નકલી જવાને વાયુસેનામાં ભરતી માટે બે યુવકોને પણ બિહારથી બોલાવ્યા હતા
અમદાવાદ,મંગળવાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નકલી સીઆઇએસએફ જવાન ઝડપાયો હતો. તપાસ દરમિયાન આરોપીએ વાયુસેનામાં ભરતી માટે બે યુવકોને બિહારથી બોલાવ્યા હોવાનું સામે આવ્યું હતું, એરપોર્ટ પર ફરતા સીઆઇએસએફ જવાનને પોરબંદર પોસ્ટિંગની વાત કરતાં ખરાઇ કરતા ભાંડો ફૂટયો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.યુનિફોર્મ પહેરેલી હાલતમાં પકડાયો ઃ પોરબંદર પોસ્ટિંગની વાત કરી તો ખરાઇ કરતાં નકલી હોવાનો ભાંડો ફૂટયો, એરપોર્ટ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરીમેઘાણીનગરમાં રહેતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર સીઆઇએસએફમાં નોકરી કરતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બિહારમાં રહેતા લવકુશ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી એસવીપીઆઇ એરપોર્ટના ટર્મનલ ૨ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગઇકાલે સવારે પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમણે સીઆઇએસફના બેજ વાળો યુનિફોર્મ પહેરેલ શંકમંદ યુવક નજરે પડયો હતો તેણે કાળા કલરના હોલબુટ પણ પહેરેલા હતા. તેને જોતા તે શંકમંદ જણાતા તેને અટકાવીને પુછપરછ કરી હતી. ત્યારે તે વ્યક્તિએ પોતાનું નામ બિહારનો લવકુશ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેના પોસ્ટીંગ અને આઇકાર્ડ અને ભરતી બાબતે તેણે જણાવ્યું હતું કે, ૨૦૨૩માં મારી ભરતી સીઆઇએસએફમાં થઇ હતી અને પોસ્ટીંગ પોરબંદર ખાતે થયેલ છે. જો કે હાલ મારી પાસે આઇકાર્ડ નથી કહેતા ફરિયાદીએ પોરબંદર ખાતે તપાસ કરતા તેમનું કોઇ જ હેડક્વાટર પોરબંદર ખાતે ન હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આરોપી સાથે બે ખાનગી વ્યક્તિઓ બિહારના તેમના બાજુના ગામના વતની હતા આરોપીએ તેઓને વાયુસેનામાં ભરતી માટે અમને અમદાવાદ બોલાવ્યા છે.બાદમાં કડકાઇથી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડયો હતો અને તેણે ખોટી રીતે યુનિફોર્મ ધારણ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે સીઆઇએસએફના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પર આવી હતી. એેરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરીને આરોપીનો ડ્રેસ, બેઝ, બુટ સહિતના સીઆઇએસએફની વસ્તુઓ ક્યાંથી લાવ્યો, તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે. તે તમામ બાબતો અંગે તપાસ કરવા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,મંગળવાર
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નકલી સીઆઇએસએફ જવાન ઝડપાયો હતો. તપાસ દરમિયાન આરોપીએ વાયુસેનામાં ભરતી માટે બે યુવકોને બિહારથી બોલાવ્યા હોવાનું સામે આવ્યું હતું, એરપોર્ટ પર ફરતા સીઆઇએસએફ જવાનને પોરબંદર પોસ્ટિંગની વાત કરતાં ખરાઇ કરતા ભાંડો ફૂટયો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
યુનિફોર્મ પહેરેલી હાલતમાં પકડાયો ઃ પોરબંદર પોસ્ટિંગની વાત કરી તો ખરાઇ કરતાં નકલી હોવાનો ભાંડો ફૂટયો, એરપોર્ટ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
મેઘાણીનગરમાં રહેતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર સીઆઇએસએફમાં નોકરી કરતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બિહારમાં રહેતા લવકુશ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી એસવીપીઆઇ એરપોર્ટના ટર્મનલ ૨ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગઇકાલે સવારે પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમણે સીઆઇએસફના બેજ વાળો યુનિફોર્મ પહેરેલ શંકમંદ યુવક નજરે પડયો હતો તેણે કાળા કલરના હોલબુટ પણ પહેરેલા હતા. તેને જોતા તે શંકમંદ જણાતા તેને અટકાવીને પુછપરછ કરી હતી. ત્યારે તે વ્યક્તિએ પોતાનું નામ બિહારનો લવકુશ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેના પોસ્ટીંગ અને આઇકાર્ડ અને ભરતી બાબતે તેણે જણાવ્યું હતું કે, ૨૦૨૩માં મારી ભરતી સીઆઇએસએફમાં થઇ હતી અને પોસ્ટીંગ પોરબંદર ખાતે થયેલ છે.
જો કે હાલ મારી પાસે આઇકાર્ડ નથી કહેતા ફરિયાદીએ પોરબંદર ખાતે તપાસ કરતા તેમનું કોઇ જ હેડક્વાટર પોરબંદર ખાતે ન હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આરોપી સાથે બે ખાનગી વ્યક્તિઓ બિહારના તેમના બાજુના ગામના વતની હતા આરોપીએ તેઓને વાયુસેનામાં ભરતી માટે અમને અમદાવાદ બોલાવ્યા છે.બાદમાં કડકાઇથી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડયો હતો અને તેણે ખોટી રીતે યુનિફોર્મ ધારણ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે સીઆઇએસએફના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પર આવી હતી. એેરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરીને આરોપીનો ડ્રેસ, બેઝ, બુટ સહિતના સીઆઇએસએફની વસ્તુઓ ક્યાંથી લાવ્યો, તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે. તે તમામ બાબતો અંગે તપાસ કરવા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.