ડૉક્ટર બનવું મોંઘુ પડશે! 20 ટકાના અધધ વધારા સાથે ગુજરાતની 10 ખાનગી મેડિકલ કોલેજની ફી જાહેર કરાઈ

PG Medical Fees: યુજી મેડિકલ અને ડેન્ટલ એટલે કે એમબીબીએસ, બીડીએસ અને યુજી આયુર્વેદ તેમજ હોમિયોપેથીથી માંડી નર્સિંગ-ફીઝિયોથેરાપી સહિતના યુજી પેરામેડિકલ કોર્સની તથા પીજી ડેન્ટલની આ વર્ષની ફી જાહેર કરાયા બાદ હવે પીજી મેડિકલની ખાનગી કોલેજોની પણ નવી ફી જાહેર કરાઈ છે. જેમાં 2023-24 ની સરખામણીએ આ વર્ષે 20 ટકા સુધીનો સરેરાશ વધારો થયો છે. તમામ ખાનગી મેડિકલ કોલેજોમાંથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પીજી મેડિકલ કોલેજના મેનેજમેન્ટ ક્વોટામાં સૌથી વધુ 37.15 લાખ રૂપિયા વાર્ષિક ફી નક્કી કરાઈ છે. પીજીમાં વિવિધ બ્રાન્ચ મુજબ ફી હોવાથી આ ફી તમામ બ્રાન્ચની કુલ બેઠકોની એવરેજ ફી છે.ગુજરાત સરકારની મેડિકલ અને પેરામેડિકલ કોલેજો માટેની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આજે પીજી મેડિકલની ખાનગી કોલેજોની પણ નવી ફી જાહેર કરી દેવાઈ છે. ફી કમિટી દ્વારા દર ત્રણ વર્ષે નવું ફી માળખું નક્કી કરવામાં આવે છે. 2018-19માં ફી વધારો નક્કી થયો હતો, જેમાં 2019-20 અને 2020-21માં ત્રણ વર્ષ સુધી વાર્ષિક વધારો થયો હતો. પરંતુ, 2021-22માં કોરોનાને કારણે ફી વધારો થયો ન હતો. આ પણ વાંચોઃ રત્ન કલાકારો માટે ખાસ બોર્ડ બનાવવાની માગ સાથે કોંગ્રેસનો વિરોધ, હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ જાહેર કરવા માગએક વર્ષ માટે જ જાહેર કરાઈ ફી2021-22 થી 2023-24 સુધીના ત્રણ વર્ષ માટે કમિટી દ્વારા કોઈ જ ફી વધારો કરાયો ન હતો. પરંતુ 2020-21માં જે ફી હતી તેની સરખામણીએ એટલે કે ત્રણ વર્ષે સરેરાશ 20 ટકા સુધીનો ફી વધારો થયો છે. ફી કમિટી દ્વારા આ વર્ષે એક સાથે ત્રણ વર્ષને બદલે એક જ વર્ષ માટે એટલે કે 2024-25ના વર્ષ માટે જ નવી ફી જાહેર થઈ છે. હવે આગામી વર્ષે અને તે પછીના વર્ષે પણ નવી ફી જાહેર થશે. આ પણ વાંચોઃ Bank Holiday: ઓક્ટોબરમાં તહેવારો વચ્ચે આઠ દિવસ બેન્કો બંધ રહેશે, જાણો ક્યારે?નવા ફી સ્ટ્રકચરમાં 10 ખાનગી પીજી મેડિકલ કોલેજોમાં ગવર્મેન્ટ ક્વોટામાં 7.93 લાખથી 20.28 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 26.94 લાખથી 37.15 લાખ સુધીની ફી છે. સૌથી વઘુ 37.15 લાખ રૂપિયા ફી સુરતની કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં થઈ છે. જે ગત વર્ષે 30.45 લાખ રૂપિયા હતી. જ્યારે સરકારી ક્વોટામાં ગત વર્ષે 15.80 લાખ ફી હતી જે વધીને 18.64  લાખ રૂપિયા થઈ છે. મહત્ત્વનું છે કે, કોલેજોને અપાતા આ ફી સ્ટ્ર્‌કચરમાં કોલેજો વિવિધ બ્રાન્ચ મુજબ પોતાની રીતે ફી નક્કી કરતી હોય છે, જેમાં જે બ્રાન્ચની વધુ   ડિમાન્ડ હોય તેમાં વધુ ફી અને જે બ્રાન્ચની ઓછી ડિમાન્ડ હોય તેમાં ઓછી ફી લેવાય છે. પરંતુ, ફી કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી એવરેજ ફીથી વધવી ન જોઈએ. જેમકે, કોલેજમાં 20 બેઠકો હોય તો 20 લાખ એવરેજ ફી મુજબ 4 કરોડ ફી થાય. એટલે કોલેજ કુલ ચાર કરોડથી વધુ ફી ન લઈ શકે, પરંતુ બ્રાન્ચમાં 20 લાખથી વધુ ફી લઈ શકાય.

ડૉક્ટર બનવું મોંઘુ પડશે! 20 ટકાના અધધ વધારા સાથે ગુજરાતની 10 ખાનગી મેડિકલ કોલેજની ફી જાહેર કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


PG Medical Fees: યુજી મેડિકલ અને ડેન્ટલ એટલે કે એમબીબીએસ, બીડીએસ અને યુજી આયુર્વેદ તેમજ હોમિયોપેથીથી માંડી નર્સિંગ-ફીઝિયોથેરાપી સહિતના યુજી પેરામેડિકલ કોર્સની તથા પીજી ડેન્ટલની આ વર્ષની ફી જાહેર કરાયા બાદ હવે પીજી મેડિકલની ખાનગી કોલેજોની પણ નવી ફી જાહેર કરાઈ છે. જેમાં 2023-24 ની સરખામણીએ આ વર્ષે 20 ટકા સુધીનો સરેરાશ વધારો થયો છે. તમામ ખાનગી મેડિકલ કોલેજોમાંથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પીજી મેડિકલ કોલેજના મેનેજમેન્ટ ક્વોટામાં સૌથી વધુ 37.15 લાખ રૂપિયા વાર્ષિક ફી નક્કી કરાઈ છે. પીજીમાં વિવિધ બ્રાન્ચ મુજબ ફી હોવાથી આ ફી તમામ બ્રાન્ચની કુલ બેઠકોની એવરેજ ફી છે.

ગુજરાત સરકારની મેડિકલ અને પેરામેડિકલ કોલેજો માટેની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આજે પીજી મેડિકલની ખાનગી કોલેજોની પણ નવી ફી જાહેર કરી દેવાઈ છે. ફી કમિટી દ્વારા દર ત્રણ વર્ષે નવું ફી માળખું નક્કી કરવામાં આવે છે. 2018-19માં ફી વધારો નક્કી થયો હતો, જેમાં 2019-20 અને 2020-21માં ત્રણ વર્ષ સુધી વાર્ષિક વધારો થયો હતો. પરંતુ, 2021-22માં કોરોનાને કારણે ફી વધારો થયો ન હતો. 

આ પણ વાંચોઃ રત્ન કલાકારો માટે ખાસ બોર્ડ બનાવવાની માગ સાથે કોંગ્રેસનો વિરોધ, હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ જાહેર કરવા માગ

એક વર્ષ માટે જ જાહેર કરાઈ ફી

2021-22 થી 2023-24 સુધીના ત્રણ વર્ષ માટે કમિટી દ્વારા કોઈ જ ફી વધારો કરાયો ન હતો. પરંતુ 2020-21માં જે ફી હતી તેની સરખામણીએ એટલે કે ત્રણ વર્ષે સરેરાશ 20 ટકા સુધીનો ફી વધારો થયો છે. ફી કમિટી દ્વારા આ વર્ષે એક સાથે ત્રણ વર્ષને બદલે એક જ વર્ષ માટે એટલે કે 2024-25ના વર્ષ માટે જ નવી ફી જાહેર થઈ છે. હવે આગામી વર્ષે અને તે પછીના વર્ષે પણ નવી ફી જાહેર થશે. 

આ પણ વાંચોઃ Bank Holiday: ઓક્ટોબરમાં તહેવારો વચ્ચે આઠ દિવસ બેન્કો બંધ રહેશે, જાણો ક્યારે?

નવા ફી સ્ટ્રકચરમાં 10 ખાનગી પીજી મેડિકલ કોલેજોમાં ગવર્મેન્ટ ક્વોટામાં 7.93 લાખથી 20.28 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 26.94 લાખથી 37.15 લાખ સુધીની ફી છે. સૌથી વઘુ 37.15 લાખ રૂપિયા ફી સુરતની કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં થઈ છે. જે ગત વર્ષે 30.45 લાખ રૂપિયા હતી. જ્યારે સરકારી ક્વોટામાં ગત વર્ષે 15.80 લાખ ફી હતી જે વધીને 18.64  લાખ રૂપિયા થઈ છે. મહત્ત્વનું છે કે, કોલેજોને અપાતા આ ફી સ્ટ્ર્‌કચરમાં કોલેજો વિવિધ બ્રાન્ચ મુજબ પોતાની રીતે ફી નક્કી કરતી હોય છે, જેમાં જે બ્રાન્ચની વધુ   ડિમાન્ડ હોય તેમાં વધુ ફી અને જે બ્રાન્ચની ઓછી ડિમાન્ડ હોય તેમાં ઓછી ફી લેવાય છે. પરંતુ, ફી કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી એવરેજ ફીથી વધવી ન જોઈએ. જેમકે, કોલેજમાં 20 બેઠકો હોય તો 20 લાખ એવરેજ ફી મુજબ 4 કરોડ ફી થાય. એટલે કોલેજ કુલ ચાર કરોડથી વધુ ફી ન લઈ શકે, પરંતુ બ્રાન્ચમાં 20 લાખથી વધુ ફી લઈ શકાય.