108 ઈમરજન્સી સેવાએ આજે 17 વર્ષ કર્યા પૂર્ણ, મેળવ્યા અનેક લોકોના આશીર્વાદ

એર એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ ૮૦૦થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત છે જ્યારે બોટ એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતના દરિયામાં 742 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે કોરોના કાળ હોય કે પછી કોઈપણ મેડિકલ ઈમરજન્સી તમામ કપરા સમયમાં 108 ઈમરજન્સી ગુજરાતના નાગરિકોની પડખે ઉભી રહી છે જેના આપણે સૌ સાક્ષી છે.આજે આ 108 ઈમરજન્સીએ 17 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 17 વર્ષનું સરવૈયુ જૌઈએ તો 108 એ હંમેશા તમામ પરિવારોના પરિવારજનને ઈમરજન્સીના સમયમાં સારવાર પૂરી પાડીને નવી જીંદગી પૂરી પાડી છે.ત્યારે આવો જોઈએ 108ની કેવી રહી 17 વર્ષની સફર. 108 ઈમરજન્સી અવિરત લોકોની સેવામાં તત્પર 29 ઓગ્સ્ટ 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 108 ઈમરજન્સીના હેડક્વાટરની શરુઆત કરી હતી.ત્યારથી આજ સુધી 108 ઈમરજન્સી અવિરત લોકોની સેવામાં તત્પર હોય છે.કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સીમાં 108 ઈમરજન્સી દર્દીઓને સેવા પૂરી પાડે છે. 108 ઈમરજન્સીના 17 વર્ષના સફરમાં ગુજરાતના 15.52 લાખ લોકોના જીવ બચાવીને તેમને નવી જીંદગી પ્રદાન કરી છે..108 ઈમરજન્સીમાં કામગીરી કરનાર પાયલોટ હોય કે EMT (ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન) તેમની કામગીરી દરમ્યાન લોકોનો જીવ બચાવીને ઘન્યતા અનુભવે છે. 4000થી વધુ કર્મચારીઓ સેવા પૂરી પાડે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતો વખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે. હાલમાં ૪૦૦૦થી વધુ કર્મચારીઓ ૧૦૮માં સેવામાં આપી રહ્યા છે.14 એમ્બ્યુલન્સ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ કરાઈ હતી 2007માં 108 ઈમરજન્સી સેવાની શરુઆત માત્ર 14 એમ્બ્યુલન્સથી પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરુ કરવામાં આવી હતી..જો કે પાયલોટ પ્રોજેક્ટમાં જોરદાર પ્રતિસાદ મળતા જ સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટ ફુલ ફ્લેજમાં શરુ કરવામાં આવ્યો છે..જેમાં કુલ 800 થી વધુ એમ્બ્યુલન્સ સમગ્ર રાજ્યમાં કાર્યરત છે આ સિવાય એર એમ્બ્યુલન્સ તેમજ બોટ એમ્બ્યુલન્સ પણ 108 ઈમરજન્સી દ્વારા શરુ કરવામાં આવી છે.108 ઈમરજન્સીને ગુજરાતમાં 17 વર્ષ પુર્ણ થયા છે અને 17 વર્ષમાં 108 એ લાખો જીંદગી બચાવી છે. જો કે આજે પણ કેટલાક શહેરીજનોમાં એમ્બ્યુલન્સ પ્રત્યે વધુ જાગૃતિ લાવવાની જરૂર છે..જ્યારે પણ રસ્તામાં 108 એમ્બ્યુલન્સની સાયરન સાંભળવા મળે તરત જ તેને રસ્તો આપવો જોઈએ કારણ કે એ માત્ર સાયરન જ નહિ પણ કોઈના દિલની ઘડકન હોય છે.

108 ઈમરજન્સી સેવાએ આજે 17 વર્ષ કર્યા પૂર્ણ, મેળવ્યા અનેક લોકોના આશીર્વાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એર એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે
  • આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ ૮૦૦થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત છે
  • જ્યારે બોટ એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતના દરિયામાં 742 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે

કોરોના કાળ હોય કે પછી કોઈપણ મેડિકલ ઈમરજન્સી તમામ કપરા સમયમાં 108 ઈમરજન્સી ગુજરાતના નાગરિકોની પડખે ઉભી રહી છે જેના આપણે સૌ સાક્ષી છે.આજે આ 108 ઈમરજન્સીએ 17 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 17 વર્ષનું સરવૈયુ જૌઈએ તો 108 એ હંમેશા તમામ પરિવારોના પરિવારજનને ઈમરજન્સીના સમયમાં સારવાર પૂરી પાડીને નવી જીંદગી પૂરી પાડી છે.ત્યારે આવો જોઈએ 108ની કેવી રહી 17 વર્ષની સફર.

108 ઈમરજન્સી અવિરત લોકોની સેવામાં તત્પર

29 ઓગ્સ્ટ 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 108 ઈમરજન્સીના હેડક્વાટરની શરુઆત કરી હતી.ત્યારથી આજ સુધી 108 ઈમરજન્સી અવિરત લોકોની સેવામાં તત્પર હોય છે.કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સીમાં 108 ઈમરજન્સી દર્દીઓને સેવા પૂરી પાડે છે. 108 ઈમરજન્સીના 17 વર્ષના સફરમાં ગુજરાતના 15.52 લાખ લોકોના જીવ બચાવીને તેમને નવી જીંદગી પ્રદાન કરી છે..108 ઈમરજન્સીમાં કામગીરી કરનાર પાયલોટ હોય કે EMT (ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન) તેમની કામગીરી દરમ્યાન લોકોનો જીવ બચાવીને ઘન્યતા અનુભવે છે.


4000થી વધુ કર્મચારીઓ સેવા પૂરી પાડે છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતો વખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે. હાલમાં ૪૦૦૦થી વધુ કર્મચારીઓ ૧૦૮માં સેવામાં આપી રહ્યા છે.


14 એમ્બ્યુલન્સ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ કરાઈ હતી

2007માં 108 ઈમરજન્સી સેવાની શરુઆત માત્ર 14 એમ્બ્યુલન્સથી પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરુ કરવામાં આવી હતી..જો કે પાયલોટ પ્રોજેક્ટમાં જોરદાર પ્રતિસાદ મળતા જ સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટ ફુલ ફ્લેજમાં શરુ કરવામાં આવ્યો છે..જેમાં કુલ 800 થી વધુ એમ્બ્યુલન્સ સમગ્ર રાજ્યમાં કાર્યરત છે આ સિવાય એર એમ્બ્યુલન્સ તેમજ બોટ એમ્બ્યુલન્સ પણ 108 ઈમરજન્સી દ્વારા શરુ કરવામાં આવી છે.108 ઈમરજન્સીને ગુજરાતમાં 17 વર્ષ પુર્ણ થયા છે અને 17 વર્ષમાં 108 એ લાખો જીંદગી બચાવી છે. જો કે આજે પણ કેટલાક શહેરીજનોમાં એમ્બ્યુલન્સ પ્રત્યે વધુ જાગૃતિ લાવવાની જરૂર છે..જ્યારે પણ રસ્તામાં 108 એમ્બ્યુલન્સની સાયરન સાંભળવા મળે તરત જ તેને રસ્તો આપવો જોઈએ કારણ કે એ માત્ર સાયરન જ નહિ પણ કોઈના દિલની ઘડકન હોય છે.