સિહોર તેમજ ટાણામાં જગન્નાથજીની રથયાત્રા નિકળી

- રાસ અને  સત્સંગ મંડળીઓએ જમાવટ કરી- વિવિધ વેશભુષાધારીઓ સાથેના મનોહર ફલોટસ નિહાળવા ભાવિકો ઉમટયાસિહોર : દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોરમાં અષાઢી બીજના પાવનકારી મહાપર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રાજમાર્ગો પર પસાર થઈ હતી. આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ ભાવિકો ઉમટી પડયા હતા.સિહોરમાં અષાઢી બીજે સવારે ૮-૩૦ના અરસામાં ઠાકરદ્વારા મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રાને સંતો, મહંતો અને સ્થાનિક આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવાયુ હતુ. જે વખારવાળા ચોક, કંસારી બજાર, સુરકાના દરવાજા, નદી, બસ સ્ટોપ, એલ.ડી.મુની હાઈસ્કુલ, રેલવે સ્ટેશન રોડ પરના પાબુજી મંદિરે બપોરે પહોંચી હતી. ત્યાં પ્રસાદ અને વિરામ બાદ રેલવે સ્ટેશન થઈને ખાડીયા ચોક, ભાવનગર રોડ, દાદાની વાવ, તાલુકા પંચાયત, વડલાવાળી ખોડિયાર મંદીર ચોક, સિંધી કેમ્પ, સરકારી દવાખાના, આંબેડકર ચોક થઈને નીજ મંદીરે પરત ફરી હતી. આ રથયાત્રામાં વિવિધ વેશભુષાધારીઓ સાથેના મનોહર ફલોટસ ઉભા કરાયા હતા. તેમજ રાસમંડળીઓ, સત્સંગ મંડળીઓ જોડાઈ હતી.માર્ગમાં ઠેરઠેર મંડળો દ્વારા ઠંડા પાણી, શરબત તેમજ પ્રસાદના સ્ટોલ ઉભા કરાયા હતા. આ રથયાત્રા પાંચ કિ.મી.ના માર્ગમાં ફરી હતી. આ ઉપરાંત સિહોર તાલુકાના ટાણા ગામે પણ જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી. જે બજારોમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. બંને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.વેલનાથદાદાની શોભાયાત્રા નિકળી આ ઉપરાંત રાજીવનગરમાંથી વેલનાથદાદાની રથયાત્રા સવારે નિકળી હતી. જે ઉભા રોડ, મેઈન બજાર, જુના સિહોરના વેલનાથદાદાના મંદીરે પહોંચી હતી. જયા પ્રસાદ બાદ પરિવારજનો છુટા પડયા હતા. 

સિહોર તેમજ ટાણામાં જગન્નાથજીની રથયાત્રા નિકળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રાસ અને  સત્સંગ મંડળીઓએ જમાવટ કરી

- વિવિધ વેશભુષાધારીઓ સાથેના મનોહર ફલોટસ નિહાળવા ભાવિકો ઉમટયા

સિહોર : દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોરમાં અષાઢી બીજના પાવનકારી મહાપર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રાજમાર્ગો પર પસાર થઈ હતી. આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ ભાવિકો ઉમટી પડયા હતા.

સિહોરમાં અષાઢી બીજે સવારે ૮-૩૦ના અરસામાં ઠાકરદ્વારા મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રાને સંતો, મહંતો અને સ્થાનિક આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવાયુ હતુ. જે વખારવાળા ચોક, કંસારી બજાર, સુરકાના દરવાજા, નદી, બસ સ્ટોપ, એલ.ડી.મુની હાઈસ્કુલ, રેલવે સ્ટેશન રોડ પરના પાબુજી મંદિરે બપોરે પહોંચી હતી. ત્યાં પ્રસાદ અને વિરામ બાદ રેલવે સ્ટેશન થઈને ખાડીયા ચોક, ભાવનગર રોડ, દાદાની વાવ, તાલુકા પંચાયત, વડલાવાળી ખોડિયાર મંદીર ચોક, સિંધી કેમ્પ, સરકારી દવાખાના, આંબેડકર ચોક થઈને નીજ મંદીરે પરત ફરી હતી. આ રથયાત્રામાં વિવિધ વેશભુષાધારીઓ સાથેના મનોહર ફલોટસ ઉભા કરાયા હતા. તેમજ રાસમંડળીઓ, સત્સંગ મંડળીઓ જોડાઈ હતી.માર્ગમાં ઠેરઠેર મંડળો દ્વારા ઠંડા પાણી, શરબત તેમજ પ્રસાદના સ્ટોલ ઉભા કરાયા હતા. આ રથયાત્રા પાંચ કિ.મી.ના માર્ગમાં ફરી હતી. આ ઉપરાંત સિહોર તાલુકાના ટાણા ગામે પણ જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી. જે બજારોમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. બંને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

વેલનાથદાદાની શોભાયાત્રા નિકળી

 આ ઉપરાંત રાજીવનગરમાંથી વેલનાથદાદાની રથયાત્રા સવારે નિકળી હતી. જે ઉભા રોડ, મેઈન બજાર, જુના સિહોરના વેલનાથદાદાના મંદીરે પહોંચી હતી. જયા પ્રસાદ બાદ પરિવારજનો છુટા પડયા હતા.