પીપળજમાં સૂઇ રહેલા યુવકના શરીર ઉપર ટ્રક ફરી વળતાં કમકમાટી ભર્યું મોત

અમદાવાદ,શુક્રવારપૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન હિટ એન્ડ રન અને અકસ્મતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેમાંયે ખાસ કરીને હિટ એન્ડ રનના બનાવોમાં નિર્દોષ લોકોને કચડીને મોતને ઘાટ ઉતારીને વાહન ચાલકો નાસી જવાનો બનાવો પણ વધી ગયા છે.  પીપળજમાં રાતે યુવક સૂતો હતો ત્યારે પૂર  ઝડપે આવેલી ટ્રકના ચાલકે તેના શરીર ચઢાવી દેતા યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વતન જવાનું કહીને ઘરે નીકળ્યો હતો સવાર નાનો ભાઇ ચા પીવા બહાર નીકળ્યો ત્યારે એસ્ટેટ બહાર કોઇકના મોબાઇલમાં મરણ જનાર ભાઇ હોવાની જાણ થઇનારોલ રોડ ઉપર પીપળજ પીરાણા રોડ ઉપર શિવ શકિત એસ્ટેટ પાસે રૃખ્ખડભાઇના ગોડાઉનમાં રહેતા અશોકભાઇ પરમાર (ઉ.વ.૨૮)એ ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક અને તેનો મોટાભાઇ પિન્ટુંભાઇ (ઉ.વ.૩૨) બન્ને પિન્ટીગની કામગીરી કરતા હતા. તા.૨૩ના રોજ ફરિયાદીના મોટાભાઇ રાતે ૮.૩૦ વાગે તેમના વતન જવા માટે ઘરેથી નીકળ્યા હતા.બીજા દિવસે સવારે ફરિયાદી યુવક એસ્ટેટ બહાર ચા પાવા માટે ગયો હતો જ્યાં લોકોની વાતોવાતથી અને કોઇકના મોબાઇલમાં અકસ્માતના  ફોટા જોતા મરણ જનાર પોતાના મોટાભાઇનો ફોટો હોવાની જાણ થઇ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના ભાઇ માટીયા એસ્ટેટ પાસે પીપળજ રોડ ઉપર સૂતા હતા તે સમયે પૂર ઝડપે આવી રહેલી બંધ બોડીની ટ્રકના ચાલકે ટ્રક તેમના ભાઇના પેટના ભાગે ચઢાવી દેતાં તેમનું સ્થળ ઉપર મોત નીપજાવીને ટ્રક લઇને નાસી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પીપળજમાં સૂઇ રહેલા યુવકના શરીર ઉપર ટ્રક ફરી વળતાં કમકમાટી ભર્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન હિટ એન્ડ રન અને અકસ્મતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેમાંયે ખાસ કરીને હિટ એન્ડ રનના બનાવોમાં નિર્દોષ લોકોને કચડીને મોતને ઘાટ ઉતારીને વાહન ચાલકો નાસી જવાનો બનાવો પણ વધી ગયા છે.  પીપળજમાં રાતે યુવક સૂતો હતો ત્યારે પૂર  ઝડપે આવેલી ટ્રકના ચાલકે તેના શરીર ચઢાવી દેતા યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વતન જવાનું કહીને ઘરે નીકળ્યો હતો સવાર નાનો ભાઇ ચા પીવા બહાર નીકળ્યો ત્યારે એસ્ટેટ બહાર કોઇકના મોબાઇલમાં મરણ જનાર ભાઇ હોવાની જાણ થઇ

નારોલ રોડ ઉપર પીપળજ પીરાણા રોડ ઉપર શિવ શકિત એસ્ટેટ પાસે રૃખ્ખડભાઇના ગોડાઉનમાં રહેતા અશોકભાઇ પરમાર (ઉ.વ.૨૮)એ ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક અને તેનો મોટાભાઇ પિન્ટુંભાઇ (ઉ.વ.૩૨) બન્ને પિન્ટીગની કામગીરી કરતા હતા. તા.૨૩ના રોજ ફરિયાદીના મોટાભાઇ રાતે ૮.૩૦ વાગે તેમના વતન જવા માટે ઘરેથી નીકળ્યા હતા.

બીજા દિવસે સવારે ફરિયાદી યુવક એસ્ટેટ બહાર ચા પાવા માટે ગયો હતો જ્યાં લોકોની વાતોવાતથી અને કોઇકના મોબાઇલમાં અકસ્માતના  ફોટા જોતા મરણ જનાર પોતાના મોટાભાઇનો ફોટો હોવાની જાણ થઇ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના ભાઇ માટીયા એસ્ટેટ પાસે પીપળજ રોડ ઉપર સૂતા હતા તે સમયે પૂર ઝડપે આવી રહેલી બંધ બોડીની ટ્રકના ચાલકે ટ્રક તેમના ભાઇના પેટના ભાગે ચઢાવી દેતાં તેમનું સ્થળ ઉપર મોત નીપજાવીને ટ્રક લઇને નાસી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.