શાંતિ બિઝનેસ સ્કૂલની વિદ્યાર્થીનીના પિતા-ભાઇએ રોફ જમાવવા માટે ભય ફેલાવ્યોઃ પોલીસ
અમદાવાદ,સોમવારશેલામાં આવેલા શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણપતિની સ્થાપના સમયે જુનિયર વિદ્યાર્થીની અને હોસ્ટેલમાં રહેતા બે સિનિયર્સ વચ્ચે થયેલા સામાન્ય તકરારે શનિવારે રાતના સમયે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. જેમાં યુવતીના પિતા અને ભાઇ અન્ય એક યુવક સાથે આવીને વાતાવરણ તંગ બનાવીને કારથી કેમ્પસનો દરવાજો તોડીને ભય ફેલાવ્યો હતો. જે અનુસંધાનમાં બોપલ પોલીસે યુવતીના પિતા અને કોલેજના બે સિનિયર વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. શેલામાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં પીજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી પ્રાચી પટેલને તેમની કોલેજમાં અભ્યાસ કરતા સિનિયર યશ પાણેરી અને વિશ્વજીત નામના વિદ્યાર્થીઓ સાથે ગણેશ સ્થાપના સમયે તકરાર થઇ હતી. જેની અદાવત રાખીને પ્રાચીના પિતા ગૌતમભાઇ, ભાઇ ધુ્રવીલ અને રવિ પટેલે કેમ્પસમાં આવીને થાર કારથી કેમ્પસનો દરવાજો તોડવાની સાથે પોલ સાથે અથડાવી હતી. આમ, તેમણે ભયનો માહોલ ઉભો કરવાની સાથે સ્ટાફ અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુક્યા હતા. જે અનુસંધાનમાં બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ બી ટી ગોહિલે જણાવ્યું કે પ્રાચીના પિતા ગૌતમ પટેલ, યશ અને વિશ્વજીતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધ્રુવિલ પટેલ, રવિ પટેલ અને પ્રાચી પટેલ હાલ સારવાર હેઠળ હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા મળતા ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાતના સમયે સ્થિતિ તંગ બનતા બોપલ પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબુમાં લેતા વધુ મોટી ઘટના બનતા અટકી હતી. આ અનુસંધાનમાં કેમ્પસમાં ુપોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
શેલામાં આવેલા શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણપતિની સ્થાપના સમયે જુનિયર વિદ્યાર્થીની અને હોસ્ટેલમાં રહેતા બે સિનિયર્સ વચ્ચે થયેલા સામાન્ય તકરારે શનિવારે રાતના સમયે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. જેમાં યુવતીના પિતા અને ભાઇ અન્ય એક યુવક સાથે આવીને વાતાવરણ તંગ બનાવીને કારથી કેમ્પસનો દરવાજો તોડીને ભય ફેલાવ્યો હતો. જે અનુસંધાનમાં બોપલ પોલીસે યુવતીના પિતા અને કોલેજના બે સિનિયર વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. શેલામાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં પીજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી પ્રાચી પટેલને તેમની કોલેજમાં અભ્યાસ કરતા સિનિયર યશ પાણેરી અને વિશ્વજીત નામના વિદ્યાર્થીઓ સાથે ગણેશ સ્થાપના સમયે તકરાર થઇ હતી. જેની અદાવત રાખીને પ્રાચીના પિતા ગૌતમભાઇ, ભાઇ ધુ્રવીલ અને રવિ પટેલે કેમ્પસમાં આવીને થાર કારથી કેમ્પસનો દરવાજો તોડવાની સાથે પોલ સાથે અથડાવી હતી. આમ, તેમણે ભયનો માહોલ ઉભો કરવાની સાથે સ્ટાફ અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુક્યા હતા.
જે અનુસંધાનમાં બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ બી ટી ગોહિલે જણાવ્યું કે પ્રાચીના પિતા ગૌતમ પટેલ, યશ અને વિશ્વજીતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધ્રુવિલ પટેલ, રવિ પટેલ અને પ્રાચી પટેલ હાલ સારવાર હેઠળ હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા મળતા ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાતના સમયે સ્થિતિ તંગ બનતા બોપલ પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબુમાં લેતા વધુ મોટી ઘટના બનતા અટકી હતી. આ અનુસંધાનમાં કેમ્પસમાં ુપોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.