Ahmedabadના ઝોન-6માં તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલ વસ્તુઓ ફરિયાદીઓને કરાઈ પરત

ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુનામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદી/માલિકને તાત્કાલિક મળી જાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવેલ છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, ઇન્ચાર્જ સેક્ટર 2 નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા અને રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદીને તાત્કાલિક સોંપવા કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવ્યા હતા. ફરિયાદીને ફોન કરાયા પરત સામાન્ય રીતે પોતાના ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાના કારણે ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારના મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 26 કિંમત રૂ. 3,01,000/-, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 10 કિંમત રૂ. 1,59,000/-, વટવા પીઆઈ કુલદીપ ગઢવી, એમ.એસ.ત્રિવેદી તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 59 મોબાઈલ ફોન કિંમત રૂ. 7,59,000 ફરિયાદીઓને પરત કરાયા. પોલીસ સ્ટાફની હાજરીમાં મુદ્દામાલ પરત કરાયો જીઆઈડીસી વટવા પીઆઈ આર.એમ.પરમાર તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 09 મોબાઈલ ફોન કિંમત રૂ. 64,400/-, નારોલ પીઆઈ પરિમલ દેસાઈ તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 21 મોબાઈલ ફોન કિંમત રૂ. 4,32,000/-, કાગડાપીઠ પીઆઈ એસ. એ .પટેલ, આર.આર.સોલંકી દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 50, લેપટોપ 01 કિંમત રૂ. 9,88,000/- તથા દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 02 તથા ઇકો કાર 02, ઓટો રિક્ષા 01મળી, કુલ કિંમત રૂ. 6,95,000/- નો મુદ્દામાલ ટેકનિકલ સોર્સ આધારે વર્કઆઉટ કરી, મેળવી, કુલ મોબાઈલ ફોન 177, લેપટોપ 01, ઇકો કાર 02, ઓટો રિક્ષા 01 કુલ કિંમત રૂ. 33,98,000/- નો મુદ્દામાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફરિયાદી/અરજદારને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા કાર્યવાહી કરવામાં આવતા, ટૂંકા ગાળામાં ગુમ થયેલ મુદ્દામાલ ફરિયાદી/અરજદારને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સોંપવામાં આવેલ હતો. તેરા તુજકો અર્પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે ટૂંકા ગાળામાં ફરિયાદી/અરજદારને માતબર રકમના મોબાઈલ ફોન પરત કરવામાં આવતા, ફરિયાદી/અરજદાર ભાવ વિભોર થયા હતા અને વારંવાર ઝોન 06 પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી, સેવાનું ઉદાહરણ પૂરું પાડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.

Ahmedabadના ઝોન-6માં તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલ વસ્તુઓ ફરિયાદીઓને કરાઈ પરત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુનામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદી/માલિકને તાત્કાલિક મળી જાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવેલ છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, ઇન્ચાર્જ સેક્ટર 2 નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા અને રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદીને તાત્કાલિક સોંપવા કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવ્યા હતા.

ફરિયાદીને ફોન કરાયા પરત

સામાન્ય રીતે પોતાના ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાના કારણે ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારના મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 26 કિંમત રૂ. 3,01,000/-, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 10 કિંમત રૂ. 1,59,000/-, વટવા પીઆઈ કુલદીપ ગઢવી, એમ.એસ.ત્રિવેદી તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 59 મોબાઈલ ફોન કિંમત રૂ. 7,59,000 ફરિયાદીઓને પરત કરાયા.


પોલીસ સ્ટાફની હાજરીમાં મુદ્દામાલ પરત કરાયો

જીઆઈડીસી વટવા પીઆઈ આર.એમ.પરમાર તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 09 મોબાઈલ ફોન કિંમત રૂ. 64,400/-, નારોલ પીઆઈ પરિમલ દેસાઈ તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ 21 મોબાઈલ ફોન કિંમત રૂ. 4,32,000/-, કાગડાપીઠ પીઆઈ એસ. એ .પટેલ, આર.આર.સોલંકી દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 50, લેપટોપ 01 કિંમત રૂ. 9,88,000/- તથા દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત તથા સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલ કુલ મોબાઈલ ફોન 02 તથા ઇકો કાર 02, ઓટો રિક્ષા 01મળી, કુલ કિંમત રૂ. 6,95,000/- નો મુદ્દામાલ ટેકનિકલ સોર્સ આધારે વર્કઆઉટ કરી, મેળવી, કુલ મોબાઈલ ફોન 177, લેપટોપ 01, ઇકો કાર 02, ઓટો રિક્ષા 01 કુલ કિંમત રૂ. 33,98,000/- નો મુદ્દામાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફરિયાદી/અરજદારને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા કાર્યવાહી કરવામાં આવતા, ટૂંકા ગાળામાં ગુમ થયેલ મુદ્દામાલ ફરિયાદી/અરજદારને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સોંપવામાં આવેલ હતો.

તેરા તુજકો અર્પણ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે ટૂંકા ગાળામાં ફરિયાદી/અરજદારને માતબર રકમના મોબાઈલ ફોન પરત કરવામાં આવતા, ફરિયાદી/અરજદાર ભાવ વિભોર થયા હતા અને વારંવાર ઝોન 06 પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી, સેવાનું ઉદાહરણ પૂરું પાડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.