મકાન રિનોવેશન કે કન્ટ્રક્શન કરાવી રહ્યા છો તો સાચવજો, 25 હજારથી 1 લાખ સુધી ભરવો પડી શકે છે દંડ

Construction West : અમદાવાદમાં નાગરિકો હવે રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ રોડ ઉપર નાંખી શકશે નહીં. મ્યુનિસિપલ તંત્રના વિવિધ પ્રોજેકટો માટે કામ કરતી એજન્સીઓ પણ સાઈટ બહાર રોડ ઉપર કચરો ફેંકી શકશે નહીં. રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ મળશે તો આ પ્રકારનો કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખનારા પાસેથી રુપિયા 25 હજારથી લઈ એક લાખ સુધીનો દંડ વસૂલાશે. મ્યુનિસિપલ તંત્ર તરફથી કન્સ્ટ્રકશન વેસ્ટ નિકાલ માટે અગાઉ નકકી કરવામાં આવેલા દરમાં બેથી ત્રણ ગણો વધારો કરવા નિર્ણય કરાયો છે. શહેરના વિવિધ રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ પડયો ના રહે એ માટે સાત ઝોનમાં ઝોન દીઠ એક સેનિટેશન સ્કવોડને ફરજ ઉપર મુકાશે. એક મેટ્રીકટનથી ઓછા કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવા માટે હવે રુપિયા 200ના બદલે રુપિયા 500 ચુકવવા પડશે.કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવા માટે હવે રૂપિયા  500થી 3500 ચૂકવવા પડશે  શહેરના વિવિધ વિસ્તારમાં રોજબરોજ નાગરિકો દ્વારા તેમના મકાન,ઓફિસ કે વ્યવસાયના સ્થળે નાનુ મોટુ સમારકામ કે રીનોવેશન કરાવવામા આવતુ હોય છે.સમારકામની ચાલતી કામગીરી ઉપરાંત નવી બાંધકામ સાઈટની કામગીરી દરમિયાન કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી તૂટેલા પથ્થર,ઈંટ, રોડાં સહિતની અન્ય સામગ્રી જાહેર રસ્તા ઉપર અથવા તો ખુલ્લા પ્લોટમાં નાંખી દેવામાં આવતો હોય છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં 26 જેટલા પ્લોટ કન્સ્ટ્રકશન વેસ્ટના નિકાલ માટે નકકી કરેલા છે.આ પ્લોટ ઉપર શહેરીજનો તેમને ત્યાંથી નીકળતો કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખી શકે છે.જો નાગરિકો મ્યુનિસિપલ તંત્રને 155303 નંબર ઉપર કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી નીકળેલા વેસ્ટના નિકાલ અંગે ફરિયાદ કરે તો મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિયત ચાર્જ લઈ કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હતો. મ્યુનિસિપલ તંત્રની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં કન્સ્ટ્રકશન વેસ્ટના નિકાલ માટે વસૂલાતા હાલના દરમાં બેથી ત્રણ ગણો વધારો કરવાની સાથે ઝોન દીઠ એક સેનિટેશન સ્કવોડ જેમાં સેનેટરી ઈન્સપેકટર,સેનેટરી સબ ઈન્સપેકટર, સ્વચ્છતા સુપરવાઈઝર, નિવૃત્ત આર્મીમેન, ઉપરાંત મ્યુનિસિપલ તંંત્રના કલાર્કને ફરજ ઉપર મુકાશે.કન્સ્ટ્રકશન વેસ્ટ નિકાલ માટે મ્યુનિસિપલ તંત્રના હાલના તથા નવા દર કેટલાં?

મકાન રિનોવેશન કે કન્ટ્રક્શન કરાવી રહ્યા છો તો સાચવજો, 25 હજારથી 1 લાખ સુધી ભરવો પડી શકે છે દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Construction West : અમદાવાદમાં નાગરિકો હવે રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ રોડ ઉપર નાંખી શકશે નહીં. મ્યુનિસિપલ તંત્રના વિવિધ પ્રોજેકટો માટે કામ કરતી એજન્સીઓ પણ સાઈટ બહાર રોડ ઉપર કચરો ફેંકી શકશે નહીં. રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ મળશે તો આ પ્રકારનો કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખનારા પાસેથી રુપિયા 25 હજારથી લઈ એક લાખ સુધીનો દંડ વસૂલાશે.

મ્યુનિસિપલ તંત્ર તરફથી કન્સ્ટ્રકશન વેસ્ટ નિકાલ માટે અગાઉ નકકી કરવામાં આવેલા દરમાં બેથી ત્રણ ગણો વધારો કરવા નિર્ણય કરાયો છે. શહેરના વિવિધ રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ પડયો ના રહે એ માટે સાત ઝોનમાં ઝોન દીઠ એક સેનિટેશન સ્કવોડને ફરજ ઉપર મુકાશે. એક મેટ્રીકટનથી ઓછા કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવા માટે હવે રુપિયા 200ના બદલે રુપિયા 500 ચુકવવા પડશે.

કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવા માટે હવે રૂપિયા  500થી 3500 ચૂકવવા પડશે  

શહેરના વિવિધ વિસ્તારમાં રોજબરોજ નાગરિકો દ્વારા તેમના મકાન,ઓફિસ કે વ્યવસાયના સ્થળે નાનુ મોટુ સમારકામ કે રીનોવેશન કરાવવામા આવતુ હોય છે.સમારકામની ચાલતી કામગીરી ઉપરાંત નવી બાંધકામ સાઈટની કામગીરી દરમિયાન કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી તૂટેલા પથ્થર,ઈંટ, રોડાં સહિતની અન્ય સામગ્રી જાહેર રસ્તા ઉપર અથવા તો ખુલ્લા પ્લોટમાં નાંખી દેવામાં આવતો હોય છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં 26 જેટલા પ્લોટ કન્સ્ટ્રકશન વેસ્ટના નિકાલ માટે નકકી કરેલા છે.આ પ્લોટ ઉપર શહેરીજનો તેમને ત્યાંથી નીકળતો કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખી શકે છે.

જો નાગરિકો મ્યુનિસિપલ તંત્રને 155303 નંબર ઉપર કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી નીકળેલા વેસ્ટના નિકાલ અંગે ફરિયાદ કરે તો મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિયત ચાર્જ લઈ કન્સ્ટ્રકશન વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હતો. મ્યુનિસિપલ તંત્રની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં કન્સ્ટ્રકશન વેસ્ટના નિકાલ માટે વસૂલાતા હાલના દરમાં બેથી ત્રણ ગણો વધારો કરવાની સાથે ઝોન દીઠ એક સેનિટેશન સ્કવોડ જેમાં સેનેટરી ઈન્સપેકટર,સેનેટરી સબ ઈન્સપેકટર, સ્વચ્છતા સુપરવાઈઝર, નિવૃત્ત આર્મીમેન, ઉપરાંત મ્યુનિસિપલ તંંત્રના કલાર્કને ફરજ ઉપર મુકાશે.

કન્સ્ટ્રકશન વેસ્ટ નિકાલ માટે મ્યુનિસિપલ તંત્રના હાલના તથા નવા દર કેટલાં?