પાદરા નગર અને તાલુકામાં કાળઝાળ ગરમીનો કેર : પારો 43 ડિગ્રી પાર

May 12, 2026 - 06:00
પાદરા નગર અને તાલુકામાં કાળઝાળ ગરમીનો કેર : પારો 43 ડિગ્રી પાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મે માસની અસહ્ય ગરમી વચ્ચે પાદરા નગર અને તાલુકામાં લોકોને ભારે ઉકળાટ અને લૂનો સામનો કરવો પડયો હતો. રવિવાર બાદ સોમવારે પણ ગરમીનો પારો સતત ઊંચો રહ્યો હતો. સમગ્ર વિસ્તારમાં સિઝનનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો. બપોરે તાપમાન 44 ડિગ્રી નજીક પહોંચતા જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

વહેલી સવારથી જ આકરા તાપનો અનુભવ થવા લાગ્યો હતો. બપોર સુધી ધોમધખતા તાપ અને ગરમ પવનોના કારણે લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. ખાસ કરીને બપોરે પાદરા શહેર તેમજ તાલુકાના માર્ગો પર કરફ્યુ જેવી સુમસામ સ્થિતિ જોવા મળી હતી. ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ ઉઠયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ગરમીની અસર વધુ તીવ્ર બની છે. લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતા રાત્રિના સમયે પણ લોકોને ગરમીથી રાહત મળી નહોતી. અંગ દઝાડતી ગરમીને કારણે કેટલાક રસ્તાઓ પર ડામર પીગળવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અસહ્ય ગરમીના પગલે જનજીવન પર વ્યાપક અસર પડી હતી. વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને હિટ સ્ટ્રોક અને લૂથી બચવા માટે બપોરે કામ વિના બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા તથા સૂર્યપ્રકાશથી બચવાના ઉપાયો અપનાવવા સલાહ અપાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0