Agriculture News: રવી સિઝનમાં ખેડૂતો માટે સારા સમાચાર, પીયત માટે પાણી છોડાશે
રવી પાક માટે ખેડૂતોએ બધી તૈયારીઓ કરી લીધી છે અને તંત્ર દ્વારા પાણી ન હોવાના પરિપત્ર મોકલવામાં આવ્યાં હતાં તેવામાં ખેડૂતોનો રોષ વ્યાપક બને તે પહેલાં સરકાર રવી સીઝનમાં પીયત માટે પાણી છોડશે. પીયત માટે ખેડૂતોની માંગ પ્રમાણે પાણી છોડાશે. આપણાં દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે, જેમનો આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી ઘણાં પરિબળો ઉપર આધાર રાખે છે, જે પૈકી સૌથી મહત્વનું પરિબળ છે પાણી. વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબકકે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરીયાત રહે છે. પિયતની ચોકકસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું, બાજરી, કપાસ, મગફળીનું ત્રણ ગણું જયારે ઘંઉનું ઉત્પાદન ચાર ગણું થાય છે. તેથી રવી સિઝનમાં પીયત માટે ખેડૂતોની માગ પ્રમાણે રાજ્ય સરકાર પાણી છોડાશે.મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર રવી સિઝનમાં પીયત માટે ખેડૂતોની માંગ પ્રમાણે પાણી છોડાશે. રાજ્ય જળાશયોની સ્થિતિની જોઇ તો, જળાશયોમાં 97 ટકા કરતા વધુ પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર ડેમ 99 ટકા ભરાયેલો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 76 ટકા પાણીનો સંગ્રહ છે. મધ્ય અને દ. ગુજરાતના જળાશયોમાં 100% પાણી છે. કચ્છના 20 જળાશયોમાં 82 ટકા પાણીનો સંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 95 ટકા પાણીનો જથ્થો ઉપ્લબ્ધ છે. રાજ્યમાં જળાશયો માં 97 ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે.પીયત માટે ખેડૂતોની માંગ પ્રમાણે પાણી છોડાશે સરકાર રવી સીઝનમાં પીયત માટે પાણી છોડશે જળાશયોમાં 97 ટકા કરતા વધુ પાણીનો જથ્થો સરદાર સરોવર ડેમ 99 ટકા ભરાયો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 76 ટકા પાણી મધ્ય અને દ. ગુજરાતના જળાશયોમાં 100% પાણી કચ્છના 20 જળાશયોમાં 82 ટકા પાણી સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 95 ટકા પાણીખેડૂતોને સહાય પેકેજની જાહેરાતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગષ્ટ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૧૪૧૯.૬૨ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રૂ. ૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂ. ૩૨૨.૩૩ કરોડ ચૂકવાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રવી પાક માટે ખેડૂતોએ બધી તૈયારીઓ કરી લીધી છે અને તંત્ર દ્વારા પાણી ન હોવાના પરિપત્ર મોકલવામાં આવ્યાં હતાં તેવામાં ખેડૂતોનો રોષ વ્યાપક બને તે પહેલાં સરકાર રવી સીઝનમાં પીયત માટે પાણી છોડશે. પીયત માટે ખેડૂતોની માંગ પ્રમાણે પાણી છોડાશે.
આપણાં દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે, જેમનો આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી ઘણાં પરિબળો ઉપર આધાર રાખે છે, જે પૈકી સૌથી મહત્વનું પરિબળ છે પાણી. વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબકકે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરીયાત રહે છે. પિયતની ચોકકસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું, બાજરી, કપાસ, મગફળીનું ત્રણ ગણું જયારે ઘંઉનું ઉત્પાદન ચાર ગણું થાય છે. તેથી રવી સિઝનમાં પીયત માટે ખેડૂતોની માગ પ્રમાણે રાજ્ય સરકાર પાણી છોડાશે.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર રવી સિઝનમાં પીયત માટે ખેડૂતોની માંગ પ્રમાણે પાણી છોડાશે. રાજ્ય જળાશયોની સ્થિતિની જોઇ તો, જળાશયોમાં 97 ટકા કરતા વધુ પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર ડેમ 99 ટકા ભરાયેલો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 76 ટકા પાણીનો સંગ્રહ છે. મધ્ય અને દ. ગુજરાતના જળાશયોમાં 100% પાણી છે. કચ્છના 20 જળાશયોમાં 82 ટકા પાણીનો સંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 95 ટકા પાણીનો જથ્થો ઉપ્લબ્ધ છે. રાજ્યમાં જળાશયો માં 97 ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે.
- પીયત માટે ખેડૂતોની માંગ પ્રમાણે પાણી છોડાશે
- સરકાર રવી સીઝનમાં પીયત માટે પાણી છોડશે
- જળાશયોમાં 97 ટકા કરતા વધુ પાણીનો જથ્થો
- સરદાર સરોવર ડેમ 99 ટકા ભરાયો
- ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 76 ટકા પાણી
- મધ્ય અને દ. ગુજરાતના જળાશયોમાં 100% પાણી
- કચ્છના 20 જળાશયોમાં 82 ટકા પાણી
- સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 95 ટકા પાણી
ખેડૂતોને સહાય પેકેજની જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગષ્ટ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૧૪૧૯.૬૨ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રૂ. ૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂ. ૩૨૨.૩૩ કરોડ ચૂકવાશે.