પાક નુકસાનને લઈને ખેડૂતોનો અનોખો વિરોધ, અમરેલીમાં ખેતરમાં કર્યો ખરખરો

સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. કિસાનોની પીડા સરકાર સુધી પહોંચાડવા કોંગ્રેસ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખે મૃતપ્રાય થયેલા ખેતી પાકની લૌકીક ક્રિયા કરી.કિસાન કોંગ્રેસ પ્રમુખે ખેડૂતો સાથે કર્યો ખરખરો વડીયાના હનુમાન ખીજડિયા ગામે ખેડૂતોના ખેતરે પહોંચી ખેડૂતોના વહાલસોયા પાકને યાદ કરી રૂદન કર્યું. વડીયા કુંકાવાવ તાલુકામાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયુ છે. ખેડૂતોની મગફળી, સોયાબીન કપાસ સહિતના પાકોને યાદ કરી લોકીક ક્રિયા કરી અને ખેડૂતોએ ડાઘુઓની માફક રોકકળ કરી. જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સહિત ખેડૂતોએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર પણ લખ્યો. કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે સૌથી વધુ વરસાદ વડીયા કુંકાવાવ તાલુકામાં વધુ નોંધાયો છે, ત્યારે ખેડૂતોને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને નુકસાન થયું છે, જેને લઈ આજે અમરેલી જિલ્લા કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખે મૃતપાય થયેલા ખેતી પાકની લોકીક ક્રિયા કરી. વડીયાના હનુમાન ખીજડિયા ગામે ખેડૂતોના ખેતરે પહોંચી ખેડૂતોના વ્હાલસોયા પાકને યાદ કરી રૂદન કર્યું હતું. વડીયા કુંકાવાવ તાલુકામાં ખેતી પાકને વધુ વ્યાપક નુકસાન થયુ છે, ખેડૂતોની મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને યાદ કરી લોકીક ક્રિયા કરી. ખેડૂતોએ ડાઘુઓની માફક રોકકળ કરી. પાક નુકસાનની સહાય ચૂકવવા ખેડૂતોની માગણી વધુમાં ખેડૂતોને કંઈ કહેવાનું નથી છતાં પોતાનું રુદન ઠાલવ્યું કે ખેડૂતોને ખોટા વાયદાઓ આપ્યા કરવા એ વ્યાજબી ન કહેવાય જે નુકશાન થયું છે એ સત્ય છે અને પશુઓનો ચારો પણ બચ્યો નથી. ખેડૂતોની માઠી અસર છે, ત્યારે 182 ધારાસભ્યો 15 દિવસથી માત્ર લેટર લખવાનું કામ કરે છે, ધારાસભ્ય ખુદ મુખ્યમંત્રીને રજુઆત કરી શકે તો લેટર લખવાની શું જરૂર છે? આ મગફળીનો પાક જે સળી ગયો છે એમનું તેલ નીકળે એ પણ ખોરું નીકળે તો મોકલું 182 ધારાસભ્યોને 5 લીટર વ્હાલા કહીને ખેડૂતે વેદના ઠાલવી છે. 

પાક નુકસાનને લઈને ખેડૂતોનો અનોખો વિરોધ, અમરેલીમાં ખેતરમાં કર્યો ખરખરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. કિસાનોની પીડા સરકાર સુધી પહોંચાડવા કોંગ્રેસ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખે મૃતપ્રાય થયેલા ખેતી પાકની લૌકીક ક્રિયા કરી.

કિસાન કોંગ્રેસ પ્રમુખે ખેડૂતો સાથે કર્યો ખરખરો

વડીયાના હનુમાન ખીજડિયા ગામે ખેડૂતોના ખેતરે પહોંચી ખેડૂતોના વહાલસોયા પાકને યાદ કરી રૂદન કર્યું. વડીયા કુંકાવાવ તાલુકામાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયુ છે. ખેડૂતોની મગફળી, સોયાબીન કપાસ સહિતના પાકોને યાદ કરી લોકીક ક્રિયા કરી અને ખેડૂતોએ ડાઘુઓની માફક રોકકળ કરી. જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ સહિત ખેડૂતોએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર પણ લખ્યો.

કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી

સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે સૌથી વધુ વરસાદ વડીયા કુંકાવાવ તાલુકામાં વધુ નોંધાયો છે, ત્યારે ખેડૂતોને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને નુકસાન થયું છે, જેને લઈ આજે અમરેલી જિલ્લા કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખે મૃતપાય થયેલા ખેતી પાકની લોકીક ક્રિયા કરી. વડીયાના હનુમાન ખીજડિયા ગામે ખેડૂતોના ખેતરે પહોંચી ખેડૂતોના વ્હાલસોયા પાકને યાદ કરી રૂદન કર્યું હતું. વડીયા કુંકાવાવ તાલુકામાં ખેતી પાકને વધુ વ્યાપક નુકસાન થયુ છે, ખેડૂતોની મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને યાદ કરી લોકીક ક્રિયા કરી. ખેડૂતોએ ડાઘુઓની માફક રોકકળ કરી.

પાક નુકસાનની સહાય ચૂકવવા ખેડૂતોની માગણી

વધુમાં ખેડૂતોને કંઈ કહેવાનું નથી છતાં પોતાનું રુદન ઠાલવ્યું કે ખેડૂતોને ખોટા વાયદાઓ આપ્યા કરવા એ વ્યાજબી ન કહેવાય જે નુકશાન થયું છે એ સત્ય છે અને પશુઓનો ચારો પણ બચ્યો નથી. ખેડૂતોની માઠી અસર છે, ત્યારે 182 ધારાસભ્યો 15 દિવસથી માત્ર લેટર લખવાનું કામ કરે છે, ધારાસભ્ય ખુદ મુખ્યમંત્રીને રજુઆત કરી શકે તો લેટર લખવાની શું જરૂર છે? આ મગફળીનો પાક જે સળી ગયો છે એમનું તેલ નીકળે એ પણ ખોરું નીકળે તો મોકલું 182 ધારાસભ્યોને 5 લીટર વ્હાલા કહીને ખેડૂતે વેદના ઠાલવી છે.