પ્રેમસંબંધમાં માતાએ નવજાતને જંગલમાં લઈજઈ જમીનમાં દાટી દીધી: પોલીસે માતાની ધરપકડ કરી

 ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસેના જંગલમાં ઢોર ચારતા સમયે માલધારી નાની બાળકીનો અવાજ સાંભળતા આજુબાજુમાં નજર કરતા પથ્થર નીચે જોતા તાજી જન્મેલી બાળકી મળી આવતા તંત્રને જાણ કરતાની સાથે જ તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં લઇ જઇ સારવાર શરૂ કરી સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડાઇ છે.આમ કુમળી બાળકીને પથ્થર નીચે મુકી ત્યજી દેતા સમગ્ર વિસ્તારમાં આની જનેતા સામે રોષ વ્યકત કરાઇ રહયો છે.ત્યારે તાલુકા પોલીસે બાતમીદારોના આધારે બાળકીની માતા અને આરોપીનો ભેદ ઉકેલી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવોના સુત્રને સાર્થક કરવા માટે કવાયત ચલાવાઇ રહી છે ત્યારે અઠવાડીયા પહેલા મુળી તાલુકાના લીયા ગામની સીમમાં કોઇ નિર્દયી માતાએ જીવીત જન્મેલી બાળકીને ડોલમાં ત્યજી દીધી હતી.બે દિવસ પહેલા ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે 5 વર્ષની બાળકી ઉપર ઢગાએ દુષ્કર્મ આચર્યાની પણ ઘટના સામે આવી છે. એવામાં ધ્રાંગધ્રાના હરીપર ગામની સીમમાં અતી નીદનીય અને ધૃણાસ્પદ ગણાય એવુ નરાધમ કૃત્ય સામે આવ્યુ છે. કોઇ નિર્દયી જનેતાએ બે ત્રણ દિવસ પહેલા જ જન્મેલી બાળકીને હરીપર ગામની સીમમાં જમીનમાં ખાડો કરી દાટી દઇ ઉપર પથ્થર મુકી દીધો હતો જેથી બાળકી મોતને ઘાટ ઉતરી જાય એવો ઇરાદો દેખાઇ રહયો છે. પરંતુ કહેવત છેને કે રામરાખે એને કોણ ચાખે અને વળી દીકરી એતો લક્ષ્મી-માતાનું સ્વરૂપ ગણાય છે. આ બાળકી જીવીત રહી ગઇ અને રડવાનો અવાજ પણ બાજુમાં ઢોર ચરાવતા હરીપર ગામના કુકાભાઇ તેજાભાઇ અને નરસીહભાઇ ઠાકોરને કાને સંભળાયો હતો, જેથી તેઓએ આજુબાજુમાં નજર કરતા પથ્થર નીચેથી અવાજ આવતો હોઇ પથ્થર ઉચો કરતા જમીનમાં દાટેલી જીવીત બાળકી જોતાની સાથે જ તાત્કાલીક તેઓએ હરીપરના મીતુલભાઇ પટેલને જાણ કરતા એમ્બ્યુલન્સ બોલાવી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ડોકટરે સારવાર આપી પોલીસની હાજરીમાં સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં વધારે સારવાર અર્થે મોકલતા હાલ બાળકી સ્વસ્થ હોવાનું જાણવા મળી રહયુ છે.બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અજાણી મહિલા સામે બાળકીને જન્મ આપી ત્યજી દીધાની પોલીસ ફરીયાદ દાખલ કરી ઇન્ચાર્જ એસ.પી.વી.બી.જાડેજાનામાર્ગદર્શન હેઠળ તાલુકા પી.આઇ.ડી.ડી.ચાવડા,પી.એસ.આઇ.દિવાન,ઇન્દુભા અને સાગરભાઇ રબારીની ટીમે બાતમીદારોના આધારે તપાસ શરૂ કરતા પ્રેમસબંધ મામલે નવજાત બાળકીને દાટી હોવાનો ખુલાસો કરતા ઇસદ્રા ગામના પ્રેમી સહિત 2 મહિલા આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. નવજાતની માતા, પડોશી મહિલા રોડ ઉપર બેઠાં હતાં વિધવા મહીલાને બાળકીનો જન્મ થયા બાદ પાપ છુપાવવા માટે એના પ્રેમી હરજીભાઇ રામસીંગભાઇ રહે.ઇસદ્રા વાળા સાથે મળી નવજાતના નિકાલ કરવાનું નકકી કરી નવજાતની માતા, યુવતીની માતા, મહિલાની પડોશી સહિત ચારેય હરીપર પાસેના જંગલમાં જઇ નવજાતની માતા, પડોશી મહિલા રોડ ઉપર બેઠા અને પ્રેમી અને યુવતીની માતા બંન્ને જંગલમાં બાળકીને દાટવા ગયા હતા. નવજાત બાળકીની માતાનો ભેદ ઉકેલાયો ઇન્ચાર્જ એસ.પી.વી.બી.જાડેજાએ જણાવેલ કે, હરીપર પાસેથી મળેલી બાળકીની માતાને બાજુના ઇસદ્રા ગામના યુવક સાથે પ્રેમસબંધ હોઇ બાળકીનો જન્મ થયા બાદ પ્રેમી, યુવતીની માતા, પડોશી મહિલા અને યુવતી ચારેય ભેગા મળી જંગલમાં દાટી આવ્યા હોવાનો પોલીસે ભેદ ઉકેલતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યારે નવજાતની માતા હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ત્રણની ધરપકડ કરી, યુવતી સારવાર હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઇસદ્રા ગામનો નવજાતને જમીનમાં દાટનાર પ્રેમી,નવજાતની માતાની માતા,માતાતી પડોશી અને નવજાતની માતા સહિત ચારેય ઉપર ગુનો દાખલ કરી પ્રેમી,બે મહીલાની ધરપકડ કરી નવજાતની માતાની તબીયત ખરાબ હોઇ હોસ્પીટલમાં સારવાર હેઠળ હોવાથી ત્યાર બાદ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાશે. મારવાનો પ્રયાસ કર્યો એણે જ ભાંડો ફોડયો કારા કરતુતનો અંજામ હમેશા ખરાબ જ હોય છે ત્યારે નવજાતની માતાનો પ્રેમસબંધ છુપાવવા જનેતાએ જ કુમળી દીકરીને પ્રેમી સાથે મળી મરવા માટે દાટી દીધી પરંતુ એજ બાળકીને જીવનદાન પણ મળ્યુ અને આવી નિર્દયી માતાના પ્રેમસબંધનો ભાંડો ફોડી નાખ્યો.

પ્રેમસંબંધમાં માતાએ નવજાતને જંગલમાં લઈજઈ જમીનમાં દાટી દીધી: પોલીસે માતાની ધરપકડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસેના જંગલમાં ઢોર ચારતા સમયે માલધારી નાની બાળકીનો અવાજ સાંભળતા આજુબાજુમાં નજર કરતા પથ્થર નીચે જોતા તાજી જન્મેલી બાળકી મળી આવતા તંત્રને જાણ કરતાની સાથે જ તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં લઇ જઇ સારવાર શરૂ કરી સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડાઇ છે.

આમ કુમળી બાળકીને પથ્થર નીચે મુકી ત્યજી દેતા સમગ્ર વિસ્તારમાં આની જનેતા સામે રોષ વ્યકત કરાઇ રહયો છે.ત્યારે તાલુકા પોલીસે બાતમીદારોના આધારે બાળકીની માતા અને આરોપીનો ભેદ ઉકેલી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક તરફ બેટી બચાવો બેટી પઢાવોના સુત્રને સાર્થક કરવા માટે કવાયત ચલાવાઇ રહી છે ત્યારે અઠવાડીયા પહેલા મુળી તાલુકાના લીયા ગામની સીમમાં કોઇ નિર્દયી માતાએ જીવીત જન્મેલી બાળકીને ડોલમાં ત્યજી દીધી હતી.બે દિવસ પહેલા ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે 5 વર્ષની બાળકી ઉપર ઢગાએ દુષ્કર્મ આચર્યાની પણ ઘટના સામે આવી છે. એવામાં ધ્રાંગધ્રાના હરીપર ગામની સીમમાં અતી નીદનીય અને ધૃણાસ્પદ ગણાય એવુ નરાધમ કૃત્ય સામે આવ્યુ છે. કોઇ નિર્દયી જનેતાએ બે ત્રણ દિવસ પહેલા જ જન્મેલી બાળકીને હરીપર ગામની સીમમાં જમીનમાં ખાડો કરી દાટી દઇ ઉપર પથ્થર મુકી દીધો હતો જેથી બાળકી મોતને ઘાટ ઉતરી જાય એવો ઇરાદો દેખાઇ રહયો છે. પરંતુ કહેવત છેને કે રામરાખે એને કોણ ચાખે અને વળી દીકરી એતો લક્ષ્મી-માતાનું સ્વરૂપ ગણાય છે. આ બાળકી જીવીત રહી ગઇ અને રડવાનો અવાજ પણ બાજુમાં ઢોર ચરાવતા હરીપર ગામના કુકાભાઇ તેજાભાઇ અને નરસીહભાઇ ઠાકોરને કાને સંભળાયો હતો, જેથી તેઓએ આજુબાજુમાં નજર કરતા પથ્થર નીચેથી અવાજ આવતો હોઇ પથ્થર ઉચો કરતા જમીનમાં દાટેલી જીવીત બાળકી જોતાની સાથે જ તાત્કાલીક તેઓએ હરીપરના મીતુલભાઇ પટેલને જાણ કરતા એમ્બ્યુલન્સ બોલાવી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ડોકટરે સારવાર આપી પોલીસની હાજરીમાં સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં વધારે સારવાર અર્થે મોકલતા હાલ બાળકી સ્વસ્થ હોવાનું જાણવા મળી રહયુ છે.બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અજાણી મહિલા સામે બાળકીને જન્મ આપી ત્યજી દીધાની પોલીસ ફરીયાદ દાખલ કરી ઇન્ચાર્જ એસ.પી.વી.બી.જાડેજાનામાર્ગદર્શન હેઠળ તાલુકા પી.આઇ.ડી.ડી.ચાવડા,પી.એસ.આઇ.દિવાન,ઇન્દુભા અને સાગરભાઇ રબારીની ટીમે બાતમીદારોના આધારે તપાસ શરૂ કરતા પ્રેમસબંધ મામલે નવજાત બાળકીને દાટી હોવાનો ખુલાસો કરતા ઇસદ્રા ગામના પ્રેમી સહિત 2 મહિલા આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

નવજાતની માતા, પડોશી મહિલા રોડ ઉપર બેઠાં હતાં વિધવા મહીલાને બાળકીનો જન્મ થયા બાદ પાપ છુપાવવા માટે એના પ્રેમી હરજીભાઇ રામસીંગભાઇ રહે.ઇસદ્રા વાળા સાથે મળી નવજાતના નિકાલ કરવાનું નકકી કરી નવજાતની માતા, યુવતીની માતા, મહિલાની પડોશી સહિત ચારેય હરીપર પાસેના જંગલમાં જઇ નવજાતની માતા, પડોશી મહિલા રોડ ઉપર બેઠા અને પ્રેમી અને યુવતીની માતા બંન્ને જંગલમાં બાળકીને દાટવા ગયા હતા.

નવજાત બાળકીની માતાનો ભેદ ઉકેલાયો

ઇન્ચાર્જ એસ.પી.વી.બી.જાડેજાએ જણાવેલ કે, હરીપર પાસેથી મળેલી બાળકીની માતાને બાજુના ઇસદ્રા ગામના યુવક સાથે પ્રેમસબંધ હોઇ બાળકીનો જન્મ થયા બાદ પ્રેમી, યુવતીની માતા, પડોશી મહિલા અને યુવતી ચારેય ભેગા મળી જંગલમાં દાટી આવ્યા હોવાનો પોલીસે ભેદ ઉકેલતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યારે નવજાતની માતા હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

પોલીસે ત્રણની ધરપકડ કરી, યુવતી સારવાર હેઠળ

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઇસદ્રા ગામનો નવજાતને જમીનમાં દાટનાર પ્રેમી,નવજાતની માતાની માતા,માતાતી પડોશી અને નવજાતની માતા સહિત ચારેય ઉપર ગુનો દાખલ કરી પ્રેમી,બે મહીલાની ધરપકડ કરી નવજાતની માતાની તબીયત ખરાબ હોઇ હોસ્પીટલમાં સારવાર હેઠળ હોવાથી ત્યાર બાદ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાશે.

મારવાનો પ્રયાસ કર્યો એણે જ ભાંડો ફોડયો

કારા કરતુતનો અંજામ હમેશા ખરાબ જ હોય છે ત્યારે નવજાતની માતાનો પ્રેમસબંધ છુપાવવા જનેતાએ જ કુમળી દીકરીને પ્રેમી સાથે મળી મરવા માટે દાટી દીધી પરંતુ એજ બાળકીને જીવનદાન પણ મળ્યુ અને આવી નિર્દયી માતાના પ્રેમસબંધનો ભાંડો ફોડી નાખ્યો.