લાજપોર જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસીલો યથાવત, વધુ એક મોબાઇલ મળ્યો

- કેદીઓની શંકાસ્પદ હિલચાલને પગલે જડતી સ્કોર્ડની તપાસઃ ગટરની કુંડીમાં મોબાઇલ છુપાવ્યો હતોસુરતલાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત એવા મોબાઇલ ફોન મળવાનો સિલસીલો યથાવત રહેતા ગત રોજ સરપ્રાઇઝ ચેકિંગ અંતર્ગત વધુ એક મોબાઇલ ગટરની કુંડીમાંથી મળી આવ્યો હતો. લાજપોર મધ્યસ્થ જેલના સિનીયર જેલર એમ.એન. રાઠવા અને જડતી જેલર ચેતન બારીયા તથા તેમની ટીમે ગત રોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. જે અંતર્ગત જેલની યાર્ડ નં. બી 3 ની બેરેક નં. 1 થી 4 માં રાખવામાં આવેલા કેદી અને આરોપીઓની શંકાસ્પદ હિલચાલ જણાતા અંગ જડતી તથા બિસ્તર સહિતના સરસામાન અને કોમન સંડાશ-બાથરૂમ, લોબી અને યાર્ડના ખુલ્લા ભાગમાં ઝીણવટ પૂર્વક તપાસ કરી હતી. પરંતુ યાર્ડ નં. બી 3 અને બી 4 તથા યાર્ડ નં. સી 3 અને 4 ની પાછળના ખુંણીયામાં આવેલી ગટર ચેક કરી હતી. જે પૈકી યાર્ડ નં. 3 ની બેરેક ન. 1 અને 3 ની ગટરની કુંડીના અંદરના ભાગેથી કેચોડા કંપનીનો મોબાઇલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેથી જેલર કે.જે. ધારગે દ્વારા સચિન પોલીસમાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ફરિયાદ નોઁધાવી હતી.

લાજપોર જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસીલો યથાવત, વધુ એક મોબાઇલ મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



- કેદીઓની શંકાસ્પદ હિલચાલને પગલે જડતી સ્કોર્ડની તપાસઃ ગટરની કુંડીમાં મોબાઇલ છુપાવ્યો હતો


સુરત

લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત એવા મોબાઇલ ફોન મળવાનો સિલસીલો યથાવત રહેતા ગત રોજ સરપ્રાઇઝ ચેકિંગ અંતર્ગત વધુ એક મોબાઇલ ગટરની કુંડીમાંથી મળી આવ્યો હતો.


લાજપોર મધ્યસ્થ જેલના સિનીયર જેલર એમ.એન. રાઠવા અને જડતી જેલર ચેતન બારીયા તથા તેમની ટીમે ગત રોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. જે અંતર્ગત જેલની યાર્ડ નં. બી 3 ની બેરેક નં. 1 થી 4 માં રાખવામાં આવેલા કેદી અને આરોપીઓની શંકાસ્પદ હિલચાલ જણાતા અંગ જડતી તથા બિસ્તર સહિતના સરસામાન અને કોમન સંડાશ-બાથરૂમ, લોબી અને યાર્ડના ખુલ્લા ભાગમાં ઝીણવટ પૂર્વક તપાસ કરી હતી. પરંતુ યાર્ડ નં. બી 3 અને બી 4 તથા યાર્ડ નં. સી 3 અને 4 ની પાછળના ખુંણીયામાં આવેલી ગટર ચેક કરી હતી. જે પૈકી યાર્ડ નં. 3 ની બેરેક ન. 1 અને 3 ની ગટરની કુંડીના અંદરના ભાગેથી કેચોડા કંપનીનો મોબાઇલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેથી જેલર કે.જે. ધારગે દ્વારા સચિન પોલીસમાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ફરિયાદ નોઁધાવી હતી.