દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા સામેની કારમાં સુરતના 6 લોકો હતા, ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ ચાલક નાસી છુટયો
દીવ, : અહીના નાગવા બીચ રોડ પર ગત રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં બે કાર સામસામે ટકરાઈ જતાં આ અકસ્માતમાં મધ્યપ્રદેશના પિતા પુત્રના મૃત્યુ નીપજયાની ગમખ્વાર ઘટના બની છે. જયારે આ જ પરિવારના બેને ઈજા થતા ઉનાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા છે.
બનાવની વધુ વિગત મુજબ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો ચાર સભ્યોનો પરિવાર સૌરાષ્ટ્રના પ્રવાસે દીવ આવ્યો હતો. રાતના સમયે તેઓ કારમાં જઈ રહ્યા હતા એ જ વખતે સામે સુરતના ૬ સહેલાણીઓની કાર ધડાકાભેર ટકરાઈ જતાં હાઈવે પર ભારે દેકારો મચી ગયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

