જામનગરની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી

Jan 31, 2025 - 14:00
જામનગરની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Social Media Harassment : જામનગરમાં લીમડાલેન નજીક ઓફિસ ધરાવતી યુવતી કે જેને પ્રેમજાળમાં ફસાવી દઈ તેના અંગત પળોના ફોટા પાડી લીધા પછી તે ફોટા વાયરલ કરવા બાબતે યુવતીના ભાઈ અને પિતાને ડરાવ્યા ધમકાવ્યા હતા, તેમજ બળજબરીપૂર્વક ચાર લાખની કિંમતની કાર પડાવી લીધાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ મોટા થાવરીયા ગામની વતની અને હાલ જામનગર નજીકના લીમડાલેન વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સમાં લોન મેળવવા માટેની અરજીઓ તૈયાર કરવા માટેની ઓફિસ ધરાવતી એક યુવતી કે જે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કાલિદાસ કમલભાઈ વાઘેલા નામના શખ્સના સંપર્કમાં આવી હતી, અને લોન મેળવવાના બહાને સંપર્કમાં આવ્યા પછી યુવતી અને કાલિદાસ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જે દરમિયાન તેણે કેટલાક મોબાઈલ ફોનમાં અંગત પળોના ફોટા પણ પાસે લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

 જે સમયગાળા દરમિયાન કાલિદાસ વાઘેલાના પરિચયથી ચાર લાખ રૂપિયાની એક કારની યુવતીના ભાઈ અને પિતાએ ખરીદ કરી હતી, અને પિતાના નામે રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0