પિતાએ બાળકીને પરત મેળવવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટો મેસેજ કર્યો
અમદાવાદ,રવિવારનારોલ વિસ્તારમાંથી ત્રણ વર્ષની બાળકી નું અપહરણ થવાના મેસેજ ને કારણે અમદાવાદ શહેર પોલીસ દોડતી થઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અરવિંદ સોમાભાઈ ડામોર નામના વ્યક્તિએ પોતાની ત્રણ વર્ષની બાળકીનું નારોલ સર્કલ ખાતેથી બે અજાણી મહિલા અને એક પુરુષ દ્વારા અપહરણ થવાનો મેસેજ આપ્યો હતો. ત્રણ વર્ષની બાળકીના અપહરણ ની બાબત ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ચાર્જ સેક્ટર- 02 નીરજ બડગુજર ની સૂચનાથી ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની અને એસીપી પ્રદીપસિંહ જાડેજા જાતે ઈસનપુર પહોંચી ગયા હતા. તેમજ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયેલ હતી. ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, કાગડાપીઠ પીઆઈ એસ. એ.પટેલ, નારોલ પીઆઈ આર.એમ.ઝાલા, ઝોન 06 એલસીબી પીએસઆઈ એમ.આર.બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એલ .એન.ઘાસુરા અને ટીમ દ્વારા શાહવાડી નારોલ વિસ્તારમાંથી બાળકી રોશની ઉવ. 03 એક મહિલા સાથે મળી આવેલ હતી. જે મહિલા અને બાળકીનો ફોટો ફરિયાદી ને બતાવતા, પોતાની પત્ની અને અપહૃત બાળકી હોવાનું જણાવતા, પોલીસ પણ ચોંકી ગઇ હતી. જે ડીવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા અને ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજાએ ફોન કરનાર અરવિંદ ડામોરને કડક હાથે પૂછપરછ કરવામાં આવતા, કંટ્રોલ રૂમ માં ફોન કરનાર અરવિંદ ડામોર ભાંગી પડ્યો હતો અને પોતાની પત્ની અનીતાબેન દેવીપુજક નાં અગાઉ લગ્ન સુંદરભાઈ રાજુભાઈ દેવીપુજક (રહે. નારોલ )સાથે થયેલ હતા. બાદમાં આ અરવિંદ ડામોર સાથે પ્રેમસંબંધ થતાં, પોતાના પતિ સુંદર દેવીપુજક ને છોડીને અરવિંદ ડામોર સાથે રહેવા આવી હતી અને તેણે દીકરીનો જન્મ આપ્યો હતો. આજથી ચાર પાંચ દિવસ પહેલા પોતાના અગાઉના પતિ સુંદરભાઇ સાથે સંપર્ક કરી, હવે તે તેની સાથે રહેવા માંગતી હોય, પોતાની પુત્રીને લઈને આજથી ત્રણ ચાર દિવસ પહેલા અમદાવાદ સુંદર દેવીપુજક સાથે રહેવા આવી ગયેલ હતી. જેથી અરવિંદ પોતાની પુત્રી વગર રહી શકતો ના હોય માટે તેણે અપહરણ ની વાર્તા બનાવીને પોલીસની મદદથી દીકરીને શોધી, કબ્જો લેવાની યોજના બનાવી હતી. માટે તેણે પોલીસ કંટ્રોલમાં ખોટો મેસેજ કર્યો હતો.આમ, ત્રણ વર્ષની બાળકીના અપહરણની બાબતને ગંભીરતા સમજી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, બાળકી પોતાની માતા પાસે જ હોય અને અપહરણ થયેલ નાં હોય, પોલીસે પણ હાશકારો મેળવ્યો હતો. પોલીસ દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરનાર અરવિંદ ડામોરને પુત્રી પ્રેમના કારણે આવું કરેલ હોય, સહાનુભૂતિ રાખી, ભવિષ્યમાં આવું નહી કરવા સખ્ત સૂચના આપીને સંવેદના રાખી, કાર્યવાહી કરવાનું ટાળેલ હતું....!!!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
નારોલ વિસ્તારમાંથી ત્રણ વર્ષની બાળકી નું અપહરણ થવાના મેસેજ ને કારણે અમદાવાદ શહેર પોલીસ દોડતી થઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અરવિંદ સોમાભાઈ ડામોર નામના વ્યક્તિએ પોતાની ત્રણ વર્ષની બાળકીનું નારોલ સર્કલ ખાતેથી બે અજાણી મહિલા અને એક પુરુષ દ્વારા અપહરણ થવાનો મેસેજ આપ્યો હતો. ત્રણ વર્ષની બાળકીના અપહરણ ની બાબત ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ચાર્જ સેક્ટર- 02 નીરજ બડગુજર ની સૂચનાથી ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની અને એસીપી પ્રદીપસિંહ જાડેજા જાતે ઈસનપુર પહોંચી ગયા હતા. તેમજ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયેલ હતી. ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, કાગડાપીઠ પીઆઈ એસ. એ.પટેલ, નારોલ પીઆઈ આર.એમ.ઝાલા, ઝોન 06 એલસીબી પીએસઆઈ એમ.આર.બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એલ .એન.ઘાસુરા અને ટીમ દ્વારા શાહવાડી નારોલ વિસ્તારમાંથી બાળકી રોશની ઉવ. 03 એક મહિલા સાથે મળી આવેલ હતી. જે મહિલા અને બાળકીનો ફોટો ફરિયાદી ને બતાવતા, પોતાની પત્ની અને અપહૃત બાળકી હોવાનું જણાવતા, પોલીસ પણ ચોંકી ગઇ હતી. જે ડીવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા અને ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજાએ ફોન કરનાર અરવિંદ ડામોરને કડક હાથે પૂછપરછ કરવામાં આવતા, કંટ્રોલ રૂમ માં ફોન કરનાર અરવિંદ ડામોર ભાંગી પડ્યો હતો અને પોતાની પત્ની અનીતાબેન દેવીપુજક નાં અગાઉ લગ્ન સુંદરભાઈ રાજુભાઈ દેવીપુજક (રહે. નારોલ )સાથે થયેલ હતા. બાદમાં આ અરવિંદ ડામોર સાથે પ્રેમસંબંધ થતાં, પોતાના પતિ સુંદર દેવીપુજક ને છોડીને અરવિંદ ડામોર સાથે રહેવા આવી હતી અને તેણે દીકરીનો જન્મ આપ્યો હતો. આજથી ચાર પાંચ દિવસ પહેલા પોતાના અગાઉના પતિ સુંદરભાઇ સાથે સંપર્ક કરી, હવે તે તેની સાથે રહેવા માંગતી હોય, પોતાની પુત્રીને લઈને આજથી ત્રણ ચાર દિવસ પહેલા અમદાવાદ સુંદર દેવીપુજક સાથે રહેવા આવી ગયેલ હતી. જેથી અરવિંદ પોતાની પુત્રી વગર રહી શકતો ના હોય માટે તેણે અપહરણ ની વાર્તા બનાવીને પોલીસની મદદથી દીકરીને શોધી, કબ્જો લેવાની યોજના બનાવી હતી. માટે તેણે પોલીસ કંટ્રોલમાં ખોટો મેસેજ કર્યો હતો.આમ, ત્રણ વર્ષની બાળકીના અપહરણની બાબતને ગંભીરતા સમજી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, બાળકી પોતાની માતા પાસે જ હોય અને અપહરણ થયેલ નાં હોય, પોલીસે પણ હાશકારો મેળવ્યો હતો. પોલીસ દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરનાર અરવિંદ ડામોરને પુત્રી પ્રેમના કારણે આવું કરેલ હોય, સહાનુભૂતિ રાખી, ભવિષ્યમાં આવું નહી કરવા સખ્ત સૂચના આપીને સંવેદના રાખી, કાર્યવાહી કરવાનું ટાળેલ હતું....!!!