પહેલાં મતદાન પછી ફેરાઃ લગ્નપ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોકશાહી પ્રત્યે નિષ્ઠા દર્શાવતા યુવા મતદારો અણીયારી, વિરપુર, મોટા દડવા, વાંકાનેર, ઝાંઝમેર, પેઢલામાં મીંઢોળબંધા વરરાજાનું : જ્યારે જામનગર, ચોટીલા, ચંદ્રપુરમાં શણગાર સજેલી કન્યાઓનું લગ્ન પહેલાં મતદાન
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં લોકશાહીના પર્વમાં મતાધિકારના મહત્વને ઉજાગર કરતા અનેક પ્રેરણાદાયી કિસ્સા જોવા મળ્યા. જીવનના અત્યંત મહત્વના એવા લગ્ન પ્રસંગના વ્યસ્ત સમયગાળા વચ્ચે પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજને સર્વોપરી ગણી પરણવાં જતા પહેલાં મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ વરરાજા તથા નવવધુએ કર્યો હતો.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં મીરા પરમાર નામની યુવતીએ પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડયું છે. યુવતીએ પોતાના લગ્નના શણગારમાં મતદાન મથક પર પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

