સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ રખાઈ મોકૂફ, સરકાર સાથેની બેઠક બાદ થયું સમાધાન

સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. દુકાનદારોની હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 9 દિવસથી રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ ચાલતી હતી, જેને હવે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.પુરવઠા વિભાગ સાથેની બેઠક બાદ થયું સમાધાન પુરવઠા વિભાગ સાથે સસ્તા અનાજની દુકાનદારોના એસોસિએશનની આજે મળેલી બેઠકમાં સમાધાન થયું અને આખરે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કરી છે. આ સાથે જ સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું કે દુકાનદારોની 3 માગણી સરકારે સ્વીકારી છે અને સરકાર સાથે સકારાત્મક ચર્ચા થયા બાદ સમાધાન થતા હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. દુકાનદારો માટે 1 ક્વિન્ટલે 300 રૂપિયા કમિશન નક્કી કરાયું હવેથી તમામ દુકાનદારો 97 ટકા થમ્બ ઈમ્પ્રેશન સાથે દુકાનમાંથી અનાજનું વિતરણ કરશે, આ સાથે જ દુકાનદારને 1 ક્વિન્ટલે 300 રૂપિયા કમિશન નક્કી કરવામાં આવ્યું છે અને વિતરણ સમયે ઘટ એકથી દોઢ ટકા ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઘણી માગ સાથે રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ હડતાળ પર ઉતરેલા હતા. રાજકોટમાં પણ સસ્તા અનાજના વેપારીઓ હડતાળ પર ઉતરેલા હતા અને અનાજ વિતરણને લઈ નવા નિયમ સામે વેપારીમાં રોષ જોવા મળી રહેલો હતો. ત્યારે નવા નિયમ અંગે સસ્તા અનાજના વેપારીઓએ હડતાળ કરી હતી અને વિવિધ પ્રશ્નોનોને લઈ 700 જેટલા દુકાનદારો હડતાળ પર ઉતરેલા હતા.

સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ રખાઈ મોકૂફ, સરકાર સાથેની બેઠક બાદ થયું સમાધાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. દુકાનદારોની હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 9 દિવસથી રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ ચાલતી હતી, જેને હવે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

પુરવઠા વિભાગ સાથેની બેઠક બાદ થયું સમાધાન

પુરવઠા વિભાગ સાથે સસ્તા અનાજની દુકાનદારોના એસોસિએશનની આજે મળેલી બેઠકમાં સમાધાન થયું અને આખરે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કરી છે. આ સાથે જ સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું કે દુકાનદારોની 3 માગણી સરકારે સ્વીકારી છે અને સરકાર સાથે સકારાત્મક ચર્ચા થયા બાદ સમાધાન થતા હડતાળ મોકૂફ રાખવામાં આવી છે.

દુકાનદારો માટે 1 ક્વિન્ટલે 300 રૂપિયા કમિશન નક્કી કરાયું

હવેથી તમામ દુકાનદારો 97 ટકા થમ્બ ઈમ્પ્રેશન સાથે દુકાનમાંથી અનાજનું વિતરણ કરશે, આ સાથે જ દુકાનદારને 1 ક્વિન્ટલે 300 રૂપિયા કમિશન નક્કી કરવામાં આવ્યું છે અને વિતરણ સમયે ઘટ એકથી દોઢ ટકા ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઘણી માગ સાથે રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ હડતાળ પર ઉતરેલા હતા. રાજકોટમાં પણ સસ્તા અનાજના વેપારીઓ હડતાળ પર ઉતરેલા હતા અને અનાજ વિતરણને લઈ નવા નિયમ સામે વેપારીમાં રોષ જોવા મળી રહેલો હતો. ત્યારે નવા નિયમ અંગે સસ્તા અનાજના વેપારીઓએ હડતાળ કરી હતી અને વિવિધ પ્રશ્નોનોને લઈ 700 જેટલા દુકાનદારો હડતાળ પર ઉતરેલા હતા.