વડોદરામાં રોજ દસ લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે, પાસ પાછળ રૂ. 40 કરોડથી વધુનો ખર્ચ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Navratri 2025: માતાજીના આરાધનાના પર્વ નવરાત્રીમાં યોજાતા કોમર્શીયલ ગરબાના પાસાની કિંમત દર વર્ષે વધતી હોવાના કારણે ખેલૈયાઓના ખર્ચમાં પણ ધરખમ વધારો નોંધાય છે. આ વર્ષે વડોદરા શહેરમાં 26 મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ખલૈયાઓ માટેના પાસની કિંમત 1500થી 5,000 સુધીની હોવાથી ખલૈયાઓ પાસ પાછળ જ 40 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે, તેઓ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પોલીસ માટે પણ એક ચેલેન્જ
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં આ વર્ષે મોટા ગરબા ઉપરાંત મધ્યમ અને શેરી ગરબાના પણ અનેક આયોજનો થયા હોવાના કારણે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ રાત્રે ટ્રાફિકજામની સ્થિતિ ન જળવાય તે પ્રકારની વ્યવસ્થા કરવાનું કામ પોલીસ માટે પણ એક ચેલેન્જર બની રહેશે. સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરમાં આ વર્ષે પોલીસ કમિશનર કચેરીમાં 746 ગરબા આયોજકોએ મંજૂરી માટે અરજી કરી છે.
What's Your Reaction?






