ભાવનગર મનપાના ફૂડ વિભાગે એક માસમાં ખાદ્યપદાર્થના 37 નમૂના લીધા

- ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગની તપાસ - ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉનમાંથી અનાજ, કઠોળ, ખાદ્યતેલ વગેરેના 7 નમૂના લીધા, તમામ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા ભાવનગર : ભાવનગર શહેરમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે છેલ્લા એક માસમાં ખાદ્યપદાર્થના ૩૭ નમુના લેવામાં આવ્યા હતાં. શ્રાધ્ધ પર્વના પગલે દુધ અને દુધની બનાવટના નમુના તેમજ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ખાદ્યપદાર્થના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ સપ્ટેમ્બર માસમાં વેપારી પેઢીઓને ત્યાં તપાસ કરી ખાદ્યપદાર્થના ૩૭ નમુના લીધા હતા, જેમાં શ્રાધ્ધ પર્વના પગલે દુધ અને દુધની બનાવટોના કુલ ૩૦ નમુના લેવામાં આવ્યા હતા, જયારે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ચિત્રા અને નારી રોડના ગોડાઉનમાંથી અનાજ, કઠોળ, ખાદ્યતેલ વગેરેના કુલ ૭ નમુના લેવામાં આવ્યા હતાં. ખાદ્યપદાર્થના નમૂનાઓ લઈ તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાપાલિકાના ફૂડ વિભાગે વેપારી પેઢીઓને ત્યાં તપાસ હાથ ધરતા ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હોય છે અને નમુના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવતા હોય છે, જે ખાદ્યપદાર્થમાં ભેળસેળ હોય છે તે વેપારીને દંડ ફટકારવામાં આવતો હોય છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોનુ આરોગ્ય બગડતુ હોય છે તેથી ખાદ્યપદાર્થમાં ભેળસેળ ન કરવા સરકારી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે છતાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે, આવા વેપારીઓ સામે સરકારી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતી હોય છે.  શહેરમાં બે પેઢીમાં ફરિયાદના પગલે નમૂના લેવાયા ભાવનગર શહેરમાંથી એક વ્યકિતએ બાલાજી વેફર્સ ખરીદી હતી અને તેમાંથી જીવડુ નિકળ્યુ હોવાની તેઓએ મહાપાલિકાના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી, જેના પગલે ફૂડ વિભાગે બંદર રોડ પર આવેલ શુભમ સેલ્સ એજન્સીમાંથી નમુના લીધા હતાં. આ ઉપરાંત કાળીયાબીડમાં આવેલ જય જલારામ સુરતી ખમણ નામની પેઢીમાંથી ફરિયાદના આધારે ખાદ્યપદાર્થના નમુના લેવામાં આવ્યા હતાં. આ બંને પેઢીમાંથી ખાદ્યપદાર્થના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. આ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા કૈલાસ લસ્સીને દંડ ફટકાર્યો ભાવનગર શહેરના શાક માર્કેટ પાસે આવેલ કૈલાસ લસ્સી નામની પેઢીમાંથી મહાપાલિકાના ફૂડ વિભાગે આશરે કેટલાક માસ પૂર્વે પનીરના નમુના લીધા હતા અને આ નમુના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આ પનીરનો નમુનાનો રીપોર્ટ સબસ્ટાર્ન્ડડ આવ્યો હતો. આ કેસ એડજ્યુડીકેટીંગ કોર્ટમાં ચાલી જતા વેપારીને રૂ. ર૦ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે.   

ભાવનગર મનપાના ફૂડ વિભાગે એક માસમાં ખાદ્યપદાર્થના 37 નમૂના લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગની તપાસ 

- ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉનમાંથી અનાજ, કઠોળ, ખાદ્યતેલ વગેરેના 7 નમૂના લીધા, તમામ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા 

ભાવનગર : ભાવનગર શહેરમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે છેલ્લા એક માસમાં ખાદ્યપદાર્થના ૩૭ નમુના લેવામાં આવ્યા હતાં. શ્રાધ્ધ પર્વના પગલે દુધ અને દુધની બનાવટના નમુના તેમજ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ખાદ્યપદાર્થના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. 

મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ સપ્ટેમ્બર માસમાં વેપારી પેઢીઓને ત્યાં તપાસ કરી ખાદ્યપદાર્થના ૩૭ નમુના લીધા હતા, જેમાં શ્રાધ્ધ પર્વના પગલે દુધ અને દુધની બનાવટોના કુલ ૩૦ નમુના લેવામાં આવ્યા હતા, જયારે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ચિત્રા અને નારી રોડના ગોડાઉનમાંથી અનાજ, કઠોળ, ખાદ્યતેલ વગેરેના કુલ ૭ નમુના લેવામાં આવ્યા હતાં. ખાદ્યપદાર્થના નમૂનાઓ લઈ તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાપાલિકાના ફૂડ વિભાગે વેપારી પેઢીઓને ત્યાં તપાસ હાથ ધરતા ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

ઉલ્લેખનીય છે કે, ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હોય છે અને નમુના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવતા હોય છે, જે ખાદ્યપદાર્થમાં ભેળસેળ હોય છે તે વેપારીને દંડ ફટકારવામાં આવતો હોય છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોનુ આરોગ્ય બગડતુ હોય છે તેથી ખાદ્યપદાર્થમાં ભેળસેળ ન કરવા સરકારી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે છતાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે, આવા વેપારીઓ સામે સરકારી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતી હોય છે.  

શહેરમાં બે પેઢીમાં ફરિયાદના પગલે નમૂના લેવાયા 

ભાવનગર શહેરમાંથી એક વ્યકિતએ બાલાજી વેફર્સ ખરીદી હતી અને તેમાંથી જીવડુ નિકળ્યુ હોવાની તેઓએ મહાપાલિકાના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી, જેના પગલે ફૂડ વિભાગે બંદર રોડ પર આવેલ શુભમ સેલ્સ એજન્સીમાંથી નમુના લીધા હતાં. આ ઉપરાંત કાળીયાબીડમાં આવેલ જય જલારામ સુરતી ખમણ નામની પેઢીમાંથી ફરિયાદના આધારે ખાદ્યપદાર્થના નમુના લેવામાં આવ્યા હતાં. આ બંને પેઢીમાંથી ખાદ્યપદાર્થના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. આ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા કૈલાસ લસ્સીને દંડ ફટકાર્યો 

ભાવનગર શહેરના શાક માર્કેટ પાસે આવેલ કૈલાસ લસ્સી નામની પેઢીમાંથી મહાપાલિકાના ફૂડ વિભાગે આશરે કેટલાક માસ પૂર્વે પનીરના નમુના લીધા હતા અને આ નમુના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આ પનીરનો નમુનાનો રીપોર્ટ સબસ્ટાર્ન્ડડ આવ્યો હતો. આ કેસ એડજ્યુડીકેટીંગ કોર્ટમાં ચાલી જતા વેપારીને રૂ. ર૦ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે.