હવે ડાકોરમાં પણ ગુંજશે હરિહરનો સાદ, આવતીકાલથી દર્શનાર્થીઓને મળશે વિનામૂલ્યે ભોજન-પ્રસાદ
Dakor Temple Free Food : ગુજરાતમાં વીરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર, વડતાલ સહિતના અનેક મંદિરો-દેવસ્થાનો-યાત્રાધામો પર ભોજન પ્રસાદીની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવેલ છે. કેટલાક સ્થળો પર તો વર્ષોથી આ ભોજન-પ્રસાદની સુવિધા અપાઈ રહી છે. ત્યારે હવે ગુજરાતના વધુ એક મંદિરે જતા શ્રદ્ધાળુઓને હોટલો-રેસ્ટોરન્ટ પર જમવું નહીં પડે. સોમવારથી (7 ઓક્ટોબર) ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા જતા તમામ ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે. આ અંગે ડાકોર ટેમ્પલ કમિટી (Dakor Temple Committee) દ્વારા નિર્ણય લેવાયો છે.ગૌશાળા નજીક યાત્રી નિવાસ નીચે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાડાકોર રણછોડરાયજી મંદિરે દર્શને આવતા તમામ ભક્તો હવે ભૂખ્યા નહીં રહે. 7 ઓક્ટોબરથી રણછોડરાયજી મંદિરની નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરાશે. આ ભોજન પ્રસાદીનો લાભ હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ લઈ શકશે. જોકે, અત્યાર સુધી ડાકોરમાં મંદિર તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા હતી નહીં. ત્યારે હવે મંદિર કમિટીના આ નિર્ણય બાદ યાત્રિકો-ભક્તોએ ઐતિહાસિક ગણાવ્યો છે અને ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે. તમામે આ નિર્ણયને આવકાર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dakor Temple Free Food : ગુજરાતમાં વીરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર, વડતાલ સહિતના અનેક મંદિરો-દેવસ્થાનો-યાત્રાધામો પર ભોજન પ્રસાદીની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવેલ છે. કેટલાક સ્થળો પર તો વર્ષોથી આ ભોજન-પ્રસાદની સુવિધા અપાઈ રહી છે. ત્યારે હવે ગુજરાતના વધુ એક મંદિરે જતા શ્રદ્ધાળુઓને હોટલો-રેસ્ટોરન્ટ પર જમવું નહીં પડે. સોમવારથી (7 ઓક્ટોબર) ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા જતા તમામ ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે. આ અંગે ડાકોર ટેમ્પલ કમિટી (Dakor Temple Committee) દ્વારા નિર્ણય લેવાયો છે.
ગૌશાળા નજીક યાત્રી નિવાસ નીચે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા
ડાકોર રણછોડરાયજી મંદિરે દર્શને આવતા તમામ ભક્તો હવે ભૂખ્યા નહીં રહે. 7 ઓક્ટોબરથી રણછોડરાયજી મંદિરની નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરાશે. આ ભોજન પ્રસાદીનો લાભ હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ લઈ શકશે. જોકે, અત્યાર સુધી ડાકોરમાં મંદિર તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા હતી નહીં. ત્યારે હવે મંદિર કમિટીના આ નિર્ણય બાદ યાત્રિકો-ભક્તોએ ઐતિહાસિક ગણાવ્યો છે અને ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે. તમામે આ નિર્ણયને આવકાર્યો છે.