Agriculture News: ગુજરાત સૌથી મોટું એરંડાનું ઉત્પાદક, ખેડૂતોને બિયારણો-ઓર્ગેનિક ખાતરની મળશે મદદ

ગુજરાતમાં એરંડાની ખેતી કરતાં 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરવા માટે હવે એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે વારે આવ્યું છે. જેનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવાં મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે. વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે.ગાંધીનગર ખાતે ત્રણ-દિવસીય એગ્રી એશિયા 2024 કાર્યક્રમ યોજાયોખેડૂતોને એરંડાની ડી-ઓઇલ્ડ કેક (ડીઓસી) (ખોળ) અને હાઇ-પ્રોટીન ડીઓસી મળશે, જે એરંડાના તેલની બાય પ્રોડક્ટ છે તથા તેનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર તરીકે કરી શકાય છે. ખેડૂતોને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર (એલએફઓએમ) પૂરા પાડવાની પણ યોજના બનાવામાં આવી છે. કેસ્ટર ડીઓસી અને એલએફઓએમ જમીનનું માળખું સુધારે છે, પાણી જાળવવાનું પ્રમાણ વધારે છે અને માઇક્રોબાયલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, જે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે જરૂરી છે. તે જમીનનું ધોવાણ પણ ઘટાડે છે અને જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો વધારે છે જેનાથી વધુ સારી પાકની ઉપજ તથા ગુણવત્તા મળે.ગાંધીનગર ખાતે ત્રણ-દિવસીય એગ્રી એશિયા 2024 એક્ઝિબિશનમાં ડો. ભરત પટેલે જણાવ્યું હતું કે, અમે એરંડાના ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો તથા ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને વધુ ઉપજ મેળવવા અને નફાકારકતા વધારવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જમીનના આરોગ્યમાં વધારો કરીને અને ખેડૂતોને વધુ સારા સંસાધનો સુલભ બનાવવાથી ઉત્પાદકતા તથા આવક બંનેમાં નોંધપાત્ર વધારો થાય છે. અમારો લાંબા ગાળાનો ઉદ્દેશ ગુજરાતના કૃષિ સમુદાયમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો અને વ્યાપક કૃષિ-ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.ગુજરાતમાં કુલ એરંડાના બીજનો એકર વિસ્તાર 7.24 લાખ હેક્ટર સુધી પહોંચ્યોગુજરાત એ ભારતનું સૌથી મોટું એરંડાનું ઉત્પાદક છે. વર્ષ 2023-24માં ગુજરાતમાં કુલ એરંડાના બીજનો એકર વિસ્તાર 7.24 લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે જે 2022-23માં 7.14 લાખ હેક્ટર કરતાં 1.4 ટકા વધ્યો છે. ઉત્પાદન પણ 2022-23માં 15.7 લાખ મેટ્રિક ટન (એમટી)થી વધીને 2023-24માં 16 લાખ એમટી સુધી પહોંચ્યું છે અને ઉપજ હેક્ટર દીઠ 2,196 કિલોગ્રામથી વધીને હેક્ટર દીઠ 2,206 કિલોગ્રામ થઈ છે. આમ,  ગુજરાત સૌથી મોટું એરંડાનું ઉત્પાદક કરી રહ્યું છે. એરંડાના ઉપજથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ થશે. જોકે ખેડૂતોએ એરંડાની ખેતી કરવા માટે નિષણાંતોની સલાહ લેવી વધુ જરૂરી છે.

Agriculture News: ગુજરાત સૌથી મોટું એરંડાનું ઉત્પાદક, ખેડૂતોને બિયારણો-ઓર્ગેનિક ખાતરની મળશે મદદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં એરંડાની ખેતી કરતાં 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરવા માટે હવે એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે વારે આવ્યું છે. જેનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવાં મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે. વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે.

ગાંધીનગર ખાતે ત્રણ-દિવસીય એગ્રી એશિયા 2024 કાર્યક્રમ યોજાયો

ખેડૂતોને એરંડાની ડી-ઓઇલ્ડ કેક (ડીઓસી) (ખોળ) અને હાઇ-પ્રોટીન ડીઓસી મળશે, જે એરંડાના તેલની બાય પ્રોડક્ટ છે તથા તેનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર તરીકે કરી શકાય છે. ખેડૂતોને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર (એલએફઓએમ) પૂરા પાડવાની પણ યોજના બનાવામાં આવી છે. કેસ્ટર ડીઓસી અને એલએફઓએમ જમીનનું માળખું સુધારે છે, પાણી જાળવવાનું પ્રમાણ વધારે છે અને માઇક્રોબાયલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, જે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે જરૂરી છે. તે જમીનનું ધોવાણ પણ ઘટાડે છે અને જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો વધારે છે જેનાથી વધુ સારી પાકની ઉપજ તથા ગુણવત્તા મળે.

ગાંધીનગર ખાતે ત્રણ-દિવસીય એગ્રી એશિયા 2024 એક્ઝિબિશનમાં ડો. ભરત પટેલે જણાવ્યું હતું કે, અમે એરંડાના ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો તથા ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને વધુ ઉપજ મેળવવા અને નફાકારકતા વધારવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જમીનના આરોગ્યમાં વધારો કરીને અને ખેડૂતોને વધુ સારા સંસાધનો સુલભ બનાવવાથી ઉત્પાદકતા તથા આવક બંનેમાં નોંધપાત્ર વધારો થાય છે. અમારો લાંબા ગાળાનો ઉદ્દેશ ગુજરાતના કૃષિ સમુદાયમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો અને વ્યાપક કૃષિ-ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.

ગુજરાતમાં કુલ એરંડાના બીજનો એકર વિસ્તાર 7.24 લાખ હેક્ટર સુધી પહોંચ્યો

ગુજરાત એ ભારતનું સૌથી મોટું એરંડાનું ઉત્પાદક છે. વર્ષ 2023-24માં ગુજરાતમાં કુલ એરંડાના બીજનો એકર વિસ્તાર 7.24 લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે જે 2022-23માં 7.14 લાખ હેક્ટર કરતાં 1.4 ટકા વધ્યો છે. ઉત્પાદન પણ 2022-23માં 15.7 લાખ મેટ્રિક ટન (એમટી)થી વધીને 2023-24માં 16 લાખ એમટી સુધી પહોંચ્યું છે અને ઉપજ હેક્ટર દીઠ 2,196 કિલોગ્રામથી વધીને હેક્ટર દીઠ 2,206 કિલોગ્રામ થઈ છે. 

આમ,  ગુજરાત સૌથી મોટું એરંડાનું ઉત્પાદક કરી રહ્યું છે. એરંડાના ઉપજથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ થશે. જોકે ખેડૂતોએ એરંડાની ખેતી કરવા માટે નિષણાંતોની સલાહ લેવી વધુ જરૂરી છે.