દશેરાના તહેવારને લઈને રાજકોટમાં મીઠાઈઓ લેવા લોકોની પડાપડી

દશેરાવ તહેવાર અધર્મ પર ધર્મની જીતની ખુશીમાં ઉજવાય છે. દશેરાની કથા મહિષાસુર વધ અને રાક્ષસ રાવણના વધ સાથે જોડાયેલી છે. નવરાત્રી સાથે દશેરા પણ હિંદુ ધર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આસો નવરાત્રીના નવ દિવસ બાદ તિથિ પ્રમાણે દશેરા ઉજવાય છે. તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. આજે દેશભરમાં દશેરાનો આ તહેવાર લોકો ઘામઘુમથી ઉજવશે. દશેરાની કથા માતા દુર્ગા દ્વારા મહિષાસુરના વધ અને રામાયણ સાથે જોડાયેલી છે. આ દિવસે મા ભગવતીએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. અધર્મ પર ધર્મની જીતની ખુશીમાં દેશભરમાં દશેરા ધામધૂમથી ઉજવાય છે. લોકો એકબીજાને દશેરાની શુભેચ્છા પાઠવે છે.રાજકોટવાસીઓ મીઠાઈઓની કરી ધુમ ખરીદી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટવાસીઓમાં દશેરાના તહેવારનો અનોખો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે રંગીલા રાજકોટવાસીઓ આજે મનભરીને મીઠાઈની ખરીદી કરી રહ્યા છે. દશેરા હોય એટલે લોકો ફાફડા જલેબીની લિજ્જત ઉઠાવતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ ફાફડા, જલેબી અને મીઠાઈ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. રાજકોટમાં બરફી અને સુકામેવા યુક્ત લાડુની ખરીદી માટે પણ ભીડ ઉમટી પડી છે. 100થી વધુ પ્રકારની મીઠાઈઓ ડિમાન્ડહાલ રાજકોટમાં 100થી વધુ પ્રકારની મીઠાઈઓ ડિમાન્ડમાં છે. કાજુ-બદામ-પિસ્તાયુક્ત મિઠાઈઓનું વેચાણ ખુબ વધી રહ્યુ છે. બરફીથી લઈને સુકામેવા યુક્ત લાડુ તેમજ.બંગાળી મીઠાઈથી લઈને સુગર લેસ લેટેસ્ટ સ્વીટ પણ લોકો ખરીદી રહ્યા છે. રૂ. 600થી લઈ રૂ. 2 હજાર રૂપિયે કિલોની મીઠાઈઓની ધૂમ ખરીદી થઈ રહી છે.

દશેરાના તહેવારને લઈને રાજકોટમાં મીઠાઈઓ લેવા લોકોની પડાપડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દશેરાવ તહેવાર અધર્મ પર ધર્મની જીતની ખુશીમાં ઉજવાય છે. દશેરાની કથા મહિષાસુર વધ અને રાક્ષસ રાવણના વધ સાથે જોડાયેલી છે. નવરાત્રી સાથે દશેરા પણ હિંદુ ધર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આસો નવરાત્રીના નવ દિવસ બાદ તિથિ પ્રમાણે દશેરા ઉજવાય છે. તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. આજે દેશભરમાં દશેરાનો આ તહેવાર લોકો ઘામઘુમથી ઉજવશે. દશેરાની કથા માતા દુર્ગા દ્વારા મહિષાસુરના વધ અને રામાયણ સાથે જોડાયેલી છે. આ દિવસે મા ભગવતીએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. અધર્મ પર ધર્મની જીતની ખુશીમાં દેશભરમાં દશેરા ધામધૂમથી ઉજવાય છે. લોકો એકબીજાને દશેરાની શુભેચ્છા પાઠવે છે.

રાજકોટવાસીઓ મીઠાઈઓની કરી ધુમ ખરીદી

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટવાસીઓમાં દશેરાના તહેવારનો અનોખો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે રંગીલા રાજકોટવાસીઓ આજે મનભરીને મીઠાઈની ખરીદી કરી રહ્યા છે. દશેરા હોય એટલે લોકો ફાફડા જલેબીની લિજ્જત ઉઠાવતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ ફાફડા, જલેબી અને મીઠાઈ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. રાજકોટમાં બરફી અને સુકામેવા યુક્ત લાડુની ખરીદી માટે પણ ભીડ ઉમટી પડી છે.

100થી વધુ પ્રકારની મીઠાઈઓ ડિમાન્ડ

હાલ રાજકોટમાં 100થી વધુ પ્રકારની મીઠાઈઓ ડિમાન્ડમાં છે. કાજુ-બદામ-પિસ્તાયુક્ત મિઠાઈઓનું વેચાણ ખુબ વધી રહ્યુ છે. બરફીથી લઈને સુકામેવા યુક્ત લાડુ તેમજ.બંગાળી મીઠાઈથી લઈને સુગર લેસ લેટેસ્ટ સ્વીટ પણ લોકો ખરીદી રહ્યા છે. રૂ. 600થી લઈ રૂ. 2 હજાર રૂપિયે કિલોની મીઠાઈઓની ધૂમ ખરીદી થઈ રહી છે.