બે હજાર જેટલી સોસાયટીઓની કરોડોની ગ્રાંટ છ મહિનાથી ચુકવાઇ નથી
અમદાવાદ,સોમવારપોલીસ માટે કોઇ પણ ગુનાના ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફુટેજ સૌથી મહત્વના સાબિત થાય છે. આ માટે રાજ્યના શહેરોની સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ કુલ ખર્ચની ૫૦ ટકા રકમ ગુજરાત પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીની દ્વારા ચુકવવામાં આવે છે. પરંતુ, છેલ્લાં છ મહિનાથી રાજ્યના વિવિધ શહેરોની બે હજાર જેટલી સોસાયટીની કરોડો રૂપિયાની ગ્રાંટ અટકી હોવાનું સામે આવ્યું છે. જે અંગે અનેકવાર ડીજીપી ઓફિસમાં લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે. ગુનાના ભેદ ઉકેલવા માટે સીસીટીવી પોલીસ માટે સૌથી મહત્વના પુરાવા છે. જેથી અમદાવાદ સહિત રાજ્યના સુરત, રાજકોટ, અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી સોસાયટી, એપાર્ટમેન્ટસમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક સૌથી વધુ મજબુત બને તે માટે ત્રિનેત્ર સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ કામગીરી કરવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
પોલીસ માટે કોઇ પણ ગુનાના ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફુટેજ સૌથી મહત્વના સાબિત થાય છે. આ માટે રાજ્યના શહેરોની સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ કુલ ખર્ચની ૫૦ ટકા રકમ ગુજરાત પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીની દ્વારા ચુકવવામાં આવે છે. પરંતુ, છેલ્લાં છ મહિનાથી રાજ્યના વિવિધ શહેરોની બે હજાર જેટલી સોસાયટીની કરોડો રૂપિયાની ગ્રાંટ અટકી હોવાનું સામે આવ્યું છે. જે અંગે અનેકવાર ડીજીપી ઓફિસમાં લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે. ગુનાના ભેદ ઉકેલવા માટે સીસીટીવી પોલીસ માટે સૌથી મહત્વના પુરાવા છે. જેથી અમદાવાદ સહિત રાજ્યના સુરત, રાજકોટ, અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી સોસાયટી, એપાર્ટમેન્ટસમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક સૌથી વધુ મજબુત બને તે માટે ત્રિનેત્ર સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ કામગીરી કરવામાં આવે છે.