રૂપાલ પલ્લી મેળામાં સંપૂર્ણ આયોજન બાબતે વહીવટી તંત્ર સજ્જ: SDM બ્રિજેશ

દર વર્ષે નવરાત્રીમાં ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આવેલા જાણીતા વરદાયિની માતાજીના મંદિરે પલ્લીનો ભવ્ય મેળો યોજાય છે. આ પલ્લીમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવામાં આવે છે. આ પલ્લી મેળો ખાસ પલ્લીમાં ઘી ચડાવવાની અનોખી પ્રથા માટે જાણીતો છે. આ મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર ચુસ્ત તૈયારી સાથે સજ્જ છે. ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે આજે પલ્લીનો મેળો યોજાશે. દર વર્ષે આ મેળામાં લાખો ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે સુરક્ષાના આયોજન મુદ્દે SDM બ્રિજેશ મોડિયાએ નિવેદન આપ્યુ છે. રૂપાલ પલ્લીના સંપૂર્ણ આયોજન બાબતે વહીવટી તંત્ર બન્યું સજ્જ. જિલ્લા વહીવટી તંત્રએ પલ્લીના આયોજન અંગે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ વર્ષે પણ રૂપાલ પલ્લીમાં 5 થી 7 લાખ દર્શનાર્થીઓ આવશે SDM બ્રિજેશ મોડિયાએ જણાવ્યુ છે કે, પલ્લીના આયોજનની પૂર્વ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે આશરે 5 થી 7 લાખ દર્શનાર્થીઓ આવે તેવી સંભાવના છે. સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેકટર સહિતની ટીમે પલ્લી રૂટનું પણ નિરીક્ષણ કર્યુ હતુ. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પલ્લીના મેળામાં આવતા સગવડના ભાગરૂપે આયોજનબદ્ધ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી આવતા દર્શનાર્થીઓ માટે ST બસની પણ વ્યવસ્થા કરાઈ છે. દર્શનાર્થીઓને આરોગ્યની ઇમર્જન્સી સેવા માટે આરોગ્યની ટીમ ખડેપગે રહેશે. મંદિર પરિસરમાં પણ વધારાની તબીબો સાથેની ખાસ ઇમરજન્સી ટીમ તૈનાત રહેશે. વધુમાં તેમણે કહ્યુ કે, આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે 5 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે. આ સાથે ફાયર સેફ્ટી માટે ફાયર વિભાગની 4 ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પલ્લી મેળા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રૂપાલ પલ્લી મેળામાં સંપૂર્ણ આયોજન બાબતે વહીવટી તંત્ર સજ્જ:  SDM બ્રિજેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દર વર્ષે નવરાત્રીમાં ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આવેલા જાણીતા વરદાયિની માતાજીના મંદિરે પલ્લીનો ભવ્ય મેળો યોજાય છે. આ પલ્લીમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવામાં આવે છે. આ પલ્લી મેળો ખાસ પલ્લીમાં ઘી ચડાવવાની અનોખી પ્રથા માટે જાણીતો છે. આ મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર ચુસ્ત તૈયારી સાથે સજ્જ છે.

ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે આજે પલ્લીનો મેળો યોજાશે. દર વર્ષે આ મેળામાં લાખો ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે સુરક્ષાના આયોજન મુદ્દે SDM બ્રિજેશ મોડિયાએ નિવેદન આપ્યુ છે.

રૂપાલ પલ્લીના સંપૂર્ણ આયોજન બાબતે વહીવટી તંત્ર બન્યું સજ્જ. જિલ્લા વહીવટી તંત્રએ પલ્લીના આયોજન અંગે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ વર્ષે પણ રૂપાલ પલ્લીમાં 5 થી 7 લાખ દર્શનાર્થીઓ આવશે

SDM બ્રિજેશ મોડિયાએ જણાવ્યુ છે કે, પલ્લીના આયોજનની પૂર્વ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે આશરે 5 થી 7 લાખ દર્શનાર્થીઓ આવે તેવી સંભાવના છે. સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેકટર સહિતની ટીમે પલ્લી રૂટનું પણ નિરીક્ષણ કર્યુ હતુ. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પલ્લીના મેળામાં આવતા સગવડના ભાગરૂપે આયોજનબદ્ધ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી આવતા દર્શનાર્થીઓ માટે ST બસની પણ વ્યવસ્થા કરાઈ છે. દર્શનાર્થીઓને આરોગ્યની ઇમર્જન્સી સેવા માટે આરોગ્યની ટીમ ખડેપગે રહેશે. મંદિર પરિસરમાં પણ વધારાની તબીબો સાથેની ખાસ ઇમરજન્સી ટીમ તૈનાત રહેશે.

વધુમાં તેમણે કહ્યુ કે, આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે 5 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે. આ સાથે ફાયર સેફ્ટી માટે ફાયર વિભાગની 4 ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પલ્લી મેળા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.