રેલવે સ્ટેશન પર ફિલ્મી દ્રશ્યો ઃ હેરોઇન સાથે યુવાન દીવાલ કૂદીને ભાગતા પટકાયો

Jan 11, 2026 - 02:30
રેલવે સ્ટેશન પર ફિલ્મી દ્રશ્યો ઃ હેરોઇન સાથે યુવાન દીવાલ કૂદીને ભાગતા પટકાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.10 વડોદરા શહેરમાં પંજાબથી લાવીને ડ્રગ્સના મોટા ધંધાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કર્યો છે. વડોદરાના છાણી વિસ્તારનો યુવાન પંજાબના યુવાન પાસેથી હેરોઇનનો જથ્થો લઇને વડોદરા રેલવે સ્ટેશન પર આવતાં જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. મોડી રાત્રે પોલીસને જોઇ છાણીનો યુવાન હેરોઇન સાથે પ્લેટફોર્મ નંબર-૧થી ભાગીને પ્લેટફોર્મ નંબર-૬ પર પહોંચી દીવાલ કૂદતા જ તેને ઇજા થઇ હતી અને વિજિલન્સે ઝડપી પાડી રૃા.૪૮ લાખનો હેરોઇનનો જથ્થો કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના છાણીજકાતનાકા વિસ્તારમાં આવેલ ગુરુનાનક નગરમાં રહેતો અમરિકસિંઘ ઉર્ફે સોનુ સરવનસિંઘ માલહી પંજાબના શખ્સ પાસેથી માદક પદાર્થ હેરોઇનનો મોટો જથ્થો લઇને રાજસ્થાનથી ટ્રેનમાં વડોદરા રેલવે સ્ટેશન પર આવે છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સના સ્ટાફે ગઇ રાત્રે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર વોચ ગોઠવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0