પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સો.મીડિયા પર વાયરલ વીડિયોથી કૂતુહલ

Gujarat Rain updates | વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થળે લઈ જવાતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.A video of foreign tourists visiting Vadodara has gone viral. #viralvideo pic.twitter.com/n06ibGx9HW— Neetu Khandelwal (@T_Investor_) August 31, 2024 વિડિયોમાં વિદેશીઓ બુલડોઝર પર ઉભા  રહેલા જોવા મળી રહ્યાં છે.પાણી વચ્ચેથી બુલડોઝર પર ઉભા રહીને નીકળવાનો અનુભવ લઈ રહેલા વિદેશી પ્રવાસીઓના ચહેરા પર પણ હાસ્ય જોઈ શકાય છે.એવુ કહેવાય છે કે, વિદેશી પ્રવાસીઓનુ આ જૂથ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયું હતુ.તેઓ વડોદરાના જેતલપુર વિસ્તારની કોઈ હોટલમાં રોકાયા હતા અને સોમવારે પડેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા આ વિસ્તારની સેકંડો હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓને જેમ તેઓ પણ ફસાઈ ગયા હતા.એ પછી તંત્રનું કોઈએ ધ્યાન દોર્યું હતું અને આ પ્રવાસીઓને હોટલમાંથી સલામત સ્થળે ખસેડવા માટે બુલડોઝર બોલાવવામાં આવ્યું હતું. 6 જેટલા વિદેશી પ્રવાસીઓના જૂથને એક સાથે  પૂરના પાણીથી દૂર લઈ જવા માટે બુલડોઝરના આગલા હિસ્સામાં ઉભા રાખવામાં આવ્યા હતા.તેમને લઈને બુલડોઝર રસ્તા પરથી જઈ રહ્યું હતું ત્યારે કોઈએ વિડિયો ઉતારી લીધો હતો અને હવે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યો છે.વિડિયો પણ જેતલપુર રોડનો હોવાનુ જોવા મળી રહ્યું છે.

પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સો.મીડિયા પર વાયરલ વીડિયોથી કૂતુહલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Rain updates | વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થળે લઈ જવાતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વિડિયોમાં વિદેશીઓ બુલડોઝર પર ઉભા  રહેલા જોવા મળી રહ્યાં છે.પાણી વચ્ચેથી બુલડોઝર પર ઉભા રહીને નીકળવાનો અનુભવ લઈ રહેલા વિદેશી પ્રવાસીઓના ચહેરા પર પણ હાસ્ય જોઈ શકાય છે.

એવુ કહેવાય છે કે, વિદેશી પ્રવાસીઓનુ આ જૂથ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયું હતુ.તેઓ વડોદરાના જેતલપુર વિસ્તારની કોઈ હોટલમાં રોકાયા હતા અને સોમવારે પડેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા આ વિસ્તારની સેકંડો હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓને જેમ તેઓ પણ ફસાઈ ગયા હતા.

એ પછી તંત્રનું કોઈએ ધ્યાન દોર્યું હતું અને આ પ્રવાસીઓને હોટલમાંથી સલામત સ્થળે ખસેડવા માટે બુલડોઝર બોલાવવામાં આવ્યું હતું. 6 જેટલા વિદેશી પ્રવાસીઓના જૂથને એક સાથે  પૂરના પાણીથી દૂર લઈ જવા માટે બુલડોઝરના આગલા હિસ્સામાં ઉભા રાખવામાં આવ્યા હતા.

તેમને લઈને બુલડોઝર રસ્તા પરથી જઈ રહ્યું હતું ત્યારે કોઈએ વિડિયો ઉતારી લીધો હતો અને હવે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યો છે.વિડિયો પણ જેતલપુર રોડનો હોવાનુ જોવા મળી રહ્યું છે.