નવસારી નજીક હાઈવે પર મધમાખીનો વાહન ચાલકો પર હુમલો : સાતથી વધુ લોકોને ડંખ મારતાં લોકોમાં ફફડાટ
image : Social mediaNavsari : નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી તવડી સાગરા રોડ પર આજે સવારે છંછેડાયેલા મધમાખીના ઝુંડે રસ્તે પસાર થતા વાહન ચાલકો પર હુમલો કરતા અફરા તફરી મચી ગઇ હતી. સાતથી વધુ લોકોને અસંખ્ય ડંખ મારતાં નજીકના ખાનગી દવાખાનામાં સારવાર લેવાની નોબત આવી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત વિગત મુજબ નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે તવડી સાગરા રોડ પર આજે સવારે રસ્તાની બાજુમાં ઝાડી ઝાંખરામાં રહેલા મધમાખીના પૂડાને કોઈ પક્ષીએ છંછેડતા મધમાખીના ઝુંડે વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા અનેક વાહન ચાલકોને એક પછી એક નિશાન બનાવ્યા હતા. જેમાં સવારે દૂધ ભરવા માટે બાઈક પર જઈ રહેલા આકાશ મહેશભાઈ પટેલ અને યતીન રણજીતભાઇ પટેલ પર મધમાખી તૂટી પડી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Social media
Navsari : નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી તવડી સાગરા રોડ પર આજે સવારે છંછેડાયેલા મધમાખીના ઝુંડે રસ્તે પસાર થતા વાહન ચાલકો પર હુમલો કરતા અફરા તફરી મચી ગઇ હતી. સાતથી વધુ લોકોને અસંખ્ય ડંખ મારતાં નજીકના ખાનગી દવાખાનામાં સારવાર લેવાની નોબત આવી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગત મુજબ નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે તવડી સાગરા રોડ પર આજે સવારે રસ્તાની બાજુમાં ઝાડી ઝાંખરામાં રહેલા મધમાખીના પૂડાને કોઈ પક્ષીએ છંછેડતા મધમાખીના ઝુંડે વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા અનેક વાહન ચાલકોને એક પછી એક નિશાન બનાવ્યા હતા. જેમાં સવારે દૂધ ભરવા માટે બાઈક પર જઈ રહેલા આકાશ મહેશભાઈ પટેલ અને યતીન રણજીતભાઇ પટેલ પર મધમાખી તૂટી પડી હતી.