વાઘોડિયાના સાગાડોલ ગામ પાસે અકસ્માતમાં બે યુવકના મોત

ગઈકાલે નવરાત્રીના છેલ્લા દિવસે વાઘોડિયાના સાગાડોલ ગામ પાસે રાત્રી દરમિયાન અકસ્માતની ઘંટના બનવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. રાત્રી દરમિયાન બે બાઇક ચાલકો પુર ઝડપે સામ-સામે ટકરાયા હતા. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે, અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ત્યારે અન્ય એકને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અકસ્માતમાં બે યુવકના મોતગઈકાલ નવરાત્રીનો છેલ્લો દિવસ હતો ત્યારે વાઘોડિયા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં વાઘોડિયા તાલુકાના સાગાડોલ ગામના યુવક યતીન કુમાર રાજેન્દ્ર મકવાણા અને વેડપૂર ગામના યુવાન નિલેશ કુમાર રતનસિંહ ચૌહાણનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવકને નાની મોટી ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.દશેરાનો પર્વ માતમમાં છવાયો અકસ્માતમાં મોતને ભેટનાર યુવકોની અણધારી મોતથી બન્નેના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. યુવાનોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અકસ્માતમાં બે જુદા જુદા ગામના યુવાનોના મોત થતાં દશેરાનો પર્વ માતમમાં છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘંટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

વાઘોડિયાના સાગાડોલ ગામ પાસે અકસ્માતમાં બે યુવકના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઈકાલે નવરાત્રીના છેલ્લા દિવસે વાઘોડિયાના સાગાડોલ ગામ પાસે રાત્રી દરમિયાન અકસ્માતની ઘંટના બનવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. રાત્રી દરમિયાન બે બાઇક ચાલકો પુર ઝડપે સામ-સામે ટકરાયા હતા. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે, અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ત્યારે અન્ય એકને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતમાં બે યુવકના મોત
ગઈકાલ નવરાત્રીનો છેલ્લો દિવસ હતો ત્યારે વાઘોડિયા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં વાઘોડિયા તાલુકાના સાગાડોલ ગામના યુવક યતીન કુમાર રાજેન્દ્ર મકવાણા અને વેડપૂર ગામના યુવાન નિલેશ કુમાર રતનસિંહ ચૌહાણનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવકને નાની મોટી ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

દશેરાનો પર્વ માતમમાં છવાયો
અકસ્માતમાં મોતને ભેટનાર યુવકોની અણધારી મોતથી બન્નેના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. યુવાનોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અકસ્માતમાં બે જુદા જુદા ગામના યુવાનોના મોત થતાં દશેરાનો પર્વ માતમમાં છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘંટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.