ધ્રાંગધ્રામાં વન વિભાગ દ્વારા વરુ રી-હેબિટેશન સેન્ટર ખુલ્લું મુકાયું

વર્ષો પહેલાં અભયારણ્યમાંથી માદા વરુનું રેસ્કયૂ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયુંઆ વાત અભિયારણ્ય માટે ટર્નીંગ પોઈન્ટ સાબીત થઈ હતી દિવ્યાંગી નામની માદા વરુએ આપેલા બચ્ચાં હાલ જૂનાગઢ સહિત વિવિધ ઝૂમાં હેમખેમ છે કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભિયારણ્યમાં બે વર્ષ પહેલા ધ્રાંગધ્રા વિસ્તારમાંથી માદા વરૂનું રેસ્કયુ કરાયુ હતુ. આ વાત અભિયારણ્ય માટે ટર્નીંગ પોઈન્ટ સાબીત થઈ હતી. જેના લીધે વરૂ દિવસ નીમીત્તે તા. 13ના રોજ અભિયારણ્યમાં વરૂ રીહેબીટેશન સેન્ટર શરૂ કરાયુ છે. કચ્છના નાના રણમાં આવેલ આરક્ષીત વિસ્તાર એવા ઘુડખર અભિયારણ્યમાં અનેક પશુઓની વીવીધ પ્રજાતીઓ મળી આવે છે. જેમાં અંદાજે ર વર્ષ પહેલા ધ્રાંગધ્રા વન વિભાગની ટીમે અભિયારણ્યમાંથી માદા વરૂનું રેસ્કયુ કર્યુ હતુ. જેને સુરેન્દ્રનગર વેટરનીટી હોસ્પીટલ પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આણંદ વેટરનીટી કોલેજ લઈ જવાયુ હતુ. જયાં સર્જરી બાદ સતત દેખરેખ અને સારસંભાળ બાદ જુનાગઢ સક્કરબાગ ઝુલોજીકલ પાર્કમાં તેને સ્થળાંતરીત કરાયુ હતુ. અને માદા વરૂને દિવ્યાંગી નામ અપાયુ હતુ. બાદમાં વરૂની તંદુરસ્તીમાં ઉત્તરોત્તર સુધારો થતા તેનું બ્રીડીંગ કરવામાં આવતા તેણે વર્ષો વર્ષ બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બચ્ચાઓ હાલ ધ્રાંગધ્રાના થળા-સુલતાનપુર, નડાબેટ, જુનાગઢ જુમાં સ્થીત છે. ત્યારે વરૂ દિવસની ઉજવણી નીમીત્તે વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રાના થળામાં વીડી ખાતે વરૂ સોફટ રીલીઝ સેન્ટર અને રી-હેબીટેશન સેન્ટર ખુલ્લુ મુકાયુ હતુ. આ તકે ગાંધીનગર વન્ય જીવ વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડો. સંદીપકુમાર, ઘુડખર અભિયારણ્યના નાયબ વન સંરક્ષક આયુષ વર્મા સહિતનાઓ આરએફઓ, ફોરેસ્ટર, બીટ ગાર્ડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્વાન કુળના વરુની વિશેષતાઓ ભારતીય વરૂ વન્ય પ્રાણી સંરક્ષણ અધીનીયમ-1972ના પરીશીષ્ટ-1માં મુકવામાં આવેલ જેનું અસ્તીત્વ ભયમાં છે તે કક્ષાનું પ્રાણી છે. વરૂ શ્વાન કુળનું સૌથી મોટુ પ્રાણી છે. વરૂ જંગલનું પ્રાણી છે, છતાં શુષ્ક અને ખુલ્લા મેદાનના ભાગોમાં રહે છે. જંગલ કે વગડામાં તે કાળીયાર, હરણ, નીલગાય અને કયારેક સસલાનો શીકાર કકરે છે. ઘુડખર અભિયારણ્યમાં ટોચના માંસાહારી પ્રાણીઓમાં તે સૌથી પ્રથમ સ્થાને છે. ભારતમાં વરૂની સંખ્યા સતત ઘટી રહી છે. જયારે કચ્ચ અને સૌરાષ્ટ્રના ગાંડા બાવળોના જંગલોમાં વરૂઓ ટકી રહ્યા છે.

ધ્રાંગધ્રામાં વન વિભાગ દ્વારા વરુ રી-હેબિટેશન સેન્ટર ખુલ્લું મુકાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વર્ષો પહેલાં અભયારણ્યમાંથી માદા વરુનું રેસ્કયૂ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું
  • આ વાત અભિયારણ્ય માટે ટર્નીંગ પોઈન્ટ સાબીત થઈ હતી
  • દિવ્યાંગી નામની માદા વરુએ આપેલા બચ્ચાં હાલ જૂનાગઢ સહિત વિવિધ ઝૂમાં હેમખેમ છે

કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભિયારણ્યમાં બે વર્ષ પહેલા ધ્રાંગધ્રા વિસ્તારમાંથી માદા વરૂનું રેસ્કયુ કરાયુ હતુ. આ વાત અભિયારણ્ય માટે ટર્નીંગ પોઈન્ટ સાબીત થઈ હતી. જેના લીધે વરૂ દિવસ નીમીત્તે તા. 13ના રોજ અભિયારણ્યમાં વરૂ રીહેબીટેશન સેન્ટર શરૂ કરાયુ છે.

કચ્છના નાના રણમાં આવેલ આરક્ષીત વિસ્તાર એવા ઘુડખર અભિયારણ્યમાં અનેક પશુઓની વીવીધ પ્રજાતીઓ મળી આવે છે. જેમાં અંદાજે ર વર્ષ પહેલા ધ્રાંગધ્રા વન વિભાગની ટીમે અભિયારણ્યમાંથી માદા વરૂનું રેસ્કયુ કર્યુ હતુ. જેને સુરેન્દ્રનગર વેટરનીટી હોસ્પીટલ પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આણંદ વેટરનીટી કોલેજ લઈ જવાયુ હતુ. જયાં સર્જરી બાદ સતત દેખરેખ અને સારસંભાળ બાદ જુનાગઢ સક્કરબાગ ઝુલોજીકલ પાર્કમાં તેને સ્થળાંતરીત કરાયુ હતુ. અને માદા વરૂને દિવ્યાંગી નામ અપાયુ હતુ. બાદમાં વરૂની તંદુરસ્તીમાં ઉત્તરોત્તર સુધારો થતા તેનું બ્રીડીંગ કરવામાં આવતા તેણે વર્ષો વર્ષ બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બચ્ચાઓ હાલ ધ્રાંગધ્રાના થળા-સુલતાનપુર, નડાબેટ, જુનાગઢ જુમાં સ્થીત છે. ત્યારે વરૂ દિવસની ઉજવણી નીમીત્તે વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રાના થળામાં વીડી ખાતે વરૂ સોફટ રીલીઝ સેન્ટર અને રી-હેબીટેશન સેન્ટર ખુલ્લુ મુકાયુ હતુ. આ તકે ગાંધીનગર વન્ય જીવ વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડો. સંદીપકુમાર, ઘુડખર અભિયારણ્યના નાયબ વન સંરક્ષક આયુષ વર્મા સહિતનાઓ આરએફઓ, ફોરેસ્ટર, બીટ ગાર્ડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્વાન કુળના વરુની વિશેષતાઓ

ભારતીય વરૂ વન્ય પ્રાણી સંરક્ષણ અધીનીયમ-1972ના પરીશીષ્ટ-1માં મુકવામાં આવેલ જેનું અસ્તીત્વ ભયમાં છે તે કક્ષાનું પ્રાણી છે. વરૂ શ્વાન કુળનું સૌથી મોટુ પ્રાણી છે. વરૂ જંગલનું પ્રાણી છે, છતાં શુષ્ક અને ખુલ્લા મેદાનના ભાગોમાં રહે છે. જંગલ કે વગડામાં તે કાળીયાર, હરણ, નીલગાય અને કયારેક સસલાનો શીકાર કકરે છે. ઘુડખર અભિયારણ્યમાં ટોચના માંસાહારી પ્રાણીઓમાં તે સૌથી પ્રથમ સ્થાને છે. ભારતમાં વરૂની સંખ્યા સતત ઘટી રહી છે. જયારે કચ્ચ અને સૌરાષ્ટ્રના ગાંડા બાવળોના જંગલોમાં વરૂઓ ટકી રહ્યા છે.