મધ્ય ગુજરાતમાં મેઘમહેર, છોટા ઉદેપુરમાં 3 ઇંચ: જુઓ આગામી ત્રણ દિવસ ક્યાં છે ઓરેન્જ ઍલર્ટ
Heavy Rain in Central Gujarat: મેઘરાજાએ પુનઃપધરામણી કરતાં મધ્ય ગુજરાતમાં આજે (24 ઓગસ્ટ) ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સવારથી જ વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થઇ રહી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતા અનેક રસ્તા પર પાણી વહેતા થયા હતા. છોટા ઉદેપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. છોટા ઉદેપુરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યોઆજે વહેલી સવારથી જ છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. શહેરમાં આવેલા અનેક ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. છોટા ઉદેપુરમાં અત્યાર સુધીમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વડોદરા જિલ્લામાં મેઘરાજાની પધરામણીવડોદરા શહેરમાં ગતરોજ વરસેલા છુટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી પડી રહ્યો છે. હાલમાં શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, અમિત નગર, રાવપુરા, કારેલીબાગ, માંજલપુર, સમા છાણી, ગોરવા, અલકાપુરી સાહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.આ પણ વાંચોઃ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યું: ઉત્તરથી લઇને દક્ષિણ, મધ્યથી માંડીને સૌરાષ્ટ્ર સુધી જમાવટસતત બીજા દિવસે ખેડા જિલ્લામાં વરસાદઆજે વહેલી સવારથી જ સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ખેડા જિલ્લામાં પાણી જ પાણી કરી દીધું છે. ખેડાના કપડવંજમાં મેઘરાજા ધડબડાટી બોલાવતાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે ખેડાના મહુઘા, મહેમદાવાદ અને કઠલાલમાં વરસાદ ખાબક્યો હતો. મહીસાગરના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદમહીસાગર જિલ્લાના તમામ છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ, જિલ્લામાં સૌથી વધુ કડાણા તાલુકામાં 70 મિ.મી. (2.75 ઇંચ) વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સંતરામપુર તાલુકામાં 66 મિ.મી. (2.59 ઇંચ), બાલાસિનોરમાં 42 મિ.મી. (1.65 ઇંચ), લુણાવાડામાં 40 મિ.મી. (1.57 ઇંચ), ખાનપુરમાં 34 મિ.મી. (1.33 ઇંચ) અને વિરપુરમાં 27 મિ.મી. (1 ઇંચ) વરસાદ વરસ્યો છે.દાહોદના ફતેપુરામાં પોણા ત્રણ ઇંચ વરસાદદાહોદ જિલ્લામાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરતાં જિલ્લામાં સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ફતેપુરામાં સૌથી વધુ 57 મિ.મી. વરસાદ પડ્યો હતો ત્યારે ઝાલોદમાં સૌથી ઓછો છ મિ.મી. વરસાદ પડ્યો હતો.આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં 8 ઈંચ વરસાદ, આ જિલ્લામાં રેડ એલર્ટહવામાન વિભાગે કરી આગામી પાંચ દિવસની આગાહીગુજરાતના હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 25થી 27 ઑગસ્ટ સુધી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 28 ઓગસ્ટે ખેડા અને આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 29 ઓગસ્ટે મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Heavy Rain in Central Gujarat: મેઘરાજાએ પુનઃપધરામણી કરતાં મધ્ય ગુજરાતમાં આજે (24 ઓગસ્ટ) ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સવારથી જ વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થઇ રહી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતા અનેક રસ્તા પર પાણી વહેતા થયા હતા. છોટા ઉદેપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. જો કે, છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
છોટા ઉદેપુરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
આજે વહેલી સવારથી જ છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. શહેરમાં આવેલા અનેક ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. છોટા ઉદેપુરમાં અત્યાર સુધીમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
વડોદરા જિલ્લામાં મેઘરાજાની પધરામણી
વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા છુટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી પડી રહ્યો છે. હાલમાં શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, અમિત નગર, રાવપુરા, કારેલીબાગ, માંજલપુર, સમા છાણી, ગોરવા, અલકાપુરી સાહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક વરસાદી ઝાપટાં પડી રહ્યા છે.
સતત બીજા દિવસે ખેડા જિલ્લામાં વરસાદ
આજે વહેલી સવારથી જ સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ખેડા જિલ્લામાં પાણી જ પાણી કરી દીધું છે. ખેડાના કપડવંજમાં મેઘરાજા ધડબડાટી બોલાવતાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે ખેડાના મહુઘા, મહેમદાવાદ અને કઠલાલમાં વરસાદ ખાબક્યો હતો.
મહીસાગરના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ
મહીસાગર જિલ્લાના તમામ છ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ, જિલ્લામાં સૌથી વધુ કડાણા તાલુકામાં 70 મિ.મી. (2.75 ઇંચ) વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સંતરામપુર તાલુકામાં 66 મિ.મી. (2.59 ઇંચ), બાલાસિનોરમાં 42 મિ.મી. (1.65 ઇંચ), લુણાવાડામાં 40 મિ.મી. (1.57 ઇંચ), ખાનપુરમાં 34 મિ.મી. (1.33 ઇંચ) અને વિરપુરમાં 27 મિ.મી. (1 ઇંચ) વરસાદ વરસ્યો છે.
દાહોદના ફતેપુરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ
દાહોદ જિલ્લામાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરતાં જિલ્લામાં સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ફતેપુરામાં સૌથી વધુ 57 મિ.મી. વરસાદ પડ્યો હતો ત્યારે ઝાલોદમાં સૌથી ઓછો છ મિ.મી. વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં 8 ઈંચ વરસાદ, આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે કરી આગામી પાંચ દિવસની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 25થી 27 ઑગસ્ટ સુધી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
28 ઓગસ્ટે ખેડા અને આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 29 ઓગસ્ટે મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.