બાળકીને ઘરમાં બોલાવી મકામ માલીકે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
અમદાવાદ,શુક્રવારપૂર્વ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની બાળકીને મકાન માલીકેે ઘરકામ માટે ઘરમાં બોલાવીને રૃમ બંધ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બે થી ત્રણ વખત દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. જેમાં બાળકીને ઉલ્ટીઓ થતા હોસ્પિટલમાં લઇ જતા ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું, જેમાં બાળકીનો પરિવાર મકાન આરોપીના ઘરેમાં ભાડે રહેતા હોવાથી પરિચય થયો હતો. આ બનાવ અંગે માતાએ મકાન માલીક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.મકાન મલીકે ઘર કામ માટે બોલાવીને બાળકી સાથે કૂકર્મ આચર્યું ઃ પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છેપૂર્વ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર જેના મકાનમાં ભાડે રહેતા હતા તે ૪૦ વર્ષના આરોપીએ પોતાની દિકરી સમાન બાળકી સામે નજર બગાડી હતી જેમાં સાતેક મહિના પહેલા બાળકી તેની નાનીના ઘરે ગઇ હતી તે સમયે આરોપીએ બાળકીને તેના ઘરમાં ઘરકામ કરી આપવા માટે બોલાવતા બાળકી ત્યાં ગઇ હતી. તે સમયે ઘરમાં કોઇ ન હોવાથી આરોપીએ રૃમનો દરવાજો બંધ કરીને મોઢું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અડપલા શરૃ કર્યા હતા. બાદમાં દુષ્કર્મ આચયુ હતું ત્યારબાદ આ જ રીતે બેથી ત્રણ વખત બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું જેથી બાળકી ગભરાઇ જતા તેને પરિવારજને જાણ કરી ન હતી. બીજીતરફ તેને ઉલ્ટીઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાતા તેને ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવારજનોએ તેને પૂછતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની બાળકીને મકાન માલીકેે ઘરકામ માટે ઘરમાં બોલાવીને રૃમ બંધ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બે થી ત્રણ વખત દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. જેમાં બાળકીને ઉલ્ટીઓ થતા હોસ્પિટલમાં લઇ જતા ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું, જેમાં બાળકીનો પરિવાર મકાન આરોપીના ઘરેમાં ભાડે રહેતા હોવાથી પરિચય થયો હતો. આ બનાવ અંગે માતાએ મકાન માલીક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મકાન મલીકે ઘર કામ માટે બોલાવીને બાળકી સાથે કૂકર્મ આચર્યું ઃ પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
પૂર્વ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર જેના મકાનમાં ભાડે રહેતા હતા તે ૪૦ વર્ષના આરોપીએ પોતાની દિકરી સમાન બાળકી સામે નજર બગાડી હતી જેમાં સાતેક મહિના પહેલા બાળકી તેની નાનીના ઘરે ગઇ હતી તે સમયે આરોપીએ બાળકીને તેના ઘરમાં ઘરકામ કરી આપવા માટે બોલાવતા બાળકી ત્યાં ગઇ હતી. તે સમયે ઘરમાં કોઇ ન હોવાથી આરોપીએ રૃમનો દરવાજો બંધ કરીને મોઢું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અડપલા શરૃ કર્યા હતા. બાદમાં દુષ્કર્મ આચયુ હતું ત્યારબાદ આ જ રીતે બેથી ત્રણ વખત બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું જેથી બાળકી ગભરાઇ જતા તેને પરિવારજને જાણ કરી ન હતી. બીજીતરફ તેને ઉલ્ટીઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાતા તેને ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવારજનોએ તેને પૂછતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.