ઝાલાવાડમાં ચાંદીપુરાના વધુ બે શંકાસ્પદ કેસ

ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢમાં પ વર્ષીય બાળકી અને વઢવાણના વસ્તડીના 10 વર્ષીય બાળકને શંકાસ્પદ ચાંદીપુરાબન્નેના સેમ્પલ લઈને ગાંધીનગર મોકલાયા : મૂળીના લિયા ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા રાહત હાલ આ બન્ને બાળકો સુરેન્દ્રનગર સારવાર હેઠળ છે. અને તેઓના સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલાયા ચાંદીપુરા વાયરસનો રોગચાળો રાજયના વિવિધ વિસ્તારોમાં અજગરી ભરડો લઈ રહ્યો છે. ત્યારે ઝાલાવાડમાં પણ આ વાયરસથી એક બાળકીનું શંકાસ્પદ મોત થઈ ચૂકયુ છે. જોકે, બાદમાં તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. ત્યારે ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ અને વઢવાણના વસ્તડીમાં વધુ 2 શંકાસ્પદ ચાંદીપુરા ધ્યાને આવ્યા છે. હાલ આ બન્ને બાળકો સુરેન્દ્રનગર સારવાર હેઠળ છે. અને તેઓના સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલાયા છે. બીજી તરફ મુળીના લીયા ગામના બાળકનો રીપોર્ટ નેગેટીવ આવતા રાહત થઈ છે. ચોમાસાના સમયે ખાસ કરીને 9 માસથી 14 વર્ષ સુધીના બાળકોમાં દેખા દેતા ચંદીપુરા વાયરસે રાજયભરમાં હાહાકાર મચાવ્યો છે. રાજયમાં અત્યાર સુધી આ વાયરસના 124 કેસ નોંધાયા છે. જેમાંથી 44 બાળકોના મોત થઈ ચૂકયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ રોગે દસાડા ગ્રામ્યમાંથી એન્ટ્રી કરી હતી. જેમાં દસાડા તાલુકામાં ખારાઘોઢામાં રહેતી 5 વર્ષની બાળકીનું અમદાવાદની હોસ્પિટલમાં શંકાસ્પદ મોત થયુ હતુ. જોકે, તેનો રીપોર્ટ મોત બાદ નેગેટીવ આવ્યો હતો. બીજી તરફ જિલ્લામાં વધુ 2 ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે રહેતી 5 વર્ષીય બાળકી અને વઢવાણ તાલુકાના વસ્તડી ગામના 10 વર્ષીય બાળકને તાવ આવતા સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાખલ કરાયા હતા. હોસ્પિટલ તરફથી આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહીલના માર્ગદર્શનથી બન્ને શંકાસ્પદ ચાંદીપુરા ધરાવતા બાળકોના સેમ્પલ લેવાયા છે અને પૃથ્થકરણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મૂળી તાલુકાના લીયા ગામે ગત તા. 21મીએ શંકાસ્પદ ચાંદીપુરા ધ્યાને આવ્યો હતો. આ અંગેનો રીપોર્ટ તા. 26મીએ નેગેટીવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. જયારે વઢવાણના વસ્તડી ગામે એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. જયેશ રાઠોડ સહિતની ટીમ દોડી ગઈ હતી. અને શંકાસ્પદ કેસ જેના ઘરે આવ્યો છે તે તથા આસપાસના ઘરોમાં પણ તુરત જ સર્વેલન્સ કરી મેલેથિયનનું ડસ્ટીંગ કરાયુ હતુ. તથા આ વાયરસ ફેલાવતા સેન્ડ ફલાયના ઉદ્દભવસ્થાન એવી તિરાડો બુરવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં શંકાસ્પદ 5 કેસ, 1નું મોત જિલ્લાના ખારાઘોઢામાં બાળકીનું મોત થયા બાદ રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જયારે ચૂડા ગ્રામ્યમાં રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ બાળક હાલ સ્વસ્થ છે. જયારે મૂળીના લીયાના બાળકનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જયારે વસ્તડી અને વિરેન્દ્રગઢના બાળકોના રીપોર્ટ હજુ આવવાના બાકી છે. 5,696 ઘરોમાં સર્વેલન્સ સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં જયાં પ સ્થળે શંકાસ્પદ ચાંદીપુરા ધ્યાને આવ્યો છે. તે 5 ઘરો આસપાસના વિસ્તારના 5,696 ઘરોમાં EMO ડો. જયેશ રાઠોડ, ડો. મિતેશ વોરા સહિતની ટીમ દ્વારા સર્વેલન્સ કરાયુ છે. આ ઉપરાંત જિલ્લા ગ્રામ્યમાં આરોગ્ય સહિતની ટીમો દ્વારા 2,862 ઘરોમાં, 386 આંગણવાડીઓમાં, 295 શાળામાં મેલેથીયનનું ડસ્ટીંગ કરાયુ છે. 2644 ઘરોમાં, 87 આંગણવાડીમાં અને 119 શાળામાં જુદી જુદી ટીમ દ્વારા દવાનો છંટકાવ કરાયો હતો. માંડલની શાળાઓ તેમજ શેરી-મહોલ્લાઓમાં દવાનો છંટકાવ માંડલ : રાજ્યના કેટલાક જિલ્લામાં ચાંદીપુરાએ ફફડાટ મચાવ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં આરોગ્ય વિભાગે રોગચાળાને નાથવા માટે દવા છંટકાવ અને સેનીટાઈઝેશન સહિતની કામગીરી કરી છે. માંડલ નગરમાં પણ શુક્રવારે ખાસ કરીને બાળકોની અવરજવર રહેતી હોય તેવા શાળા સંકુલો બહાર તેમજ શેરી-મહોલ્લાઓમાં વરસાદી પાણીના ભરાયેલાં ખાડાઓ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ માખી, મચ્છરોના ઉપદ્રવને લઈ દવા છંટકાવ કામગીરી કરાઈ હતી. માંડલ હૅલ્થ ઓફિસર ડો. ભાવેશ રથવીના માર્ગદર્શન તળે આરોગ્યની જુદી જુદી ટીમે દવાનો છંટકાવ કર્યો હતો.

ઝાલાવાડમાં ચાંદીપુરાના વધુ બે શંકાસ્પદ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢમાં પ વર્ષીય બાળકી અને વઢવાણના વસ્તડીના 10 વર્ષીય બાળકને શંકાસ્પદ ચાંદીપુરા
  • બન્નેના સેમ્પલ લઈને ગાંધીનગર મોકલાયા : મૂળીના લિયા ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા રાહત
  • હાલ આ બન્ને બાળકો સુરેન્દ્રનગર સારવાર હેઠળ છે. અને તેઓના સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલાયા

ચાંદીપુરા વાયરસનો રોગચાળો રાજયના વિવિધ વિસ્તારોમાં અજગરી ભરડો લઈ રહ્યો છે. ત્યારે ઝાલાવાડમાં પણ આ વાયરસથી એક બાળકીનું શંકાસ્પદ મોત થઈ ચૂકયુ છે.

જોકે, બાદમાં તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. ત્યારે ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ અને વઢવાણના વસ્તડીમાં વધુ 2 શંકાસ્પદ ચાંદીપુરા ધ્યાને આવ્યા છે. હાલ આ બન્ને બાળકો સુરેન્દ્રનગર સારવાર હેઠળ છે. અને તેઓના સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલાયા છે. બીજી તરફ મુળીના લીયા ગામના બાળકનો રીપોર્ટ નેગેટીવ આવતા રાહત થઈ છે.

ચોમાસાના સમયે ખાસ કરીને 9 માસથી 14 વર્ષ સુધીના બાળકોમાં દેખા દેતા ચંદીપુરા વાયરસે રાજયભરમાં હાહાકાર મચાવ્યો છે. રાજયમાં અત્યાર સુધી આ વાયરસના 124 કેસ નોંધાયા છે. જેમાંથી 44 બાળકોના મોત થઈ ચૂકયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ રોગે દસાડા ગ્રામ્યમાંથી એન્ટ્રી કરી હતી. જેમાં દસાડા તાલુકામાં ખારાઘોઢામાં રહેતી 5 વર્ષની બાળકીનું અમદાવાદની હોસ્પિટલમાં શંકાસ્પદ મોત થયુ હતુ. જોકે, તેનો રીપોર્ટ મોત બાદ નેગેટીવ આવ્યો હતો. બીજી તરફ જિલ્લામાં વધુ 2 ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે રહેતી 5 વર્ષીય બાળકી અને વઢવાણ તાલુકાના વસ્તડી ગામના 10 વર્ષીય બાળકને તાવ આવતા સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાખલ કરાયા હતા. હોસ્પિટલ તરફથી આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહીલના માર્ગદર્શનથી બન્ને શંકાસ્પદ ચાંદીપુરા ધરાવતા બાળકોના સેમ્પલ લેવાયા છે અને પૃથ્થકરણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મૂળી તાલુકાના લીયા ગામે ગત તા. 21મીએ શંકાસ્પદ ચાંદીપુરા ધ્યાને આવ્યો હતો. આ અંગેનો રીપોર્ટ તા. 26મીએ નેગેટીવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. જયારે વઢવાણના વસ્તડી ગામે એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. જયેશ રાઠોડ સહિતની ટીમ દોડી ગઈ હતી. અને શંકાસ્પદ કેસ જેના ઘરે આવ્યો છે તે તથા આસપાસના ઘરોમાં પણ તુરત જ સર્વેલન્સ કરી મેલેથિયનનું ડસ્ટીંગ કરાયુ હતુ. તથા આ વાયરસ ફેલાવતા સેન્ડ ફલાયના ઉદ્દભવસ્થાન એવી તિરાડો બુરવામાં આવી હતી.

જિલ્લામાં અત્યાર સુધીમાં શંકાસ્પદ 5 કેસ, 1નું મોત

જિલ્લાના ખારાઘોઢામાં બાળકીનું મોત થયા બાદ રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જયારે ચૂડા ગ્રામ્યમાં રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ બાળક હાલ સ્વસ્થ છે. જયારે મૂળીના લીયાના બાળકનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જયારે વસ્તડી અને વિરેન્દ્રગઢના બાળકોના રીપોર્ટ હજુ આવવાના બાકી છે.

5,696 ઘરોમાં સર્વેલન્સ

સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં જયાં પ સ્થળે શંકાસ્પદ ચાંદીપુરા ધ્યાને આવ્યો છે. તે 5 ઘરો આસપાસના વિસ્તારના 5,696 ઘરોમાં EMO ડો. જયેશ રાઠોડ, ડો. મિતેશ વોરા સહિતની ટીમ દ્વારા સર્વેલન્સ કરાયુ છે. આ ઉપરાંત જિલ્લા ગ્રામ્યમાં આરોગ્ય સહિતની ટીમો દ્વારા 2,862 ઘરોમાં, 386 આંગણવાડીઓમાં, 295 શાળામાં મેલેથીયનનું ડસ્ટીંગ કરાયુ છે. 2644 ઘરોમાં, 87 આંગણવાડીમાં અને 119 શાળામાં જુદી જુદી ટીમ દ્વારા દવાનો છંટકાવ કરાયો હતો.

માંડલની શાળાઓ તેમજ શેરી-મહોલ્લાઓમાં દવાનો છંટકાવ

માંડલ : રાજ્યના કેટલાક જિલ્લામાં ચાંદીપુરાએ ફફડાટ મચાવ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં આરોગ્ય વિભાગે રોગચાળાને નાથવા માટે દવા છંટકાવ અને સેનીટાઈઝેશન સહિતની કામગીરી કરી છે. માંડલ નગરમાં પણ શુક્રવારે ખાસ કરીને બાળકોની અવરજવર રહેતી હોય તેવા શાળા સંકુલો બહાર તેમજ શેરી-મહોલ્લાઓમાં વરસાદી પાણીના ભરાયેલાં ખાડાઓ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ માખી, મચ્છરોના ઉપદ્રવને લઈ દવા છંટકાવ કામગીરી કરાઈ હતી. માંડલ હૅલ્થ ઓફિસર ડો. ભાવેશ રથવીના માર્ગદર્શન તળે આરોગ્યની જુદી જુદી ટીમે દવાનો છંટકાવ કર્યો હતો.