ડભોઇ તાલુકાના વેગા ગામે ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને બે યુવાનો પર હુમલો

Jun 20, 2025 - 20:00
ડભોઇ તાલુકાના વેગા ગામે ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને બે યુવાનો પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Crime : વડોદરામાં ડભોઇ તાલુકાના વેગા ગામે ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને બે યુવાન પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પાડોશમાં ખેતર ધરાવતા ઠાકોર પરિવારના જ પિતા અને તેના બે પુત્રો મળી ત્રણે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. 

મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના વેગા ગામે નવીનગરીમાં રહેતા નરેન્દ્ર ગીરીશ ઠાકોરે ડભોઇ પોલીસમાં જણાવ્યું હતું કે 17મી તારીખે સવારે 9:00 વાગ્યે તેઓ પોતાના ખેતરમાં કામ કરતા ત્યારે પાડોશમાં ખેતર ધરાવતા અશોક ઉર્ફે કાલિદાસ રણછોડ ઠાકોર તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે "તું તારા ખેતરનું વરસાદી પાણી અમારા ખેતરમાં કેમ કાઢે છે ?"આ બાબતે ઝઘડો કર્યો હતો અને પોતાના ઘરે જઈ તેમના બંને પુત્રો અક્ષય અને મૌલિકને બોલાવી લાવ્યા હતા. તમામે ભેગા થઈ નરેન્દ્રને લાકડી અને ધારિયું મારી ઈજા પહોંચાડી હતી દરમિયાન તેમને છોડાવવા માટે રાજકુમાર ઠાકોર દોડી આવ્યો હતો. તેને પણ લાકડી વડે માર મારતા ઇજાગ્રસ્ત બન્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0