીસ વધુ ખુલાસા કરે તેવી શકયતાઓ રહેલી છે.સેફ્ટી ના સાધનોનો ઉપયોગ થયો ન હોવાની વાત પણ સામે આવી છે.વટવાથી કેમિકલ આવ્યું હોવાની વાત સામે આવી છે.શું હતો સમગ્ર કેસ નારોલમાં દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે, બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતાં ફયુમના કારણે જે માણસો કામ કરતા હતા એ લોકોને ગેસની અસર થતા બેભાન થઈને ઢળી પડયા હતા તો સાથે સાથે બે લોકોને તો સારવાર મળે તે પહેલા જ મોત થયા હતા,ફેકટરીમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી પડી હતી.આ ઘટનામાં અસલાલી ફાયર સ્ટેશન ટીમ, 1 સ્ટેશન ઓફિસર, 1 ડીવીઝનલ ઓફિસર, 1 સબ ઓફિસર , 10 ફાયર ફાઇટર જવાન,ઈમરજન્સી વાન અને RIV વ્હીકલ સ્થળ પર પહોંચ્યું હતુ. પ્રાથમિક સારવાર હેઠળ ખસેડાયેલાની યાદી મફુઝ અંસારી 42 વર્ષ મહેન્દ્રભાઈ 50 વર્ષ ઇશાદ ખાન 25 વર્ષ મંગલ સિંઘ 56 વર્ષ અશોકભાઈ 56 વર્ષ માલજીભાઈ 59 વર્ષ લવકુશ 32 વર્ષ કમલ યાદવ 25 વર્ષ ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ? ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહી.બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહી.  

Ahmedabadના નારોલમાં ગેસ ગળતર બાદ કંપનીના માલિક વિનોદ અગ્રવાલની પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઈકાલે અમદાવાદના નારોલમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત થયા હતા જયારે ઈજાગ્રસ્ત 7 કર્મચારીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેઓ હજી પણ સારવાર હેઠળ છે ત્યારે નારોલ પોલીસ આ સમગ્ર ઘટનાને લઈ દેવી સિન્થેટિક કંપનીના માલિકની ધરપકડ કરી છે.

ગેસ ગળતરથી મોત બાદ કાર્યવાહી

નારોલ ગેસ ગળતરને લઈ પોલીસે તપાસ તેજ કરી છે,કંપનીના માલિક વિનોદ અગ્રવાલની ધરપકડ કરી છે.કર્મચારીઓની સુરક્ષામાં બેદરકારીને લઈ પોલીસે કાર્યવાહી કરી છે.આ ઘટનામાં સુપરવાઈઝર મંગલસિંહ હાલમાં બીમાર છે અને તબિયત સારી થયા બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવશે.FSLઅને GPCBએ ફેકટરી પાસે રિપોર્ટ માંગ્યા છે,અને રીપોર્ટ બાદ પણ પોલીસ વધુ ખુલાસા કરે તેવી શકયતાઓ રહેલી છે.સેફ્ટી ના સાધનોનો ઉપયોગ થયો ન હોવાની વાત પણ સામે આવી છે.વટવાથી કેમિકલ આવ્યું હોવાની વાત સામે આવી છે.

શું હતો સમગ્ર કેસ

નારોલમાં દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે, બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતાં ફયુમના કારણે જે માણસો કામ કરતા હતા એ લોકોને ગેસની અસર થતા બેભાન થઈને ઢળી પડયા હતા તો સાથે સાથે બે લોકોને તો સારવાર મળે તે પહેલા જ મોત થયા હતા,ફેકટરીમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી પડી હતી.આ ઘટનામાં અસલાલી ફાયર સ્ટેશન ટીમ, 1 સ્ટેશન ઓફિસર, 1 ડીવીઝનલ ઓફિસર, 1 સબ ઓફિસર , 10 ફાયર ફાઇટર જવાન,ઈમરજન્સી વાન અને RIV વ્હીકલ સ્થળ પર પહોંચ્યું હતુ.

પ્રાથમિક સારવાર હેઠળ ખસેડાયેલાની યાદી

મફુઝ અંસારી 42 વર્ષ

મહેન્દ્રભાઈ 50 વર્ષ

ઇશાદ ખાન 25 વર્ષ

મંગલ સિંઘ 56 વર્ષ

અશોકભાઈ 56 વર્ષ

માલજીભાઈ 59 વર્ષ

લવકુશ 32 વર્ષ

કમલ યાદવ 25 વર્ષ

ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ?

ગેસ ગળતર થાય ત્યારે બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહી.બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહી.