સરકારી ભરતીમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ : ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jashubhai Rathva: ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાએ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત પત્ર આપીને સરકારી વર્ગ-3ની ભરતીમાં ST/SC કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માગણી કરી છે. ગુજરાત સરકારને નિયમમાં સુધારો કરીને ST/SC માટે લાયકાત 40%થી ઘટાડીને 30% કરવામાં આવે એવી રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ગણેશ વિસર્જનનો પ્રારંભ, હરણી-સમાના કૃત્રિમ તળાવમાં બે મગર દેખાતા ભયનો માહોલ
10% ની છૂટછાટની માંગ
જશુભાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને લેખેલ પત્રમાં વર્ગ-3ની તમામ ભારતીઓમાં અનુચ્છેદ 335ની જોગવાઈનો ઉપયોગ કરી ST/SC કેટેગરીનાં ઉમેદવારો માટે લાયકાત ધોરણ 40% માં 10%ની છૂટછાટ આપવા બાબત રજૂઆત કરી છે.
What's Your Reaction?






