16 વર્ષના તરૃણની હત્યાના પ્રયાસ બદલ 20 વર્ષીય આરોપીને દસ વર્ષની સખ્તકેદ
સુરત,પંચસાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા પણ તબીબ અને અન્ય સાક્ષીઓએ ફરિયાદપક્ષના કેસને સમર્થન આપ્યુંસાતેક વર્ષ પહેલાં ઉધના શક્તિનગર પ્લોટ પાસે બેઠેલા 16 વર્ષીય તરૃણને તું મારી સામે કેમ જુવે છે?એમ કહીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરનાર 20 વર્ષીય આરોપીને એડીશ્નલ સેશન્સ જજ અતુલકુમાર આર.પટેલે દોષી ઠેરવી દશ વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.ઉધના વિસ્તારમાં શક્તિનગર પ્લોટ નં.3 પાસે ગઈ તા.14-11-17ના રોજ 16 વર્ષીય ઈજાગ્રસ્ત કાલીયા કેદારનાથ શત્રુઘ્ન રાઉત બેઠો હતો.જે દરમિયાન મૂળ મહારાષ્ટ્ર જલગાંવ ના વતની 20 વર્ષીય આરોપી પ્રમોદ ભીલા પાટીલ(રે.કૈલાશનગર સોસાયટી,ઉધના બીઆરસી)એ તું મારી સામે કેમ જુવે છે?એમ કહીને ચપ્પુ વડે કાલીયા રાઉત પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.જેથી ગંભીર રીતે ઘવાયેલા કાલીયા રાઉતને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જે અંગે ઉધના પોલીસમાં ફરિયાદી સુદાન પ્રકાશ નાહકે આરોપી પ્રમોદ પાટીલ વિરુધ્ધ ઈપીકો-307 તથા જીપીએક્ટ-135ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.આજરોજ આ કેસની અંતિમા સુનાવણી હાથ ધરાતા ફરિયાદપક્ષે એપીપી કિશોર ખૈરનારે કુલ 19 સાક્ષી તથા 9 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. મોટાભાગના પંચ સાક્ષીઓ હોસ્ટાઈલ થવા માત્રથી ફરિયાદપક્ષનો ઈજા પામનાર,એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટે લીધેલા ડીડીના પુરાવા, તબીબ અને અન્ય સરકારી,સ્વતંત્ર સાક્ષીઓના પુરાવાથી કેસને સમર્થન મળ્યું હતુ.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ નજીવી બાબતે આચરેલા ગુનાઈત કૃત્ય સરેઆમ જાહેર રસ્તા પર ભય આતંક ફેલાવવા સમાન હોઈ ગંભીર ગુનામાં સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા કરવા માંગ કરી હતી.જેને કોર્ટે આરોપી પ્રમોદ પાટીલને બંને ગુનામાં દોષી ઠેરવી હત્યાના પ્રયાસના ગુના બદલ દશ વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.કોર્ટે ભોગ બનનાર ઈજાગ્રસ્તને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા માટે ભલામણ કરતો નિર્દેશ આપ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત,
પંચસાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા પણ તબીબ અને અન્ય સાક્ષીઓએ ફરિયાદપક્ષના કેસને સમર્થન આપ્યું
સાતેક વર્ષ પહેલાં ઉધના શક્તિનગર પ્લોટ પાસે બેઠેલા 16 વર્ષીય તરૃણને તું મારી સામે કેમ જુવે છે?એમ કહીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરનાર 20 વર્ષીય આરોપીને એડીશ્નલ સેશન્સ જજ અતુલકુમાર આર.પટેલે દોષી ઠેરવી દશ વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.
ઉધના વિસ્તારમાં શક્તિનગર પ્લોટ નં.3 પાસે ગઈ તા.14-11-17ના રોજ 16 વર્ષીય ઈજાગ્રસ્ત કાલીયા કેદારનાથ શત્રુઘ્ન રાઉત બેઠો હતો.જે દરમિયાન મૂળ મહારાષ્ટ્ર જલગાંવ ના વતની 20 વર્ષીય આરોપી પ્રમોદ ભીલા પાટીલ(રે.કૈલાશનગર સોસાયટી,ઉધના બીઆરસી)એ તું મારી સામે કેમ જુવે છે?એમ કહીને ચપ્પુ વડે કાલીયા રાઉત પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.જેથી ગંભીર રીતે ઘવાયેલા કાલીયા રાઉતને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જે અંગે ઉધના પોલીસમાં ફરિયાદી સુદાન પ્રકાશ નાહકે આરોપી પ્રમોદ પાટીલ વિરુધ્ધ ઈપીકો-307 તથા જીપીએક્ટ-135ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.આજરોજ આ કેસની અંતિમા સુનાવણી હાથ ધરાતા ફરિયાદપક્ષે એપીપી કિશોર ખૈરનારે કુલ 19 સાક્ષી તથા 9 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. મોટાભાગના પંચ સાક્ષીઓ હોસ્ટાઈલ થવા માત્રથી ફરિયાદપક્ષનો ઈજા પામનાર,એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટે લીધેલા ડીડીના પુરાવા, તબીબ અને અન્ય સરકારી,સ્વતંત્ર સાક્ષીઓના પુરાવાથી કેસને સમર્થન મળ્યું હતુ.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ નજીવી બાબતે આચરેલા ગુનાઈત કૃત્ય સરેઆમ જાહેર રસ્તા પર ભય આતંક ફેલાવવા સમાન હોઈ ગંભીર ગુનામાં સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા કરવા માંગ કરી હતી.જેને કોર્ટે આરોપી પ્રમોદ પાટીલને બંને ગુનામાં દોષી ઠેરવી હત્યાના પ્રયાસના ગુના બદલ દશ વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.કોર્ટે ભોગ બનનાર ઈજાગ્રસ્તને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા માટે ભલામણ કરતો નિર્દેશ આપ્યો છે.