વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, ધોવાયો પાક, બગડી દિવાળી, જુઓ Video
મેઘરાજા અને ખેડૂત બંનેની વાત કરીએ તો ખેડૂતની મહેનત મેઘરાજાની મહેર વગર કદી સફળ થતી નથી. પરંતુ મેઘરાજા જ્યારે કહેર વરસાવે છે. ત્યારે આ જ ખેડૂતે પોતાની મહેનતનું ફળ બચાવવા અનેક પ્રયત્નો કરવા પડી રહ્યા છે. કારણ કે સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજ પડતા વરસાદ વરસે છે. આવા વાતાવરણને કારણે તૈયાર પાકને નુકસાન થવાના ડરથી ખેડૂતો પરેશાન થઇ ગયો છે.વરસાદે વધારી ખેડૂતોની ચિંતા રાજ્યમાં ક્યાંક વરસાદ તો,ક્યાંક ગરમી અને ઠંડી પડી રહી છે. વળી હવે તહેવાર નજીકમાં છે ત્યારે ખેડૂતોને ભય છે કે ક્યાંક મોઢે આવેલો કોળિયો છીનવાઇ ન જાય. વાત કરીએ તાપીની. સામાન્ય રીતે દિવાળી પહેલા તો પાક તૈયાર થઇ જાય છે. તેને બજારમાં વેચીને જે કમાણી થાય તેમાંથી તે પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરે છે. આ વખતે પાક તો સારો થયો છે પરંતુ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.ઘરે સુકવી રહ્યા છે પાક તાપીમાં રોજબરોજ વરસાદ આવતા પાક સુકાતો નથી. ખેડૂતો રાતના ઉજાગરા કરીને પાકને કાપીને ઘરે સૂકવી રહ્યા છે. તાપી જિલ્લાના અનેક ગામડાઓમાં આવેલા ખેતરોમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતો મોડી રાત સુધી જાગી જાગીને પાક કાપીને ઘરે લઇ જઇ રહ્યા છે. ઘરમાં જઇને તેઓ પાક સુકવવા મથામણ કરી રહ્યા છે નહી તો પાકમાં નુકસાની જાય તો મહેનત પાણીમાં જાય તેવી સ્થિતિ સર્જાય છે. ગીર, કોડિનારના ખેડૂતો પણ પરેશાન ગીર સહિત કોડીનાર ના ગ્રામ્ય વિસ્તારો માં મુશળધાર વરસાદ ખાબકતા ખેડૂતો એ જમીન માંથી બહાર કાઢેલી મગફળી ના પાથરા પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ આપવીતિ જણાવતા કહ્યું હતું કે, મગફળી પર નહિ પણ અમારા નસીબ પર પાણી ફરી વળ્યુ છે. અહી મગફળી નો પાક હાથ માં નહિ આવે. સાથે જ અમારા પશુ નો વર્ષ ભરનો ચારો પણ હવે નિષ્ફળ ગયો છે. અમારે પશુ ને નિભાવવા પણ મુશ્કેલ બનશે. ત્યારે ગીર માં સતત વરસાદ છ ખાબકી રહ્યો છે જેના કારણે મગફળી ના પાક ને લણવા નો સમય પૂર્ણ થઈ ચૂક્યો હોવાથી ના છૂટકે ખેડૂતો મગફળી લણી રહ્યા છે અને ઉપર થી કમોસમી કહેર વરસી રહ્યો છે. અને જે ખેડૂતો એ હિમ્મત કરી છે તેનો પાક તહસ નહસ થઈ ચૂક્યો છે. તો બીજા ખેડૂતો જેની મગફળી હજી જમીન અંદર છે તેના માટે મોટી મુશ્કેલી સર્જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -