16મા નાણાપંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે, ગુજરાતની ઈકોનોમી સહિતના મુદ્દે ચર્ચા

કેન્દ્રીય નાણાંપંચની ટીમ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. રાજ્ય સરકાર નાણાં પંચની ટીમ સમક્ષ રાજ્યની જરુરિયાત અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતની આર્થિક સ્થિતિ અને જરૂરિયાતો અંગે રજૂઆત કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત સરકારે કેન્દ્રીય નાણા પંચ સમક્ષ અલગ અલગ મુદ્દાઓ ને લઈને પ્રસ્તાવ રજૂ કર્યા છે. રાજ્યોને મળતા હિસામા વધારો કરવા માટે રાજ્ય સરકારે પ્રસ્તાવ રજૂ કર્યો છે. રાજ્ય સરકારને રાજ્યોની વહેંચણી નો 41 ટકા હિસ્સો છે જે વધારી ને 50 ટકા કરવા માટે રજુઆત કરી છે.16મા નાણાપંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતેરાજ્યો વચ્ચેની આવકની વહેંચણીમાં શહેરીકરણનો એક હિસ્સો સમાવવા માટે રજુઆત કરવામાં આવી છે. રીન્યુએબલ એનર્જી, ટુરિઝમ, ડિઝાસ્ટર, ન્યુટ્રીશન અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે વિશેષ જોગવાઈ કરવા માટે રજુઆત કરવામાં આવી છે. વ્યાપક સમાનતા સુચકઆંકમાં ભૂપરિમાણીય ગરીબી સુચકઆંકનો સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી છે. દેશની પ્રગતિમાં વધુ યોગદાન આપતા રાજ્યોને વધુ સંસાધનની ફાળવણી કરવા પ્રસ્તાવ મુક્યો છે. મહેસુલ ખાદ્ય અનુદાન ને તબક્કાવાર બંધ કરવા માટે પણ રાજ્ય સરકારે નાણા પંચ સમક્ષ રજૂઆત કરી છે.નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગરિયાનું નિવેદન16મા નાણાપંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે છે. તેવામાં નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગરિયાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં રાજ્યોને મળતા હિસ્સો 41 ટકા છે. ગુજરાત સરકાર તરફથી 50 ટકા કરવા સૂચન કર્યું છે. ગુજરાતની ઈકોનોમી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. નાણાંકીય બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી છે. રાજ્ય સરકારે લોકલ બોડી ગ્રાન્ટ બાબતે સૂચન કર્યું છે. શહેરી લોકલ બોડીમાં વધારે નાણાં આપવા રજૂઆત કરવામાં આવી છે. 50 ટકા હિસ્સાની ફાળવણી મુદ્દે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. અર્બનાઈઝેશનનો મુદ્દો મુકાયો ગુજરાતે પ્રથમવાર મૂક્યો છે.

16મા નાણાપંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે, ગુજરાતની ઈકોનોમી સહિતના મુદ્દે ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય નાણાંપંચની ટીમ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. રાજ્ય સરકાર નાણાં પંચની ટીમ સમક્ષ રાજ્યની જરુરિયાત અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતની આર્થિક સ્થિતિ અને જરૂરિયાતો અંગે રજૂઆત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત સરકારે કેન્દ્રીય નાણા પંચ સમક્ષ અલગ અલગ મુદ્દાઓ ને લઈને પ્રસ્તાવ રજૂ કર્યા છે. રાજ્યોને મળતા હિસામા વધારો કરવા માટે રાજ્ય સરકારે પ્રસ્તાવ રજૂ કર્યો છે. રાજ્ય સરકારને રાજ્યોની વહેંચણી નો 41 ટકા હિસ્સો છે જે વધારી ને 50 ટકા કરવા માટે રજુઆત કરી છે.

16મા નાણાપંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે

રાજ્યો વચ્ચેની આવકની વહેંચણીમાં શહેરીકરણનો એક હિસ્સો સમાવવા માટે રજુઆત કરવામાં આવી છે. રીન્યુએબલ એનર્જી, ટુરિઝમ, ડિઝાસ્ટર, ન્યુટ્રીશન અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે વિશેષ જોગવાઈ કરવા માટે રજુઆત કરવામાં આવી છે. વ્યાપક સમાનતા સુચકઆંકમાં ભૂપરિમાણીય ગરીબી સુચકઆંકનો સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી છે. દેશની પ્રગતિમાં વધુ યોગદાન આપતા રાજ્યોને વધુ સંસાધનની ફાળવણી કરવા પ્રસ્તાવ મુક્યો છે. મહેસુલ ખાદ્ય અનુદાન ને તબક્કાવાર બંધ કરવા માટે પણ રાજ્ય સરકારે નાણા પંચ સમક્ષ રજૂઆત કરી છે.

નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગરિયાનું નિવેદન

16મા નાણાપંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે છે. તેવામાં નાણાપંચના અધ્યક્ષ અરવિંદ પનગરિયાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં રાજ્યોને મળતા હિસ્સો 41 ટકા છે. ગુજરાત સરકાર તરફથી 50 ટકા કરવા સૂચન કર્યું છે. ગુજરાતની ઈકોનોમી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. નાણાંકીય બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી છે. રાજ્ય સરકારે લોકલ બોડી ગ્રાન્ટ બાબતે સૂચન કર્યું છે. શહેરી લોકલ બોડીમાં વધારે નાણાં આપવા રજૂઆત કરવામાં આવી છે. 50 ટકા હિસ્સાની ફાળવણી મુદ્દે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. અર્બનાઈઝેશનનો મુદ્દો મુકાયો ગુજરાતે પ્રથમવાર મૂક્યો છે.